નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Account settings

કિંમત સંબંધિત ડેટા અને પારદર્શિતા

કિંમત સંબંધિત ડેટાની ફાઇલ વડે, યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA)માં બિલિંગ સરનામું ધરાવતા પબ્લિશર EEAમાં કોઈ વાપરનારને બતાવવામાં આવેલી બિલયોગ્ય જાહેરાતોની કિંમત સંબંધિત વિગતો ઍક્સેસ કરી શકે છે. આ ફાઇલ દરરોજ ડાઉનલોડ કરવા યોગ્ય નાની કરેલી CSV ફાઇલ તરીકે ઉપલબ્ધ હોય છે. તમને બિલયોગ્ય પ્રતિ જાહેરાત અને જાહેરાત સાથે સંકળાયેલા સહાયક શુલ્ક માટે કેટલી ચુકવણી કરવામાં આવી છે, તે જોવા માટે તમે તમારી કિંમત સંબંધિત ડેટાની ફાઇલોનો ઉપયોગ કરી શકો છો.

એકવાર તમે કિંમત સંબંધિત ડેટાની ફાઇલના ઍક્સેસની વિનંતી કરો, પછી ડેટા ઉપલબ્ધ થવામાં 48 કલાક સુધીનો સમય લાગી શકે છે. જનરેટ થયેલી કિંમત સંબંધિત ડેટાની ફાઇલો ઓછામાં ઓછા 60 દિવસ સુધી જાળવી રાખવામાં આવશે. જો તમારા એકાઉન્ટમાં, આપવામાં આવેલા દિવસ દરમિયાન EEAના વાપરનારાઓને બતાવવામાં આવેલા ટ્રાફિકનો કોઈ ડેટા ન હોય તો તે દિવસે કોઈ રિપોર્ટ જનરેટ થશે નહીં. 90 દિવસ સુધી નિષ્ક્રિય રહે તે પછી, તમારે રિપોર્ટનો ઍક્સેસ ફરી શરૂ કરવો અને મેળવવાનું ચાલુ રાખવું જરૂરી રહેશે.

કૃપા કરીને કિંમત સંબંધિત ડેટાની ફાઇલો વિશે નીચેની બાબતો નોંધો:

  • તમારી કિંમત સંબંધિત ડેટાની ફાઇલમાં શામેલ ડેટાની જાણ, તમારા એકાઉન્ટના ડિફૉલ્ટ ચલણમાં કરવામાં આવે છે.
  • તમે તમારી ઇન્વેન્ટરી ખરીદનારા જાહેરાતકર્તાઓ સાથે ઇવેન્ટના લેવલ પર કિંમત સંબંધિત તમારો ડેટા શેર કરવાનું પસંદ કરી શકો છો. ડિફૉલ્ટ તરીકે, તમે ઇવેન્ટના લેવલ પર તમારો કિંમત સંબંધિત ડેટા શેર કરવાનું પસંદ કર્યું નથી. જો તમે ઇવેન્ટના લેવલ પર તમારો કિંમત સંબંધિત ડેટા શેર કરવાનું પસંદ કરો, તો તમારી સાઇટ પર જાહેરાતો બતાવતા EEAના જાહેરાતકર્તાઓ એ જોઈ શકશે કે બિલયોગ્ય જાહેરાત દીઠ તમને કેટલી ચુકવણી કરવામાં આવી છે. જો તમે કિંમત સંબંધિત ડેટા શેર કરવાનું નકારો તો તમારો ડેટા, આપવામાં આવેલા કોઈ જાહેરાતકર્તા માટે જાહેરાતો આપતા અન્ય પબ્લિશર સાથે ઍગ્રિગેટ તરીકે શેર કરવામાં આવશે.
    • કિંમતના ઍગ્રિગેટ ન કરવામાં આવેલા ડેટાને ઍક્સેસ કરવાનું પસંદ કરવામાં આવે, ત્યારે Google હરાજી આધારિત કુલ આવક (મીડિયા ખર્ચ), વેચાણ-બાજુનું પ્રોગ્રામૅટિક શુલ્ક, પબ્લિશરને ચુકવવામાં આવેલી રકમ અને બિલયોગ્ય જાહેરાત દીઠ પબ્લિશર પાસેથી લેવામાં આવતા અન્ય લાગુ શુલ્ક સંબંધિત ઇવેન્ટ લેવલનો ડેટા શેર કરવામાં આવશે.

      જાહેરાતકર્તા સંબંધિત ડેટા—જેમ કે જાહેરાતકર્તાને ચુકવવામાં આવેલી કિંમત અને ખરીદી બાજુનું પ્રોગ્રામૅટિક શુલ્ક—માત્ર ત્યારે જ શેર કરવામાં આવશે જ્યારે જાહેરાતકર્તા દ્વારા એ માહિતી શેર કરવાની સંમતિ આપવામાં આવી હોય. જો જાહેરાતકર્તા તેની કિંમત સંબંધિત ડેટા શેરિંગની સુવિધાને પસંદ કરવાનું નકારી કાઢે, તો તેમનો ડેટા ઍગ્રિગેટ તરીકે શેર કરવામાં આવશે.

    • જ્યાં સુધી તમે કિંમત સંબંધિત ડેટા શેરિંગની સુવિધાની મંજૂરી ન આપો, ત્યાં સુધી Google ઇવેન્ટના લેવલ પર કિંમત સંબંધિત તમારો ડેટા—જેમ કે પબ્લિશર તરીકે તમને ચુકવવામાં આવેલી રકમ અને વેચાણ-બાજુનું પ્રોગ્રામૅટિક શુલ્ક—જાહેરાતકર્તાઓ સાથે શેર કરશે નહીં.

      જો તમે તમારી કિંમત સંબંધિત ડેટા શેરિંગની સુવિધા પસંદ કરવાનું નકારી કાઢો, તો આપવામાં આવેલા કોઈ જાહેરાતકર્તા માટે જાહેરાતો બતાવતા અન્ય પબ્લિશર સાથે પણ તમારો ડેટા ઍગ્રિગેટ તરીકે શેર કરવામાં આવશે.

  • આ બધી બાબતો કરવા માટે ઍડમિનિસ્ટ્રેટર વપરાશકર્તા ઍક્સેસ હોવો જરૂરી છે (1) કિંમત સંબંધિત ડેટાની ફાઇલો મેળવવાનું પસંદ કરવા, (2) કિંમત સંબંધિત ડેટાની ફાઇલો ડાઉનલોડ કરવા અને/અથવા (3) જાહેરાતકર્તાઓ સાથે કિંમત સંબંધિત ડેટા શેર કરવા.
  • ડાઉનલોડ કરેલી ફાઇલોનો ડેટા, તમારા એકાઉન્ટમાં તમને દેખાતા ડેટાથી અલગ હોઈ શકે છે, જેના ઘણા કારણો હોય છે અને આ કારણોમાં શામેલ છે:
    • કિંમત સંબંધિત ડેટાની ફાઇલમાં EEAની માત્ર બિલયોગ્ય ઇવેન્ટ શામેલ હોય છે.
    • દરરોજ જનરેટ થતી રિપોર્ટને કારણે કિંમત સંબંધિત ડેટાની ફાઇલમાં ગોઠવી ન શકાય એવો અમાન્ય ટ્રાફિક શામેલ હોઈ શકે છે.
    • ફાઇલ જનરેટ થઈ જાય, પછી ઇવેન્ટ સંબંધિત વધારાના સિગ્નલ મળી શકે છે.
    • કમાણી સંબંધિત મૂલ્યોને પૂર્ણાંકમાં બદલવા, ચલણના રૂપાંતરણ અથવા અન્ય બિલિંગ ગોઠવણો.

કિંમત સંબંધિત ડેટાની ફાઇલ મેળવવા માટે એકાઉન્ટને ગોઠવવું અને ઍક્સેસની વિનંતી કરવી

કિંમત સંબંધિત ડેટાની ફાઇલ મેળવવાનું પસંદ કરવા માટે, નીચે જણાવેલા પગલાં પૂર્ણ કરો. તમારી પાસે તમારો કિંમત સંબંધિત ડેટા જાહેરાતકર્તાઓ સાથે શેર કરવાનો વિકલ્પ પણ છે.

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ and then સેટિંગ and then એકાઉન્ટ વિશેની માહિતી પર ક્લિક કરો અને કિંમત સંબંધિત પારદર્શિતાવાળો વિભાગ શોધો.
  3. (વૈકલ્પિક) ઍગ્રિગેટ કર્યા વિનાનો કિંમત સંબંધિત ડેટા ઍક્સેસ કરવાનો વિકલ્પ પસંદ કરવા માટે, ઍગ્રિગેટ કર્યા વિનાનો કિંમત સંબંધિત ડેટા ઍક્સેસ કરો સેટિંગ ચાલુ કરો.
  4. (વૈકલ્પિક) જાહેરાતકર્તાઓ સાથે કિંમત સંબંધિત ડેટા શેર કરવાની મંજૂરી આપવા માટે, જાહેરાતકર્તાઓ સાથે તમારી કિંમતનો ડેટા શેર કરો સેટિંગ ચાલુ કરો. શરતો સ્વીકારવા માટે, સ્પષ્ટતાની માહિતીનો રિવ્યૂ કરો અને સંમત છું પર ક્લિક કરો.
    ડિફૉલ્ટ તરીકે, તમે ઇવેન્ટના લેવલ પર તમારો કિંમત સંબંધિત ડેટા શેર કરવાનું પસંદ કર્યું નથી. જો તમે ઇવેન્ટના લેવલ પર તમારો કિંમત સંબંધિત ડેટા શેર કરવાનું પસંદ કરો, તો તમારી સાઇટ પર જાહેરાતો બતાવતા EEAના જાહેરાતકર્તાઓ એ જોઈ શકશે કે બિલયોગ્ય જાહેરાત દીઠ તમને કેટલી ચુકવણી કરવામાં આવી છે. જો તમે કિંમત સંબંધિત ડેટા શેર કરવાનું નકારો તો તમારો ડેટા, આપવામાં આવેલા કોઈ જાહેરાતકર્તા માટે જાહેરાતો આપતા અન્ય પબ્લિશર સાથે ઍગ્રિગેટ તરીકે શેર કરવામાં આવશે.
  5. એકવાર આ સેટિંગ સાચવી લેવામાં આવે, ત્યારબાદ તમે કિંમત સંબંધિત પારદર્શિતાનો ડેટા મેળવી શકશો. પસંદ કર્યાના 48 કલાકની અંદર તમે સેટિંગના આ પેજમાંથી ડેટાને નાની કરેલી CSV ફાઇલ તરીકે ડાઉનલોડ કરી શકો છો.

તમારી કિંમત સંબંધિત ડેટાની ફાઇલ ડાઉનલોડ કરવી

ફાઇલમાં શામેલ કિંમત સંબંધિત ડેટા, તમારા એકાઉન્ટના અન્ય ડેટા સૉર્સથી અલગ હોઈ શકે છે, જેનું કારણ છે:
  • કિંમત સંબંધિત ડેટાની ફાઇલમાં EEAની માત્ર બિલયોગ્ય ઇવેન્ટ શામેલ હોય છે.
  • દરરોજ જનરેટ થતી રિપોર્ટને કારણે કિંમત સંબંધિત ડેટાની ફાઇલમાં ગોઠવી ન શકાય એવો અમાન્ય ટ્રાફિક શામેલ હોઈ શકે છે.
  • ફાઇલ જનરેટ થઈ જાય, પછી ઇવેન્ટ સંબંધિત વધારાના સિગ્નલ મળી શકે છે.
  • કમાણી સંબંધિત મૂલ્યોને પૂર્ણાંકમાં બદલવા, ચલણના રૂપાંતરણ અથવા અન્ય બિલિંગ ગોઠવણો.

તમારી કિંમત સંબંધિત ડેટાની ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે જણાવેલા પગલાં પૂર્ણ કરો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ and then સેટિંગ and then એકાઉન્ટ વિશેની માહિતી પર ક્લિક કરો અને કિંમત સંબંધિત પારદર્શિતાવાળો વિભાગ શોધો.
  3. તમે જે તારીખે તમારી કિંમત સંબંધિત ડેટાની ફાઇલ ડાઉનલોડ કરવા માગતા હો, એ તારીખ પસંદ કરો.
  4. ડાઉનલોડ કરો પર ક્લિક કરો. તમારી કિંમત સંબંધિત ડેટાનો રિપોર્ટ ધરાવતી નાની કરેલી CSV ફાઇલ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે.

ડેટા જોવા માટે CSV ફાઇલને સ્પ્રેડશીટ પ્રોગ્રામ (જેમ કે Google Sheets)માં અથવા તેનું કન્ટેન્ટ જોવા માટે તેને સુસંગત ટેક્સ્ટ એડિટરમાં ખોલો. કિંમત સંબંધિત ડેટાની CSV ફાઇલમાં હેડર ટેબલ અને બૉડી ટેબલ સહિત સ્ટૅન્ડર્ડ વિનાનું ફૉર્મેટિંગ હોય છે, જેનું ભાષાંતર અલગ-અલગ પ્રોગ્રામમાં કરવા માટે તેમાં કસ્ટમ ફેરફારો કરવા જરૂરી હોઈ શકે છે.

કિંમત સંબંધિત ડેટાની CSV ફાઇલો ડાઉનલોડ થવામાં થોડો વધારે સમય લાગી શકે છે કારણ કે તેમાં મોટા પ્રમાણમાં ડેટા શામેલ હોય છે. ખૂબ જ મોટી સંખ્યામાં પંક્તિઓ હોવાને કારણે શક્ય છે કે કેટલાક સ્પ્રેડશીટ પ્રોગ્રામમાં આ ફાઇલો ખોલી ન શકાય.

કિંમત સંબંધિત ડેટા ફાઇલની સંરચના

કિંમત સંબંધિત ડેટાના રિપોર્ટ નાની કરવામાં આવેલી CSV ફૉર્મેટની ફાઇલોમાં ડિલિવર કરવામાં આવે છે અને તેમાં બે અલગ-અલગ ભાગ હોય છે: 

  • ઍગ્રિગેટ હેડર ટેબલ: ઍગ્રિગેટ ટેબલ, એવી બધી ઇવેન્ટનો સરવાળો (ઍગ્રિગેશન) હોય છે જેને શેર કરવાની સંમતિ આપવામાં આવતી નથી, આ ઇવેન્ટને જાહેરાતકર્તા-પબ્લિશરની ચુકવણી અનુસાર ગોઠવવામાં આવે છે, જેમ કે CPC-CPM અથવા CPM-CPM. આમાં આ મુજબની ઇવેન્ટ શામેલ હોતી નથી (1) જે કોઈ ત્રીજા પક્ષની માગ બાજુના પ્લૅટફૉર્મ (DSP) સાથે સંકળાયેલી હોય અથવા (2) જેમાં જાહેરાતકર્તાની કિંમતનો ડેટા જાહેર કરવામાં આવ્યો હોય.

    આ ટેબલમાં લાઇન આઇટમની કમાણી કરવાની પ્રક્રિયા અનુસાર ગ્રૂપ કરવામાં આવેલી ઇવેન્ટની સંખ્યા અને ડિલિવરી પદ્ધતિ (ઉદાહરણ તરીકે, CPC કે CPM) શામેલ હોય છે.

  • બિલયોગ્ય જાહેરાતનું ટેબલ: આ ટેબલની દરેક લાઇન કોઈ ઇવેન્ટ હોય છે, જે પબ્લિશરની પ્રોપર્ટી પર બતાવવામાં આવેલી બિલયોગ્ય જાહેરાતની વિગતો રજૂ કરે છે. આ ડેટામાં માત્ર EEAના ટ્રાફિક માટેની બિલયોગ્ય જાહેરાતો જ શામેલ છે. ઇવેન્ટ લેવલના ડેટામાં હરાજી આધારિત કુલ આવક (મીડિયા ખર્ચ), વેચાણ-બાજુનું પ્રોગ્રામૅટિક શુલ્ક, પબ્લિશરને ચુકવવામાં આવેલી રકમ અને પબ્લિશર પાસેથી લેવામાં આવતા અન્ય લાગુ થતા શુલ્ક શામેલ હશે. 

    નીચે જણાવેલી પરિસ્થિતિઓ સહિત, ઇવેન્ટ લેવલનો કેટલોક ડેટા બદલવામાં આવ્યો છે અથવા તે ઉપલબ્ધ નથી:

    • Googleના માગ બાજુના પ્લૅટફૉર્મથી આવતો એવો ટ્રાફિક, જેમાં જાહેરાતકર્તાઓ પાસે EEAનું બિલિંગ સરનામું તો હતું, પરંતુ તેમણે કિંમત શેર કરવાની સંમતિ આપી ન હતી. (Reason: No consent; represented in the price data file as "N.C.")
    • Googleના માગ બાજુના પ્લૅટફૉર્મથી આવતો એવો ટ્રાફિક, જેમાં જાહેરાતકર્તાઓ પાસે EEAનું બિલિંગ સરનામું ન હતું અને તેમણે આપવામાં આવેલી તારીખે પબ્લિશરની પ્રોપર્ટી પર કોઈ જાહેરાત બતાવી હતી. (Reason: No consent; represented in the price data file as "N.C.")
    • એવો ટ્રાફિક, જેમાં ત્રીજા પક્ષ (Google સિવાયના)ના માગ બાજુના પ્લૅટફૉમ પર કોઈ જાહેરાત બતાવવામાં આવી હતી અને એ જાહેરાત, આપવામાં આવેલી તારીખે પબ્લિશરની પ્રોપર્ટી પર બતાવવામાં આવી હતી. (Reason: No data; represented in the price data file as a dash "-")
    • એવો ટ્રાફિક, જેમાં જાહેરાતકર્તા અને પબ્લિશરની કમાણી કરવાની પ્રક્રિયાનો પ્રકાર સંરેખિત કરવામાં આવ્યો નથી. ઉદાહરણ તરીકે, જાહેરાતકર્તા CPC અનુસાર ચુકવણી કરે છે, પરંતુ પબ્લિશરને CPM અનુસાર ચુકવણી કરવામાં આવે છે. (Reason: No data; represented in the price data file as a dash "-")

 તમારી કિંમત સંબંધિત ડેટાની ફાઇલોમાં કૉલમ

કૉલમનું નામ વર્ણન
ઇવેન્ટની સંખ્યા આપવામાં આવેલી પંક્તિ સાથે સંકળાયેલી ઇવેન્ટની સંખ્યા.
ઇવેન્ટનું ID બિલયોગ્ય દરેક જાહેરાત માટે વિશિષ્ટ ઓળખકર્તા. બધી ફાઇલોમાં આ મૂલ્ય વિશિષ્ટ હોય છે.
ઇવેન્ટની તારીખ ISO ફૉર્મેટ (YYYY-MM-DD)માં ઇવેન્ટ થઈ એ તારીખ.
પ્રોડક્ટનો પ્રકાર મીડિયાના નેટવર્કનો પ્રકાર. આ મૂલ્યોમાં શામેલ છે:
  • કન્ટેન્ટ
  • Search
  • ડોમેન
  • ઍપ
  • વીડિયો
  • ગેમ
જાહેરાતકર્તા દ્વારા ચુકવવામાં આવેલી રકમ ખરીદી બાજુના પ્લૅટફૉર્મને જાહેરાતકર્તા દ્વારા જાહેરાત માટે ચુકવવામાં આવેલી રકમ.
ખરીદી બાજુના પ્લૅટફૉર્મનું જાહેરાત સેવા સંબંધિત શુલ્ક ખરીદી બાજુના પ્લૅટફૉર્મનું જાહેરાત બતાવવા માટે જાહેરાતકર્તા પાસેથી લેવામાં આવતું પ્રોગ્રામૅટિક શુલ્ક.
જાહેરાતકર્તાની ચુકવણીની ગણતરી જાહેરાતકર્તા પાસેથી લેવામાં આવતા શુલ્કની ગણતરી કરવા માટે વપરાતી કિંમત. આ મૂલ્યોમાં શામેલ છે:
  • CPC - ક્લિક દીઠ કિંમત
  • CPM - એક હજાર ઇમ્પ્રેશન દીઠ કિંમત (1,000 ઇમ્પ્રેશન બતાવવા દીઠ કિંમત)
  • CPA - પ્રતિ-ક્રિયા-દર
  • CPV - વ્યૂ દીઠ કિંમત
  • CPD - પ્રતિ દિવસનો ખર્ચ
હરાજી આધારિત કુલ આવક (મીડિયા ખર્ચ) હરાજીમાં જાહેરાતની પ્લેસમેન્ટ ખરીદનારા પ્લૅટફૉર્મ દ્વારા ચુકવવામાં આવતી રકમ.
પ્રભાવી મીડિયા ખર્ચ પ્લૅટફૉર્મ પાર્ટનર દ્વારા લેવામાં આવતા આવકના હિસ્સાની કપાત બાદ મીડિયાનો ખર્ચ. જો સાઇટને પ્લૅટફૉર્મ પાર્ટનર સાથે લિંક કરવામાં આવી ન હોય તો આ ખર્ચ, મીડિયા ખર્ચ જેટલો જ હોય છે.
માન્ય મીડિયા ખર્ચ Google દ્વારા માન્યતા આપવામાં આવેલી મીડિયા ખર્ચ દર્શાવતી આવક, જેમાં જાહેરાતકર્તાઓ દ્વારા ચુકવવામાં આવેલી રકમને બાકાત રાખવામાં આવી છે.
વેચાણ-બાજુના પ્લૅટફૉર્મનું પ્રોગ્રામૅટિક શુલ્ક જાહેરાત માટે પબ્લિશર દ્વારા ચુકવણી કરવામાં આવેલી વેચાણ-બાજુના પ્લૅટફૉર્મની રકમ.
પબ્લિશર પ્રોગ્રામૅટિક ચુકવણી જાહેરાત માટે પબ્લિશરને ચુકવવામાં આવેલી રકમ.
પબ્લિશરની ચુકવણીની ગણતરી પબ્લિશરને મહેનતાણા તરીકે આપવામાં આવેલી રકમની ગણતરી કરવાની પદ્ધતિ. માન્ય મૂલ્યો:
  • CPC - ક્લિક દીઠ કિંમત
  • CPM - એક હજાર ઇમ્પ્રેશન દીઠ કિંમત (1,000 ઇમ્પ્રેશન બતાવવા દીઠ કિંમત)
  • CPA - પ્રતિ-ક્રિયા-દર
  • CPV - વ્યૂ દીઠ કિંમત
  • CPD - પ્રતિ દિવસનો ખર્ચ
  • vCPM - જોઈ શકાતી હજાર ઇમ્પ્રેશન દીઠ કિંમત (જોઈ શકાતી 1000 ઇમ્પ્રેશન દીઠ કિંમત)
 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12605853859463158293
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false