તમે તમારું એકાઉન્ટ વ્યવસાયના પાર્ટનર, કર્મચારીઓ, મિત્રો અને કુટુંબીઓ જેવા અન્ય લોકો સાથે શેર કરી શકો છો. તમારા એકાઉન્ટનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓ, તમે તેમને આપવા માગતા હો તે ઍક્સેસ લેવલના આધારે તમારું એકાઉન્ટ ચલાવવામાં અને અન્ય વપરાશકર્તાઓને મેનેજ કરવામાં તમારી સહાય કરી શકે છે. તમે કોઈપણ સમયે ઍક્સેસ કાઢી પણ શકો છો.
વપરાશકર્તા માટે બે ઍક્સેસ લેવલ ઉપલબ્ધ છે, સ્ટૅન્ડર્ડ અને ઍડમિન.
વપરાશકર્તાના ઍક્સેસ લેવલ
નીચેના લેવલથી લઈને સર્વોચ્ચ લેવલના ઍક્સેસ સુધી તમે સોંપી શકો તેવા ઍક્સેસના આ બે લેવલ છે:
માનક
- એકાઉન્ટના કોઈપણ ભાગને જોઈ શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે અને તેને મેનેજ કરી શકે છે.
- એકાઉન્ટનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓની સૂચિ જોઈ શકતા નથી.
- "વપરાશકર્તાનું મેનેજમેન્ટ" પેજ જોઈ શકતા નથી, જેમાં એકાઉન્ટનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓને બતાવવામાં આવે છે.
- એકાઉન્ટને ઍક્સેસ આપી શકતા નથી અથવા બીજા વપરાશકર્તાના ઍક્સેસ લેવલમાં ફેરફાર કરી શકતા નથી.
ઍડમિન
- એકાઉન્ટના કોઈપણ ભાગને જોઈ શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે અને તેને મેનેજ કરી શકે છે.
- એકાઉન્ટનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓની સૂચિ જોઈ શકે છે.
- એકાઉન્ટને ઍક્સેસ આપી શકે છે અથવા બીજા વપરાશકર્તાના ઍક્સેસના લેવલમાં ફેરફાર કરી શકે છે.