નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

સાઇટ ઑપ્ટિમાઇઝેશન: ટ્રાફિક વધારવા માટેની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ

ટ્રાફિક વધારવા માટે થતું સાઇટ ઑપ્ટિમાઇઝેશન સામાન્ય રીતે બે હિસ્સામાં વિભાજિત કરાય છે:

  1. નવો ટ્રાફિક મેળવવો
  2. જાહેરાતના સ્થાન નિયોજનને, નૅવિગેશનને અને/અથવા તમારી વેબસાઇટ પરના કન્ટેન્ટને ઑપ્ટિમાઇઝ કરવા જેવા વેબસાઇટ વધુ સારી બનાવવા માટેના સાધન.

બંને વિશે વિચાર કરવામાં જોખમો રહેલા છે. તમે જેમની સાથે કામ કરવાનું પસંદ કર્યું હોય તે ઑપ્ટિમાઇઝેશનના નિષ્ણાત અથવા એજન્સીની કાળજીપૂર્વક પસંદગી કરવી અને તમારી સાઇટ પર જાહેરાતો મૂકતા પહેલાં તેમના ઑપ્ટિમાઇઝેશનની ચકાસણી કરી લેવી તમારા માટે મહત્ત્વની છે.

1. નવો ટ્રાફિક મેળવવો

તમને તમારી સાઇટ પર અમાન્ય પ્રવૃત્તિ અંગે શંકા જાય, તો તમે તે બાબતની તપાસ કરતા હો તે દરમિયાન તમારા પેજ પરની જાહેરાતો કાઢી નાખવી તમારા માટે શ્રેષ્ઠ રહેશે. અમાન્ય ક્લિકનો સૉર્સ હવે હાજર ન હોવા અંગે તમને વિશ્વાસ હોય ત્યારે જાહેરાતોને પેજ પર પાછી મૂકો.

તમે કોઈપણ વેબસાઇટ ઑપ્ટિમાઇઝર સાથે કામ કરવાનું નક્કી કરો તે પહેલાં અમે નીચે મુજબ સુઝાવ આપીએ છીએ:

  • તમે વ્યક્તિગત રીતે જાણતા હો અને તમને વિશ્વાસ હોય તેવા વેબમાસ્ટર પાસેથી સુઝાવો મેળવવાનું શ્રેષ્ઠ રહેશે અથવા તો વેબ પર સારી પ્રતિષ્ઠા ધરાવતા પ્રખ્યાત ઑપ્ટિમાઇઝરની શોધ કરો. શક્ય હોય તો તેમની સાથે કામ કરવાનું શરૂ કરતા પહેલાં ચર્ચામંચો પર અન્ય લોકોએ તેમના વિશે શું લખ્યું છે તે વાંચી લો.
  • તમે કોઈ ઑપ્ટિમાઇઝરની વેબ પરની પ્રતિષ્ઠાના આધારે તેમની સાથે કામ કરવાનું નક્કી કરો, તો તેમણે ઑપ્ટિમાઇઝ કરેલી સાઇટના ઉદાહરણો માગો. એ સાઇટ કન્ટેન્ટ વર્ટિકલ, વસ્તી વિષયક માહિતી, મુલાકાતોની સંખ્યા/મહિને, વગેરેના આધારે શક્ય હોય તેટલી તમારી સાઇટને સમાન હોવી જરૂરી છે.

વેબસાઇટ ઑપ્ટિમાઇઝર સાથે કામ કરવાની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ

ઑપ્ટિમાઇઝરે તમારી વેબસાઇટ તરફ ટ્રાફિક વાળવાના બધા સૉર્સ અને માધ્યમો વિશે તમને જણાવવું જોઈએ. તમારી જાહેરાતો પર અમાન્ય ક્લિક જનરેટ કરતો શંકાસ્પદ ટ્રાફિક સૉર્સ સૌથી વધુ જોખમી છે કારણ કે તેને લીધે તમારું એકાઉન્ટ બંધ કરી દેવાય તેમ બની શકે છે. કૃપા કરીને યાદ રાખશો કે ટ્રાફિકનું નિરીક્ષણ કરવું અને તેનું વિશ્લેષણ કરવું એ તમારી જવાબદારી છે.

શંકાસ્પદ ટ્રાફિક "ટ્રાફિક સૉર્સ" હેઠળની નીચે મુજબની વિવિધ AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરે તેમ બની શકે:

  • વપરાશકર્તા વર્તણૂકની નકલ કરતા ઑટોમૅટેડ બૉટનો ઉપયોગ
  • અજાણ્યા નેટવર્કમાંથી સંબંધિત ન હોય તેવા ટ્રાફિકની ખરીદી
  • ક્લિક કરીને કમાઓ પ્રોગ્રામમાં ભાગ લેવો
  • અનિચ્છિત ઇમેઇલ અથવા સૉફ્ટવેર ઍપ્લિકેશનમાંથી ટ્રાફિક મેળવવો.

તમે તમારી સાઇટનો ટ્રાફિક વધારવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું નક્કી કરો, તો અમે ચૅનલનો ઉપયોગ કરવાનો સુઝાવ આપીએ છીએ કારણ કે આ રીતે તમે ટ્રાફિકના નવા સૉર્સને અલગ પાડી ટ્રાફિકના પર્ફોર્મન્સનું નિરીક્ષણ કરી શકો. તમે Google Analyticsનો ઉપયોગ કરીને ટ્રાફિકના વિવિધ સશુલ્ક સૉર્સને અલગ પાડીને તેમનું નિરીક્ષણ પણ કરી શકો છો. તમે એક વાર ચૅનલ અને Analytics સેટ કરી લો તે પછી ટ્રાફિકના પર્ફોર્મન્સનું વિશ્લેષણ કરવા માટે રિપોર્ટ રન કરી શકો. તમને ટ્રાફિક અસામાન્ય, અમાન્ય અથવા ઓછું પર્ફોર્મન્સ આપતો હોવાનું જણાતું હોય, તો ટ્રાફિક મેળવવાનું તરત જ અટકાવી દો અને અસર પડતી હોય તેવા પેજમાંથી જાહેરાતનો કોડ કાઢી નાખો. આ રીતે AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું તમારા દ્વારા ઉલ્લંઘન થવાની શક્યતા ઘટી જશે.

તમારી વેબસાઇટનો પ્રચાર કરવા માટેની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ

પૉલિસીનું ઉલ્લંઘન કરતી ટેકનિક વડે તમારી સાઇટનો પ્રચાર કરશો નહીં (અથવા અન્ય કોઈને તેમ કરવા દેશો નહીં):

  • સ્પામ ઇમેઇલ
  • કૉમેન્ટ થકી મોકલાતા સ્પામ
  • ચર્ચામંચ પર ખોટી પ્રોફાઇલ બનાવવી
  • લિંક ફાર્મ અને "ખાનગી બ્લૉગ નેટવર્ક" પર લિંક પોસ્ટ કરવી, લિંકના વિનિમય અને સોશિયલ નેટવર્ક થકી સ્પામ મોકલવા.

તમારી સાઇટનો પ્રચાર કરવા માટે ઑનલાઇન જાહેરાતોનો ઉપયોગ કરતી વખતે નીચેના નિયમોનું પાલન કરો:

  • Google જાહેરાતોનો ઉપયોગ કરતા હો, તો Google જાહેરાતોના લૅન્ડિંગ પેજની ક્વૉલિટીના દિશાનિર્દેશોનું પાલન કરવું જરૂરી છે.
  • જાહેરાત પોતે ગેરમાર્ગે દોરનારી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો મારી સાઇટ ફ્રાઇંગ પૅન વિશે હોય અને મારી સાઇટ પરની AdSense જાહેરાતો વેચાણ માટેના ફ્રાઇંગ પૅન હાઇલાઇટ કરતી હોય, તો "ફ્રાઇંગ પૅનના ઉત્તમ સોદા"નું લખાણ ધરાવતી મારી સાઇટ પર લઈ જતી લિંક ટ્વિટ કરવી ગેરમાર્ગે દોરનારી કહેવાય. આ છેતરામણું છે અને વપરાશકર્તાઓને જાહેરાતો પર ક્લિક કરવા પ્રેરવાની રીત છે કારણ કે મારી સાઇટનું કન્ટેન્ટ ફ્રાઇંગ પૅનના સોદા કે વેચાણ વિશે વાત નથી કરતું અને આ રીતે વપરાશકર્તાઓ જાહેરાત બાબતે ગેરમાર્ગે દોરાશે.

શીર્ષ પર પાછા

2. વેબસાઇટ વધુ સારી બનાવવા માટેના સાધન

ઑપ્ટિમાઇઝરને AdSense પ્રોગ્રામ પૉલિસીઓ અને Google Web Search માટેની સ્પામ સંબંધી પૉલિસીઓની જાણ હોવી જોઈએ તેમજ તેમણે કોઈપણ પૉલિસી કે ક્વૉલિટીની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યા વિના તમારી સાઇટ ઑપ્ટિમાઇઝ કરવી જોઈએ. નીચે આપેલામાંથી કોઈ ઑપ્ટિમાઇઝેશન કરવામાં આવે, તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવવાનું જોખમ રહે છે.

Google જાહેરાતો, શોધ બૉક્સ અથવા શોધ પરિણામો બાબતે આ ન થઈ શકે:

  • ટૂલબાર સહિત કોઈપણ પ્રકારની સૉફ્ટવેર ઍપ્લિકેશન (AdMobને લાગુ થતું નથી)માં એકીકરણ.
  • પૉપ-અપ અથવા પૉપ-અંડરમાં બતાવાય
  • ઇમેઇલ, ઇમેઇલ પ્રોગ્રામ અથવા ચૅટ પ્રોગ્રામમાં મૂકાય
  • પેજના ઘટકો હેઠળ છુપાવાય
  • કન્ટેન્ટ-આધારિત ન હોય એવા કોઈપણ પેજ પર મૂકાય. (શોધ માટે AdSense અથવા શોધ માટે મોબાઇલ AdSense પર લાગુ નથી.)
  • ખાસ જાહેરાતો બતાવવાના હેતુથી પ્રકાશિત પેજ પર મૂકાય
  • એવા પેજ પર મૂકાય જેમનું કન્ટેન્ટ કે URL લોગો, ટ્રેડમાર્ક અથવા અન્ય બ્રાંડ સુવિધાઓનો દુરૂપયોગ કરીને તે Google સાથે સંકળાયેલા છે એવી મૂંઝવણમાં વપરાશકર્તાઓને મૂકી દે
  • અન્ય Google પ્રોડક્ટ અથવા સેવાઓમાં, તેની અંદર અથવા તેની સાથે એવી રીતે મૂકાય કે જેથી એ પ્રોડક્ટ અથવા સેવાની પૉલિસીઓનું ઉલ્લંઘન થાય.
આ લેખ અનુભવી AdSense વપરાશકર્તાઓ (AdSense ચર્ચામંચના ટોચના યોગદાનકર્તા) દ્વારા Google AdSense ટીમ પાસેથી ઇનપુટ મેળવીને બનાવાયો છે.

સૌથી ઉપર પાછા ફરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5603916046841630680
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false