નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

તમારી નૉન-યુએસ ટેક્સ વિશેની માહિતી Google પર સબમિટ કરો

ટેક્સદાતાના દેશ સંબંધિત માહિતી અને નૉન-યુએસ વિથ્હોલ્ડિંગ અને રિપોર્ટિંગ

તમારા લોકેશન કે તમારા વ્યવસાયના લોકેશનના આધારે, Googleને તમારી પાસેથી ટેક્સ સંબંધિત માહિતી એકત્રિત કરવાની જરૂર પડી શકે છે. જો તમારે તમારી ટેક્સ વિશેની માહિતી Googleને આપવી અનિવાર્ય હોય, તો તમે તમારા AdSense એકાઉન્ટમાં "ચુકવણીઓ" પેજ પર જઈને તેમ કરી શકો છો. દરેક વ્યક્તિએ ટેક્સ વિશેની માહિતી આપવી જરૂરી નથી.

મહત્ત્વપૂર્ણ: ટેક્સ સંબંધિત સમસ્યાઓ પર Google સલાહ આપી શકતું નથી. તમારી ટેક્સ સંબંધિત બાબતોને વધુ સારી રીતે સમજવા માટે, તમારા ટેક્સ સલાહકારની સલાહ લો.

તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ, પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.
  3. સેટિંગ મેનેજ કરો પર ક્લિક કરો.
  4. "ચુકવણી પ્રોફાઇલ" સુધી સ્ક્રોલ કરો અને તમે જે દેશ માટે ટેક્સ વિશેની માહિતી આપી રહ્યાં છો તેની બાજુમાં ફેરફાર કરો ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. ટેક્સ વિશેની માહિતી મેનેજ કરો પર ક્લિક કરો.
  6. આ પેજ પર તમને માર્ગદર્શિકા મળશે, જે તમને તમારી ટેક્સ વિશેની પરિસ્થિતિ અનુસાર યોગ્ય ફોર્મ પસંદ કરવામાં સહાય કરશે.
નોંધ: તમારી પૂર્ણ કરેલી ટેક્સ વિશેની માહિતી જોવા માટે, તમે એ જ સૂચનાઓનું પાલન કરો.

લોકેશન સંબંધિત માહિતી

ટેક્સની લોકેશન સંબંધિત માહિતી માટે તમારી પસંદનો સરકારી એકમ પસંદ કરો.

આયર્લૅન્ડ

નોંધ: આયર્લૅન્ડમાં ટેક્સમાંથી મુક્તિ સાથે સંબંધિત ટેક્સદાતાના દેશની માહિતીના સ્ટેટસના પરિણામે એકાઉન્ટ પર મર્યાદાઓ લાગુ કરવામાં આવતી નથી અથવા અત્યારે તેની અસર ચુકવણીઓ પર કે વિથ્હોલ્ડિંગ ટેક્સ પર થતી નથી.

સબમિટ કરવાના દસ્તાવેજો:

આયર્લૅન્ડ માટે, ટેક્સદાતાનો દેશ સાબિત કરવા, તમારી પરિસ્થિતિ માટે સૂચિબદ્ધ કરેલા દસ્તાવેજોમાંથી ઓછામાં ઓછો એક દસ્તાવેજ પ્રદાન કરો.

સંસ્થાઓ માટે:

વ્યક્તિઓ માટે:

  • તમારી સ્થાનિક સરકાર દ્વારા જારી કરાયેલું ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ
  • ટેક્સદાતાનું ID કાર્ડ
  • જેની સમયસીમા સમાપ્ત ન થઈ હોય તેવું, સ્થાનિક સરનામાવાળું સરકાર દ્વારા જારી કરાયેલું રાષ્ટ્રીય ID કાર્ડ, જે દર્શાવતું હોય કે તમે જારી કરનાર દેશના ટેક્સદાતા નિવાસી છો

દસ્તાવેજના એવા પ્રકારો, જે સ્વીકારી શકાતા નથી:

  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • ઇનકૉર્પરેશનના દસ્તાવેજો

સિંગાપોર

નોંધ: સિંગાપોરમાં ટેક્સમાંથી મુક્તિ સાથે સંબંધિત ટેક્સદાતાના દેશની માહિતીના સ્ટેટસના પરિણામે એકાઉન્ટ પર મર્યાદાઓ લાગુ કરવામાં આવતી નથી અથવા અત્યારે તેની અસર ચુકવણીઓ પર કે વિથ્હોલ્ડિંગ ટેક્સ પર થતી નથી.

સબમિટ કરવાના દસ્તાવેજો:

  • સિંગાપોર માટે, સંસ્થાઓ અને વ્યક્તિઓ એ બન્ને માટે, ટેક્સદાતાનો દેશ સાબિત કરવા, તમારી સ્થાનિક સરકાર દ્વારા જારી કરવામાં આવેલું ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ પ્રદાન કરો.

સામાન્ય પ્રશ્નો

તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવી

મને આ ફોર્મ ભરવાનું શા માટે કહેવામાં આવે છે?

અમને તમારી ટેક્સ વિશેની માહિતીની જરૂર છે કારણ કે તમે Google પ્રોડક્ટ મારફતે નાણાંની કમાણી કરો છો, જેમાં તમારી ટેક્સ વિશેની માહિતીની જરૂર પડે તેવી Googleની સેવાઓની ખરીદી કરો છો અને/અથવા જ્યાં ટેક્સ વિશેની માહિતીની જરૂર પડે તેવા દેશોમાં સ્થિત Googleના એકમો મારફતે ચુકવણી મેળવો છો. જ્યાં Googleને તમને કરવામાં આવતી ચુકવણીઓ પર ટેક્સ વિથ્હોલ્ડ કરવાની જરૂર પડે છે, ત્યાં તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરેલી હોવાથી Google યોગ્ય વિથ્હોલ્ડિંગ રેટ લાગુ કરી શકે છે તેમજ ચુકવણીઓ સમયસર થાય તેની ખાતરી કરી શકે છે.

શું વિથ્હોલ્ડિંગ રેટ ઘટાડી શકાય?

વિથ્હોલ્ડિંગનો રેટ એવા ઘણાં પરિબળો પર આધારિત છે, જે નક્કી કરવા માટે Googleને તમારી ટેક્સ વિશેની માહિતીની જરૂર પડે છે. જે દેશ/પ્રદેશમાં તમે Google પ્રોડક્ટ મારફતે કમાણી કરતા હો, તેની સાથે તમારા દેશ/પ્રદેશનો કોઈ ટેક્સ સંબંધિત કરાર હોય, તો વિથ્હોલ્ડિંગ રેટ ઘટાડવામાં આવી શકે છે.

જો હું આ ફોર્મ ન ભરું, તો શું થાય?

જો ટેક્સના સ્થાનિક કાયદા અનુસાર તમારી ચુકવણીમાંથી ટેક્સ વિથ્હોલ્ડ કરવો આવશ્યક હોય, તો તમારી ચુકવણી વધુ વિથ્હોલ્ડિંગ ટેક્સ કપાતને આધીન હોઈ શકે છે.

નોંધ: આયર્લૅન્ડ કે સિંગાપોરમાં ટેક્સમાંથી મુક્તિ સાથે સંબંધિત ટેક્સદાતાના દેશની માહિતીના સ્ટેટસના પરિણામે એકાઉન્ટ પર મર્યાદાઓ લાગુ કરવામાં આવતી નથી અથવા તેની અસર ચુકવણીઓ પર કે વિથ્હોલ્ડિંગ ટેક્સ પર થતી નથી. જો કોઈ ફેરફાર થશે તો અમે તમને જાણ કરીશું.

મારી ટેક્સ વિશેની માહિતીનું સ્ટેટસ શું છે?

તમારી માહિતીનું સ્ટેટસ નીચેનામાંથી કોઈ એક છે:

રિવ્યૂમાં છે

સબમિટ કરેલી તમારી ટેક્સ વિશેની માહિતીનો રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે. જો તમારી ટેક્સ વિશેની માહિતીને માન્ય કરવા અથવા તમારી ઓળખની ચકાસણી કરવા વધારાના દસ્તાવેજોની આવશ્યકતા હોય, તો અમે તમને Google ચુકવણી કેન્દ્રમાં અને ઇમેઇલ દ્વારા સૂચિત કરીએ છીએ.

પગલું આવશ્યક છે

તમારી ઓળખ કે પહેલેથી સબમિટ કરેલી માહિતીની સચોટતા ચકાસવા માટે, ટેક્સ વિશેની વધુ માહિતી આવશ્યક છે.

સ્વીકારવામાં આવી

તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવામાં આવી છે, તેનો રિવ્યૂ કરવામાં આવ્યો છે અને તેને સ્વીકારવામાં આવી છે.

નકારવામાં આવી છે

તમારી ટેક્સ વિશેની માહિતી નકારવામાં આવી શકે છે, જો તમે અપલોડ કરેલો દસ્તાવેજ આ પ્રમાણેનો હોય તો:

  • બ્લર કે અસ્પષ્ટ
  • સમયસીમા સમાપ્ત થઈ ગયેલો કે અમે સ્વીકારતા ન હોઈએ તેવા પ્રકારનો
  • ખૂટતા પેજ કે ખૂટતી માહિતી ધરાવતો, જેમ કે સહી

જો તમારી માહિતી નકારવામાં આવે, તો અમે તમને Google ચુકવણી કેન્દ્રમાં અને ઇમેઇલ દ્વારા સૂચિત કરીશું. ખાતરી કરો કે તમે અપલોડ કરો છો તે દસ્તાવેજો સ્પષ્ટ, હાલના અને સંપૂર્ણ છે.

નોંધ: રિવ્યૂ થવામાં 7 કામકાજી દિવસ સુધીનો સમય લાગી શકે છે.

જ્યાં ટેક્સ ચૂકવતા હો તે દેશની માહિતી

ટેક્સદાતાના દેશનો પુરાવો

જે દેશ/પ્રદેશમાં વ્યવસાય કે વ્યક્તિ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર હોય, તેને ટેક્સદાતાનો દેશ કહેવામાં આવે છે. તમે જે દેશમાં રહો છો તે તમારો ટેક્સદાતાનો દેશ હોય એ જરૂરી નથી. તમારું સ્ટેટસ નક્કી કરવા માટે, કોઈ ટેક્સ સલાહકારની સલાહ લો અથવા દેશ/પ્રદેશના ટેક્સદાતાના દેશ સંબંધિત માપદંડો વિશે જાણો.

તમને કરવામાં આવેલી ચુકવણીઓ પર અમારી વિથ્હોલ્ડિંગ બંધનકારક કરાર નક્કી કરવા માટે, Google માટે ટેક્સદાતાના દેશનો પુરાવો આવશ્યક છે.

વધુ માહિતી માટે, ટેક્સદાતાના દેશના સર્ટિફિકેટ (TRC)

ટેક્સદાતાના દેશના સર્ટિફિકેટ (TRC)

ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ એ ટેક્સ ભરનારાના નિવાસનો દેશ સૂચવતો ચોક્કસ દસ્તાવેજ છે. સરકાર આવું સર્ટિફિકેટ જારી કરે છે, જેથી બમણાં ટેક્સને ટાળવા માટે બનાવેલા આંતરરાષ્ટ્રીય કરારોની જોગવાઈઓને અયોગ્ય રીતે લાગુ કરીને કરવામાં આવતા ટેક્સ સંબંધિત કપટને રોકી શકાય. TRCનો ઉપયોગ, તમે બમણાં ટેક્સ સંબંધિત કરારો લાગુ થવાથી લાભ મેળવવા અંતે યોગ્યતા ધરાવો છો એ બતાવવા માટે તેમજ લોકલ ટેક્સના નિયમનોનું પાલન કરવા માટે કરી શકો છો.

ટેક્સદાતાના દેશના સર્ટિફિકેટ માટેની આવશ્યક્તાઓ:

  • તે સરકાર દ્વારા જારી કરવામાં આવતો દસ્તાવેજ છે, જે ટેક્સદાતાના દેશને માન્યતા આપવાના હેતુસર બનાવવામાં આવે છે.
  • જો TRC, કોઈ ટેક્સ સંબંધિત કરાર સાથે સંબંધિત દેશ સૂચવતું હોય, તો કરાર તે દેશને સંબંધિત હોવો જોઈએ.

પસંદગીના દેશોમાં TRCના અધિકૃત નામ

ટેબલમાં પસંદગીના દેશોમાં એકમો અને વ્યક્તિઓ માટે, ટેક્સદાતાના દેશના સર્ટિફિકેટના અધિકૃત નામ પ્રસ્તુત કરેલા છે.

 

ટેક્સ વિશેની વૈશ્વિક માહિતી: સામાન્ય દેશો

દેશ

TRCનું અધિકૃત નામ (એકમો)

TRCનું અધિકૃત નામ (વ્યક્તિઓ)

બાંગ્લાદેશ

ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ

ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ

ચીન

ચાઇનીઝ આર્થિક નિવાસીનું સર્ટિફિકેટ

ચાઇનીઝ આર્થિક નિવાસીનું સર્ટિફિકેટ

ઇજિપ્ત

માહિતી કે ડેટા સર્ટિફિકેટની સૂચિ

માહિતી કે ડેટા સર્ટિફિકેટની સૂચિ

ફ્રાન્સ

N° 730-FR-ANG-SD

N°731-FR-GB-ES-DE

જર્મની

Ansässigkeitsbescheinigung der deutschen Finanzverwaltung (જર્મન ટેક્સ ઍડમિનિસ્ટ્રેશન તરફથી નિવાસીનું સર્ટિફિકેટ)

Ansässigkeitsbescheinigung der deutschen Finanzverwaltung (જર્મન ટેક્સ ઍડમિનિસ્ટ્રેશન તરફથી નિવાસીનું સર્ટિફિકેટ)

ભારત

ફોર્મ 10FBની કલમ 90 અને 90Aના હેતુઓ માટે નિવાસીનું સર્ટિફિકેટ

ફોર્મ 10FBની કલમ 90 અને 90Aના હેતુઓ માટે નિવાસીનું સર્ટિફિકેટ

ઇન્ડોનેશિયા

ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ

ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ

ઇટાલી

ATTESTATO DI RESIDENZA FISCALE SOGGETTI DIVERSI DALLE PERSONE FISICHE

ATTESTATO DI RESIDENZA FISCALE PERSONE FISICHE

જાપાન

જાપાનમાં નિવાસનું સર્ટિફિકેટ

જાપાનમાં નિવાસનું સર્ટિફિકેટ

કોરિયા

નિવાસનું સર્ટિફિકેટ

નિવાસનું સર્ટિફિકેટ

મોરોક્કો

Attestation de résidence fiscale (નિવાસનું સર્ટિફિકેટ)

Attestation de résidence fiscale (નિવાસનું સર્ટિફિકેટ)

પાકિસ્તાન

નિવાસનું સર્ટિફિકેટ (COR)

નિવાસનું સર્ટિફિકેટ (COR)

ફિલિપિન્સ

ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ (TRC)

ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ (TRC)

પોલૅન્ડ

CFR-1

ZAŚWIADCZENIE O MIEJSCU ZAMIESZKANIA LUB SIEDZIBIE DLA CELÓW PODATKOWYCH (CERTYFIKAT REZYDENCJI) [CERTIFICATE OF TAX RESIDENCE]

CFR-1

ZAŚWIADCZENIE O MIEJSCU ZAMIESZKANIA LUB SIEDZIBIE DLA CELÓW PODATKOWYCH (CERTYFIKAT REZYDENCJI) [CERTIFICATE OF TAX RESIDENCE]

રશિયા

ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ

ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ

સ્પેન

Residencia Fiscal en España (ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ)

Residencia Fiscal en España (ટેક્સદાતાના દેશનું સર્ટિફિકેટ)

થાઇલૅન્ડ

નિવાસનું સર્ટિફિકેટ : R.O.22

નિવાસનું સર્ટિફિકેટ : R.O.22

તુર્કિયે

Mukimlik Belgesi (નિવાસનું સર્ટિફિકેટ)

Mukimlik Belgesi (નિવાસનું સર્ટિફિકેટ)

યુનાઇટેડ કિંગડમ

નિવાસનું સર્ટિફિકેટ

નિવાસનું સર્ટિફિકેટ

વિયેતનામ

Giấy Chứng Nhận Cư Trú / નિવાસનું સર્ટિફિકેટ

Giấy Chứng Nhận Cư Trú / નિવાસનું સર્ટિફિકેટ

ટેક્સ સંબંધિત કરારો

ટેક્સ સંબંધિત કરારના લાભ માટે હું યોગ્યતા ધરાવું છું કે નહીં, તે હું કેવી રીતે નક્કી કરી શકું?

ઇન્કમ ટેક્સ સંબંધિત કયા કરારો છે અને તમે Google તરફથી મેળવો છો તે આવકના પ્રકારનો ટેક્સ સંબંધિત કરારની ચોક્કસ જોગવાઈમાં સમાવેશ છે કે નહીં, તે નક્કી કરવા માટે, કૃપા કરીને ટેક્સ સલાહકારની સલાહ લો અથવા તમારા ટેક્સદાતાના દેશનું માર્ગદર્શન મેળવો.

હું ટેક્સ સંબંધિત કરાર માટે યોગ્યતા ધરાવું છું કે નહીં તે નક્કી કરવામાં Google મારી સહાય કરી શકે?

દુર્ભાગ્યે, Google તમારા માટે આ નક્કી કરી શકતું નથી. ટેક્સ સંબંધિત કરારના તમારા લાભની યોગ્યતા નક્કી કરવા માટે, તમારે વ્યાવસાયિક ટેક્સ સલાહકારની સલાહ લેવી જરૂરી હોઈ શકે છે.

જો હું સંધિના લાભનો દાવો ન કરું, તો શું મારે ફોર્મ ભરવાની જરૂર છે?

જો તમે સંધિના કોઈપણ લાભનો દાવો ન કરો, તો પણ Googleને અમારી પ્રોડક્ટ મારફતે કમાવેલી આવક પર ટેક્સ વિથ્હોલ્ડ કરવાની અને તેની જાણ કરવાની કાનૂની રીતે આવશ્યકતા હોઈ શકે છે. તેથી, તમારી ટેક્સ વિશેની માહિતીની હજી પણ આવશ્યકતા હોઈ શકે છે.

સામાન્ય પ્રશ્નો

ફોર્મ ભરતી વખતે મને જો કોઈ પ્રશ્ન હોય, તો સહાય મેળવવા માટે હું ક્યાં જઈ શકું?

ટેક્નિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જો તમને સહાયની જરૂર હોય, તો Google સપોર્ટનો સંપર્ક કરો. જોકે, Google તમને ટેક્સ સંબંધિત સલાહ આપી શકતું નથી. જો તમને ટેક્સ સંબંધિત સલાહની જરૂર હોય, તો વ્યાવસાયિક ટેક્સ સલાહકાર સાથે વાત કરો.

ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવા માટે જો હું યોગ્ય વ્યક્તિ ન હોઉં તો શું કરવું?

ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવા માટે જો તમે યોગ્ય વ્યક્તિ ન હો, તો સાઇન ઇન કરવા તમે તમારી સંસ્થામાંની યોગ્ય વ્યક્તિને ઇમેઇલ ફૉરવર્ડ કરી શકો છો. તે વ્યક્તિ પાસે Google ચુકવણી પ્રોફાઇલનો ઍડમિનિસ્ટ્રેટર ઍક્સેસ હોવો આવશ્યક છે. પછી તેઓ ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવા માટે ઇમેઇલમાં આપેલી માહિતીનો ઉપયોગ કરી શકે છે. સહીકર્તા ઍડમિનિસ્ટ્રેટરને ચુકવણી પ્રોફાઇલનો ઍક્સેસ આપવા માટે, તમારી ચુકવણી પ્રોફાઇલમાં વપરાશકર્તાઓને મેનેજ કરો માટે પગલાંને અનુસરો.

શું હું મારા ટૅબ્લેટ કે સ્માર્ટફોન પર આ પ્રક્રિયા પૂર્ણ કરી શકું?

અમે લૅપટૉપ/ડેસ્કટૉપનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો ભારપૂર્વક સુઝાવ આપીએ છીએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1681237307567168322
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false