નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

તમારી યુએસની ટેક્સ વિશેની માહિતીને Google પર સબમિટ કરો

તમારા લોકેશનના આધારે Google દ્વારા તમારી પાસેથી ટેક્સ સંબંધિત માહિતી એકત્ર કરવી જરૂરી હોઈ શકે છે. જો તમારે તમારી ટેક્સ વિશેની માહિતી Googleને આપવી અનિવાર્ય હોય તો તમે તમારા AdSense એકાઉન્ટમાં જઈને એ કરી શકશો. બધાં પબ્લિશરે ટેક્સ વિશેની માહિતી આપવી જરૂરી નથી.

નોંધ: તમારી ટેક્સ વિશેની માહિતી 20મી પહેલાં સબમિટ કરવાની ખાતરી કરો, જેથી તમને ચાલુ મહિનામાં જ ચુકવણી મળી જાય.

તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવાની રીત

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. Payments અને પછી Paymentsની માહિતી પર ક્લિક કરો.
  3. સેટિંગ મેનેજ કરો પર ક્લિક કરો.
  4. "ચુકવણી પ્રોફાઇલ" સુધી સ્ક્રોલ કરો અને "યુનાઇટેડ સ્ટેટ્સની ટેક્સ વિશેની માહિતી"ની બાજુમાં ફેરફાર કરો ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. ટેક્સ વિશેની માહિતી મેનેજ કરો પર ક્લિક કરો.
  6. આ પેજ પર તમને માર્ગદર્શિકા મળશે, જે તમને તમારી ટેક્સ વિશેની પરિસ્થિતિ માટેનું યોગ્ય ફોર્મ પસંદ કરવામાં સહાય કરશે.
    ટિપ: તમે તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરી દો તે પછી, તમારી ચુકવણી પર લાગુ થઈ શકતા હોય તે ટેક્સ વિથ્હોલ્ડિંગ દર શોધવા માટે તમારી ચુકવણી પ્રોફાઇલનો "યુનાઇટેડ સ્ટેટ્સની ટેક્સ વિશેની માહિતી" વિભાગ ચેક કરવા માટે ઉપરની સૂચનાઓને અનુસરો.

    તમારી અંગત કે વ્યાવસાયિક પરિસ્થિતિઓ બદલાય, તો તમે બધા પ્રકારના ફેરફારો પણ કરી શકશો. જો તમે તમારું સરનામું બદલ્યું હોય, તો તમારું અપડેટ કરેલું કાયમી સરનામું બન્ને વિભાગોમાં એકસમાન હોવાની ખાતરી કરો: "નિવાસનું કાયમી સરનામું" અને "કાનૂની સરનામું". આમ કરવાથી ખાતરી થશે કે તમારા વર્ષાંતના ટેક્સ ફોર્મ (દા.ત., 1099-MISC, 1099-K, 1042-S) સાચા સ્થાને ડિલિવર કરવામાં આવશે. જો તમે યુએસમાં હો, તો તમારે તમારા અપડેટ કરેલા કાનૂની સરનામા સાથે તમારું W-9 ફોર્મ ફરીથી સબમિટ કરવું જરૂરી છે

નોંધ: જો તમે YouTube પર કમાણી કરવા માટે AdSenseનો ઉપયોગ કરતા હો, તો તમારી યુએસ કમાણી સંબંધિત યુએસ ટેક્સની આવશ્યકતાઓને સમજવા માટે, YouTube પર કમાણી કરવા યુએસ ટેક્સની આવશ્યકતાઓની મુલાકાત લો.

તમારું નામ બદલો

તમારી ચુકવણી પ્રોફાઇલમાંનું નામ તમારા ટેક્સ ફોર્મ સાથે લિંક કરેલું નથી. જો તમારું નામ બદલાય, તો તમારે તમારી ચુકવણી પ્રોફાઇલમાંની માહિતી ઉપરાંત તમારી ટેક્સ વિશેની માહિતી પણ અપડેટ કરવી જરૂરી છે.

ચુકવણીની ટાઇમલાઇન

તમારે ટેક્સ વિશેની માહિતી દાખલ કરવી જરૂરી હોય તે કારણે તમારી ચુકવણીઓ પર રોક લાગેલી હોય અને તમે મહિનાની 20મી તારીખ પછી તમારી ટેક્સ વિશેની માહિતી આપશો, તો તમે ચાલુ મહિનાની ચુકવણી સાઇકલમાં ચુકવણી મેળવવા માટે યોગ્યતા ધરાવશો નહીં. જો તમારી ટેક્સ વિશેની માહિતી 20મી પછી આપવામાં આવી હશે, તો તમારી કમાણી આગલા મહિના પર રોલઓવર થશે અને તમને આગલી ચુકવણી સાઇકલમાં ચુકવણી કરવામાં આવશે.

અમારી ચુકવણીની ટાઇમલાઇન અનુસાર, માસિક ચુકવણીઓ 21મી અને 26મી તારીખની વચ્ચે કરવામાં આવે છે એ શરતે કે તમે ચુકવણી મર્યાદા સુધી પહોંચી ગયા હો અને ચુકવણી પરની બધી રોક 20મી તારીખ સુધીમાં કાઢી નાખી હોય.

ટિપ: અમે સુઝાવ આપીએ છીએ કે બધાં પબ્લિશર તેમની ટેક્સ વિશેની માહિતીની સચોટતાની નિયમિત રૂપે ચકાસણી કરાવે. પબ્લિશરની ટેક્સ વિશેની માહિતીને કન્ફર્મ કરવા કે અપડેટ કરવા માટે Google જવાબદાર નથી. યુએસની ટેક્સ સંબંધિત જરૂરિયાતો વિશે વિશિષ્ટ માહિતી માટે, IRS વેબસાઇટની મુલાકાત લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3820007302685090718
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false