નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

જાહેરાત સેવાને અસર કરતી પૉલિસી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરો

તમારી જાહેરાત સેવા પર થતી અસરને બને તેટલી ઓછી કરવા માટે, સમસ્યાઓનું નિરાકરણ ઝડપથી અને સરળતાથી કરવામાં તમારી સહાય કરવા માટે પૉલિસી કેન્દ્રનો ઉપયોગ કરો. એક વાર તમે સમસ્યાનું નિરાકરણ કરી લો, તે પછી તમે તમારી સાઇટના રિવ્યૂ માટે વિનંતી કરી શકો છો.

આના પર જાઓ: સમસ્યાનું કારણ નક્કી કરો | રિવ્યૂની વિનંતી કરો | રિવ્યૂનું સ્ટેટસ

સમસ્યાનું કારણ નક્કી કરો

તમારી સાઇટ પર સમસ્યાઓનું નિરાકરણ કરવાનું શરૂ કરવા માટે, "ક્રિયાઓ"ની કૉલમમાં જઈને નિરાકરણ કરો પર ક્લિક કરો. આમ કરવાથી તમને સમસ્યાની વિગતોના પેજ પર લઈ જવામાં આવશે, જેમાં તમારી સાઇટ પર અમને મળેલી સમસ્યાનું વર્ણન હશે. આમાં એવા કિસ્સાઓનો સમાવેશ થાય છે, જેમાં સમસ્યાઓ ધરાવતી સાઇટમાં તમે શામેલ કરેલા તમારા પેજમાંથી જાહેરાતની વિનંતીઓ આવતી હોય. તમારી સાઇટ પર શું સુધારવું છે તે નક્કી કરવા માટે, એ વર્ણન કાળજીપૂર્વક વાંચો.

ટિપ: સ્ક્રીનશૉટ જોવાની રીત

સ્ક્રીનશૉટ તમારા પેજ પર જોવા મળતી પૉલિસી સંબંધિત સમસ્યાઓના ઉદાહરણોને હાઇલાઇટ કરે છે અને આ સમસ્યાઓને સમજવામાં તેમજ ઓળખવામાં તમને સહાય કરી શકે છે. સ્ક્રીનશૉટ જોવા માટે, "સ્ક્રીનશૉટ" કૉલમમાં Choose image પર ક્લિક કરો.

યાદ રાખો, માત્ર પૉલિસીના ઉલ્લંઘનો સુધારવા જ આવશ્યક હોય છે. આમ તો પ્રકાશકના પ્રતિબંધો ધરાવતા કન્ટેન્ટ પર પ્રતિબંધિત જાહેરાત સેવા પ્રાપ્ત થાય છે, છતાં પ્રકાશકના પ્રતિબંધોમાં કોઈપણ ફેરફાર કરવો જરૂરી નથી. સમસ્યાઓના પ્રકાર અને જાહેરાત સેવાના વિવિધ સ્ટેટસ વિશે વધુ જાણો.

સમસ્યાનું કારણ સમજવામાં જો તમને હજી પણ મુશ્કેલી થતી હોય, તો AdSense સહાયતા કેન્દ્રમાં જઈને પૉલિસી વિભાગનો સંદર્ભ લો અથવા Google AdSense સહાય સમુદાય જુઓ.

ટિપ: તમારી સમસ્યાઓને પ્રાધાન્ય આપો

જો તમારી પાસે સમસ્યાઓ ધરાવતી ઘણી સાઇટ હોય, તો પહેલાં કઈ સાઇટની સમસ્યાનું નિરાકરણ કરવું, તેની પ્રાધાન્યતા નક્કી કરવામાં તમારી સહાય માટે પૉલિસી કેન્દ્રના ફિલ્ટરનો ઉપયોગ કરવાનું વિચારી જુઓ. ઉદાહરણ તરીકે, તમે એવી સાઇટ ફિલ્ટર કરી શકો છો કે જે સૌથી વધુ અસરગ્રસ્ત જાહેરાતની વિનંતીઓ ધરાવતી હોય અથવા તમે જાહેરાત સેવા બંધ કરાયેલી એવી બધી સાઇટ ફિલ્ટર કરી શકો છો કે જેમાં ખૂબ જ ગંભીરતાથી સમસ્યા ઉકેલવાની જરૂર હોય.

પ્રાધાન્યતા નક્કી કરવામાં તમારી સહાય માટે તમે નિરાકરણ કરવું આવશ્યક હોય એવી બધી સમસ્યાઓ પણ ફિલ્ટર કરી શકો છો. નિરાકરણ કરવું આવશ્યક હોય એવી સમસ્યાઓ પૉલિસીના એવા ઉલ્લંઘનો હોય છે, જેમનું નિરાકરણ કરવું આવશ્યક હોય છે. પૉલિસી કેન્દ્રનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.

Resolving Policy Issues

રિવ્યૂની વિનંતી કરો

પૉલિસીના ઉલ્લંઘન માટે તમે જરૂરી ફેરફારો કરી લો અને/અથવા પ્રકાશકના પ્રતિબંધ માટે વૈકલ્પિક ફેરફારો કરી લો તે પછી, તમે તમારી સાઇટના રિવ્યૂ માટે વિનંતી કરી શકો છો.

નોંધ: તમારા પૉલિસી કેન્દ્રમાં પૉલિસી સંબંધિત 'સમસ્યા ઉકેલો'નું સ્ટેટસ ધરાવતી દરેક સાઇટ માટે તમારે રિવ્યૂની વિનંતી કરવી આવશ્યક છે, જેથી તે દરેક સાઇટ પર જાહેરાત સેવા ચાલુ રહે.

તમારી સાઇટ માટે રિવ્યૂની વિનંતી કરવા:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. પૉલિસી કેન્દ્ર પર ક્લિક કરો.
  3. તમે રિવ્યૂ કરવા માગતા હો તે સાઇટની આગળ દેખાતા ઠીક કરો પર ક્લિક કરો.
  4. "સમસ્યાઓ મળી" વિભાગમાં જઈને રિવ્યૂની વિનંતી કરો પર ક્લિક કરો.
    નોંધ: જો તમારી સાઇટનો તાજેતરમાં ઘણી વખત રિવ્યૂ કરવામાં આવ્યો હોય અને તેને નકારવામાં આવી હોય, તો રિવ્યૂની વિનંતી કરો બટન નિષ્ક્રિય રહેશે. તમે તમારી સાઇટ માટે અન્ય રિવ્યૂની વિનંતી ક્યારે કરી શકો છો તે જાણવા માટે આપેલી તારીખ ચેક કરો.
  5. સંવાદ બૉક્સમાંની માહિતીનો રિવ્યૂ કરો, ત્યાર પછી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવા માટે તમે જે ફેરફારો કર્યા છે, તેનું વર્ણન કરો અથવા તમને જે ઉલ્લંઘન માટે એવું લાગે કે તે લાગુ થવું જોઈએ નહીં, તો તેનું કારણ જણાવો.
  6. રિવ્યૂ માટે તમે તૈયાર છો એ કન્ફર્મ કરવા માટે ચેકબૉક્સ ચેક કરો.
  7. રિવ્યૂની વિનંતી કરો પર ક્લિક કરો.

રિવ્યૂનું સ્ટેટસ

તમારા રિવ્યૂ વિશેની અપડેટ માટે, પૉલિસી કેન્દ્રમાંની "સ્ટેટસ" કૉલમ ચેક કરો. જો સ્ટેટસ રિવ્યૂ હેઠળ હોય, તો તેનો અર્થ છે કે તમારી સાઇટનો રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે અને હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જો તમારો રિવ્યૂ નકારી કાઢવામાં આવે, તો ઇમેઇલ મારફતે અને "સમસ્યાઓ મળી" વિભાગમાં તમને નોટિફિકેશન આપવામાં આવશે. તમે તમારી સાઇટ પર યોગ્ય ફેરફારો કર્યા છે તેની ખાતરી કરવા માટે ફરી એક વાર પૉલિસીના ઉલ્લંઘનની વિગતોનો રિવ્યૂ કરો. એક વાર તમે પૉલિસીઓનો ફરી રિવ્યૂ કરી લો અને વધારાના ફેરફારો કરી લો, ત્યાર પછી તમે રિવ્યૂ માટે નવી વિનંતી કરી શકો છો.

જો તમારો રિવ્યૂ સફળ હશે, તો પૉલિસી કેન્દ્રમાંથી 'સમસ્યા ઉકેલો'નું સ્ટેટસ કાઢી નાખવામાં આવશે અને તમને ઇમેઇલ મારફતે નોટિફિકેશન આપવામાં આવશે.

Checking Issue Status in the Policy Center

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1309570850915785219
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false