નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

SEPA ચુકવણીઓની પ્રાપ્તિ

સિંગલ યુરો પેમેન્ટ ઍરિયા (SEPA) વ્યવહારો યુરોપના સંખ્યાબંધ દેશોમાં સુલભ તથા કાર્યક્ષમ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (EFT)ના વિકલ્પો પ્રદાન કરે છે. SEPA સિસ્ટમ વ્યવસાયો અને ઉપભોક્તાઓને યુરો ઍરિયામાં સ્થિત કોઈપણ દેશને EFT ચુકવણી મોકલવાની મંજૂરી આપે છે. SEPA EFT ચુકવણીઓ તમારી AdSenseની કમાણીને સીધી યુરોમાં જ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે જેથી ચુકવણીની પ્રક્રિયાને ખૂબ ઝડપી અને સરળ બનાવી શકાય. EFT ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ છે. જો તમારા સ્થાન પર SEPA EFT ચુકવણીઓ ઉપલબ્ધ હોય, તો અમે તમને સાઇન અપ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

SEPA ચુકવણીઓ માટે પરીક્ષણ માટે કરાતી ડિપોઝિટ

SEPA EFT ચુકવણીઓ માટે સાઇન અપ કરવા માટે, તમારે તમારા બેંક એકાઉન્ટ વિશે વિગતો પૂરી પાડવી જરૂરી છે. તમારું બેંક એકાઉન્ટ કયા દેશમાં સ્થિત છે તેના આધારે, તમારે નાની રકમની ટેસ્ટ ડિપોઝિટનો ઉપયોગ કરીને તમારું એકાઉન્ટ ચકાસવાની જરૂર પડી શકે છે.

નોંધ: SEPAનું કવરેજ હજી વિસ્તરી રહ્યું છે, તેથી તમામ બેંક હાલમાં SEPA EFT વ્યવહારોને સપોર્ટ ન કરે તેવું બની શકે છે. તમે સાઇન અપ કરો તે પહેલાં, અમે સુઝાવ આપીએ છીએ કે તમે તમારી બેંક સાથે તમે SEPA EFT વ્યવહારો પ્રાપ્ત કરી શકો છો કે નહીં તે ચેક કરો.

જ્યાં SEPA ચુકવણીઓ ઉપલબ્ધ છે તે દેશો

અમે અહીં નીચે આપેલા દેશોમાં પબ્લિશર માટે, EURના ચલણમાં SEPAની ચુકવણીઓને સપોર્ટ કરીએ છીએ:

  • ઍંડોરા, બેલ્જિયમ, બલ્ગેરિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, જર્મની, ડેનમાર્ક, ઍસ્ટોનિયા, સ્પેન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જિબ્રાલ્ટર, ગ્રીસ, ક્રોએશિયા, હંગેરી, આયર્લેંન્ડ, આઇસલેન્ડ, ઇટાલી, લિકટેંસ્ટેઇન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, લેટવિયા, મોનાકો, માલ્ટા, નેધર્લૅન્ડ્સ, પૉલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સૅન મેરિનો, સ્લોવેનિયા, સ્લોવાકિયા, યુનાઇટેડ કિંગડમ, વેટિકન સિટી.

તમે તમારું SEPA-એક્સેસિબલ બેંક એકાઉન્ટ નીચેનામાંથી કોઈપણ દેશોમાંથી લિંક કરી શકો છો:

  • ઍંડોરા, બેલ્જિયમ, બલ્ગેરિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, જર્મની, ડેનમાર્ક, ઍસ્ટોનિયા, સ્પેન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જિબ્રાલ્ટર, ગ્રીસ, ક્રોએશિયા, હંગેરી, આયર્લેંન્ડ, આઇસલેન્ડ, ઇટાલી, લિકટેંસ્ટેઇન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, લેટવિયા, મોનાકો, માલ્ટા, નૉર્વે, નેધર્લૅન્ડ્સ, પૉલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સૅન મેરિનો, સ્વીડન, સ્લોવેનિયા, સ્લોવાકિયા, યુનાઇટેડ કિંગડમ, વેટિકન સિટી.
નોંધ:
  • હાલમાં અમે નૉર્વે અને સ્વીડન માટે EUR ચલણ માટે, સપોર્ટ પ્રદાન કરતા નથી. આ દેશોમાં ચુકવણી પ્રાપ્ત કરવા માટે, તમારે તમારા સ્થાનિક ચલણનો ઉપયોગ કરવો જરૂરી છે.

નીચેના દેશોમાં SEPA ચુકવણીઓ ઉપલબ્ધ છે:

આ રહી સપોર્ટેડ દેશોની સૂચિ અને તેમની પરીક્ષણ માટે કરાતી ડિપોઝિટની જરૂરિયાત:

દેશ ચલણ પરીક્ષણ માટે કરાતી ડિપોઝિટની જરૂરિયાત
ઍંડોરા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ઑસ્ટ્રિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
બેલ્જિયમ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
બલ્ગેરિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
ક્રોએશિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
સાયપ્રસ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ચેકિયા યુરો કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
ડેનમાર્ક યુરો કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
એસ્ટોનિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ફીનલેન્ડ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ફ્રાન્સ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
જર્મની યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
જિબ્રાલ્ટર યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
ગ્રીસ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
હંગેરી યુરો કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
આઇસલૅન્ડ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
આયર્લૅન્ડ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
ઇટાલી યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
લેટવિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
લિકટેંસ્ટેઇન યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
લિથુઆનિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
લક્ઝમબર્ગ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
માલ્ટા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
મોનાકો યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
નૅધરલેન્ડ્સ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
નૉર્વે યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
પૉલેન્ડ યુરો કોઈ ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
પોર્ટુગલ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
રોમાનિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી નથી
સૅન મરિનો યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
સ્લોવાકિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
સ્લોવેનિયા યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
સ્પેન યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
સ્વીડન યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
યુનાઇટેડ કિંગડમ યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે
વેટિકન સિટી યુરો ટેસ્ટ ડિપોઝિટ જરૂરી છે

સૌથી ઉપર પાછા ફરો

SEPA ચુકવણીઓ માટે સાઇન અપ કરો

1. તમારા બેંક એકાઉન્ટ વિશેની માહિતી દાખલ કરો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ, પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.
  3. ચુકવણી પદ્ધતિ ઉમેરો પર ક્લિક કરો.
  4. "ચુકવણી પદ્ધતિ ઉમેરો" વિભાગમાં, તમારા બેંક એકાઉન્ટ વિશેની માહિતી દાખલ કરો. જો તમને ખાતરી ન હોય કે કઈ માહિતી દાખલ કરવાની છે, તો કૃપા કરીને તમારી બેંકનો સંપર્ક કરો.
  5. સાચવો પર ક્લિક કરો.
ટિપ: જો તમારાથી તમારી બેંક એકાઉન્ટ વિશેની માહિતી દાખલ કરવામાં કોઈ ભૂલ થઈ હોય, તો ખોટી માહિતી ડિલીટ કરવા માટે કાઢી નાખો પર ક્લિક કરો. તેના પછી તમે તમારા બેંક એકાઉન્ટ વિશેની માહિતી ફરી દાખલ કરી શકો છો.
નોંધ: જો તમે મહિનાની 20મી તારીખ પછી SEPA EFTને તમારી ચુકવણી પદ્ધતિ તરીકે સેટ કરો તો તમને તે મહિને SEPA EFT દ્વારા ચુકવણી મળશે તેની અમે ગૅરંટી આપી શકતા નથી. ઉદાહરણ તરીકે, જો તમે SEPA EFT દ્વારા તમારી માર્ચની કમાણીની ચુકવણી મેળવવા માગતા હો, તો તમારે 20મી એપ્રિલ પહેલા ઉપરોક્ત પગલાં પૂર્ણ કરવા પડશે.

2. (જો જરૂરી હોય, તો) તમારી પરીક્ષણ માટેની ડિપોઝિટ શોધો અને તમારા AdSense એકાઉન્ટમાં રકમ દાખલ કરો

તમારી પરીક્ષણ માટેની ડિપોઝિટ શોધો

તમે તમારા બેંક એકાઉન્ટ વિશેની માહિતી દાખલ કરો તે પછી, અમે તમે ઉલ્લેખિત કરેલા બેંક એકાઉન્ટમાં પરીક્ષણ માટે અમે કોઈ નાનકડી રકમ જમા કરીશું. આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગે છે, તેથી ડિપોઝિટ શોધવા માટે 2-5 દિવસ પછી તમારા બેંક સ્ટેટમેન્ટ ચેક કરો. ડિપોઝિટ 0.15થી 1.10 યુરો સુધીની હોય છે. તમારી બેંક કયા દેશમાં સ્થિત છે તેના આધારે, ડિપોઝિટને નીચે આપેલા લેબલમાંથી કોઈ એક આપવામાં આવશે:

  • Google LLC. EDI PYMNTS
  • Google LLC. EDI - EDI PYMNTS
  • Google Ireland
  • Google Ireland Limited
  • CITIBANK FINANCIAL SERVICES

ટેસ્ટ ડિપોઝિટની રકમ દાખલ કરો

જ્યારે તમારી પાસે ટેસ્ટ ડિપોઝિટની રકમ આવી જાય:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ, પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.

    તમને તમારા AdSense એકાઉન્ટમાં સમસ્યાની અલર્ટ જોવા મળશે.

  3. ચુકવણી પદ્ધતિ ઉમેરો પર ક્લિક કરો.
  4. હમણાં ચકાસો પર ક્લિક કરો.
  5. તમે જે ટેસ્ટ ડિપોઝિટની રકમ તમારા બેંક સ્ટેટમેન્ટમાં પ્રાપ્ત કરી હોય તે રકમ ડ્રૉપ-ડાઉન મેનૂમાં પસંદ કરો.
  6. ચકાસો પર ક્લિક કરો.

    જો બન્ને રકમ મેળ ખાય તે તમારા બેંક એકાઉન્ટની ચકાસણી થઈ ગઈ છે. તમે હવે EFT દ્વારા ચુકવણી મેળવવા માટે તૈયાર છો.

સૌથી ઉપર પાછા ફરો

જો ટેસ્ટ ડિપોઝિટની પ્રક્રિયા નિષ્ફળ થાય, તો

ટેસ્ટ ડિપોઝિટની પ્રક્રિયા નિષ્ફળ થવાના અનેક કારણો હોય છે:

  • ખોટો બેંક એકાઉન્ટ નંબર અથવા બેંક કોડ (જરૂરી માહિતી દેશ પ્રમાણે બદલાશે)
  • આવનારા SEPA વ્યવહારો પ્રાપ્ત કરવા માટે બેંક એકાઉન્ટ સેટ કરવામાં આવેલું નથી
  • બેંક એકાઉન્ટ બંધ છે
  • બેંક તમારા AdSense એકાઉન્ટમાં દાખલ કરેલા દેશમાં આવેલી નથી
  • બેંકના તાજેતરના મર્જરના પરિણામે તમારો બેંક કોડ બદલાયો છે.

જો તમારી ટેસ્ટ ડિપોઝિટની પ્રક્રિયા નિષ્ફળ થાય, તો તમે જે પેજ પર તમારું બેંક એકાઉન્ટ સબમિટ કર્યું હોય, તેના પર તમે "ડિપોઝિટ નિષ્ફળ થઈ" લખેલો મેસેજ જોશો. જો તમને આ મેસેજ દેખાય, તો અમે તમને તમારી બેંકની માહિતી ફરીથી દાખલ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી જોડણી સંબંધિત કોઈ ભૂલ આવી ન હતી તેની ખાતરી કરી શકાય. તમારે જે ચોક્કસ વિગતો સબમિટ કરીને ફરી પ્રયાસ કરવાનો છે, તે કન્ફર્મ કરવા માટે તમે ઈચ્છો તો તમારી બેંકનો સંપર્ક કરી શકો છો.

સૌથી ઉપર પાછા ફરો

જો તમારે તમારી બેંકની માહિતી અપડેટ કરવી હોય, તો

કમનસીબે, આ સમયે તમારા એકાઉન્ટ દ્વારા ખોટી અથવા ચકાસણી ન થઈ હોય તેવી બેંક એકાઉન્ટ વિશેની માહિતી બદલી શકાતી નથી. તેના બદલે, સાચી માહિતી આપવા માટે, તમે એક નવું બેંક એકાઉન્ટ ઉમેરી શકો છો અને પછી વર્તમાન બેંક એકાઉન્ટ કાઢી નાખી શકો છો.

તમારી બેંકની માહિતીની પ્રાઇવસી અને સિક્યુરિટીની સુરક્ષા માટે, AdSense સપોર્ટ પાસે તમે દાખલ કરેલી માહિતીમાં ફેરફાર કરવાનો કે કાઢી નાખવાનો ઍક્સેસ નથી.

સૌથી ઉપર પાછા ફરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13211464506327546074
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false