નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Product-specific policies

શોધ માટે AdSense (AFS)ની પૉલિસીઓ

(23 માર્ચ, 2022) યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે, અમે યુદ્ધનો ગેરલાભ લેતા, તેને અવગણતા અથવા સમર્થન આપતા કન્ટેન્ટની કમાણી કરવાની પ્રક્રિયા થોભાવીશું.

(10 માર્ચ, 2022) રશિયામાં Google જાહેરાત સિસ્ટમના હાલના સસ્પેન્શનને જોતાં, અમે AdSense, AdMob અને Google Ad Manager પર નવા રશિયન એકાઉન્ટ બનાવવાનું થોભાવીશું. આ ઉપરાંત, અમે રશિયામાં સ્થિત જાહેરાતકર્તાઓ માટે વિશ્વભરમાં Google સંપત્તિઓ અને નેટવર્ક પર જાહેરાતો થોભાવીશું.

(3 માર્ચ, 2022) યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે, અમે રશિયામાં સ્થિત વપરાશકર્તાઓને જાહેરાતો બતાવવાની સેવા હંગામી રીતે થોભાવીશું.

(26 ફેબ્રુઆરી, 2022) યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં લેતા, અમે રશિયન ફેડરેશન સરકાર પાસેથી ફંડ મેળવતા મીડિયા માટે Googleની કમાણી કરવાની પ્રક્રિયા થોભાવી રહ્યાં છીએ. 

અમે સ્થિતિનું સક્રિયપણે સતત નિરીક્ષણ કરીશું અને જરૂરિયાત મુજબ ગોઠવણીઓ કરીશું.

પ્રસ્તાવના

આ પૉલિસીઓ Googleની શોધ માટે AdSense (AFS) સેવાઓના ઉપયોગ પર લાગુ થાય છે.

સ્પષ્ટતા માટે, આ પૉલિસીઓના હેતુઓ માટે:

  • "જાહેરાતો"નો અર્થ છે Google દ્વારા પ્રદાન કરવામાં આવતી જાહેરાતો. તેનો અર્થ એવી કોઈપણ જાહેરાતો (અથવા અન્ય જાહેરાત પ્રોડક્ટ અથવા સેવાઓ) નથી કે જે Google દ્વારા પ્રદાન કરવામાં ન આવી હોય;
  • "કન્ટેન્ટ"નો અર્થ છે તમારા દ્વારા વપરાશકર્તાઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી દરેક વસ્તુ, જેમાં પ્રકાશકે જનરેટ કરેલું કન્ટેન્ટ, ઑફલાઇન વિતરિત કરાતું કન્ટેન્ટ, વપરાશકર્તાએ જનરેટ કરેલું કન્ટેન્ટ, ઑર્ગેનિક શોધ પરિણામો, જાહેરાતો (પછી ભલેને તે Google કે ત્રીજા પક્ષ દ્વારા પ્રદાન કરવામાં આવી હોય), અને અન્ય સાઇટ અથવા ઍપની લિંક શામેલ છે અને
  • જ્યાં એવું સૂચવવામાં આવ્યું હોય કે Googleની મંજૂરી જરૂરી છે, ત્યાં આવી જરૂરિયાત માત્ર Google દ્વારા પ્રદાન કરવામાં આવેલી જાહેરાતો સહિત Googleની સેવાઓના ઉપયોગ પર લાગુ થાય છે.

તમારે એ ખાતરી કરવી જરૂરી છે કે તમારા દ્વારા Googleની સેવાઓનો ઉપયોગ, જેમાં Googleની સેવાઓનો અમલ કરવામાં આવતો હોય તેવી પ્રોપર્ટી પરનું કોઈ પણ કન્ટેન્ટ શામેલ છે, તે આ પૉલિસીઓનું પાલન કરે છે. Google પાલન ન કરવાના કોઈપણ કિસ્સા માટે સુધારાત્મક પગલું(પગલાં) લઈ શકે છે, જેમાં નીચેના પગલાં શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી: (1) Googleની કોઈપણ સેવાની જોગવાઈને સસ્પેન્ડ કરવી, (2) Googleની કોઈપણ સેવાનો ઉપયોગ અથવા અમલીકરણ બંધ કરવાનું અથવા તેમાં ફેરફાર કરવાનું તમારા માટે આવશ્યક બનાવવું અથવા (3) Google AdSense ઑનલાઇન સેવાની શરતોના લાગુ થતા કરાર અથવા તમારી અને Google વચ્ચેના અન્ય કોઈપણ સંબંધિત કરાર હેઠળ તેના કોઈપણ અધિકારનો ઉપયોગ કરવો.

પૉલિસીઓ

  1. ક્વેરીમાં ફેરફાર
    ત્રણમાંથી એક સૉર્સમાંથી આવતા સ્પષ્ટ વપરાશકર્તા શોધના હેતુ પરથી ક્વેરી ઉદ્દભવેલી હોવી જરૂરી છે:

  2. કોડમાં ફેરફાર
    AdSense પબ્લિશરને શોધ માટે AdSenseના કોડમાં કોઈપણ પ્રકારે ફેરફાર કરવાની પરવાનગી નથી.
    પબ્લિશર આ બાબતો ન કરી શકે:

    • શોધ માટે AdSenseના પરિણામોને ફ્રેમમાં મૂકવા
    • Googleનો લોગો કાઢી નાખવો અથવા તેમાં ફેરફાર કરવો
  3. જાહેરાતોની સંખ્યા અને શોધ બૉક્સનું પ્લેસમેન્ટ
    શોધ માટે AdSenseના વધુમાં વધુ બે બૉક્સ પેજ દીઠ મૂકી શકાય છે.

  4. કોડનો ઉપયોગ માત્ર શોધ પરિણામના પેજ પર જ કરી શકાય છે
    જાહેરાત યુનિટ માત્ર શોધ પરિણામના પેજ પર મૂકી શકાય છે. શોધ માટે AdSenseના કોડનું એકીકરણ કોઈપણ સૉફ્ટવેર ઍપ્લિકેશન જેમ કે ટૂલબાર અથવા બ્રાઉઝર એક્સ્ટેન્શનમાં થઈ શકે નહીં.

  5. શોધક્ષમતા ધરાવતા કન્ટેન્ટનો પ્રકાર
    AdSense પ્રોગ્રામ પૉલિસીઓમાં વર્ણવ્યા અનુસાર, કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ અથવા અમારી સાઇટના કન્ટેન્ટ અંગેના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ તમારા શોધક્ષમતા ધરાવતા કન્ટેન્ટનું ફોકસ ન હોવું જોઈએ.

  6. શોધ માટે કોઈ પ્રોત્સાહન ન આપવું
    જાહેરાતો જોવા અથવા શોધ કરવા માટે તમે વપરાશકર્તાઓને વળતર ન આપી શકો.

  7. ક્વેરીની મર્યાદા
    તમે વપરાશકર્તાની દરેક વિનંતી દીઠ માત્ર એક ક્વેરી કરી શકો છો. શોધ માટે AdSenseની ઑનલાઇન પ્રોડક્ટ માટે ચાલુ વર્ષની 1લી ઑગસ્ટથી પછીના વર્ષની 31મી જુલાઈના સમયગાળા દરમિયાન એકાઉન્ટ દીઠ પાંચ (5) અબજ ક્વેરીની મર્યાદા છે.

શોધ માટે AdSenseના સામાન્ય પ્રશ્નો

હું શોધ માટે AdSense સાથે અન્ય ઇન્ટરનેટ શોધ સેવાઓનો ઉપયોગ કરી શકું?

પ્રકાશકોને શોધ માટે AdSense બૉક્સ બતાવતી સાઇટ પર અન્ય ઇન્ટરનેટ શોધ સેવાઓ ઉમેરવાની પરવાનગી છે. જોકે, અન્ય ઇન્ટરનેટ શોધ સેવાઓમાંથી બતાવાતા શોધ બૉક્સનો દેખાવ Google શોધ બૉક્સ જેવો ન હોવો જોઈએ. આ ઉપરાંત, વૈકલ્પિક સાઇટ શોધ સુવિધાનો ઉપયોગ કરતા પ્રકાશકો તેમની સાઇટના કન્ટેન્ટને શોધવા માટે વૈકલ્પિક પ્રોડક્ટનો પણ ઉપયોગ કરી શકે છે.

હું મારી સાઇટ પર શોધ એન્જિનનો ઉપયોગ કરી શકું?

તમારી જાતે શોધ કરવા માટે તમે તમારી સાઇટ પર શોધ એન્જિનનો ઉપયોગ ન કરો તેવો અમારો ખાસ સુઝાવ છે. આમ કરવાથી તમારી પોતાની જાહેરાતો પર આકસ્મિક ક્લિક થઈ જવાનું જોખમ વધે છે અને તેને પરિણામે તમારા પેજ પરનો ટ્રાફિક યોગ્ય રીતે ન દર્શાવતા રિપોર્ટ બનશે.

શું હું જાહેરાતો અને શોધ માટે AdSenseનું બૉક્સ એક જ પેજ પર બતાવી શકું?

હા. તમે અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરતા કોઈપણ પેજ પર શોધ માટે AdSenseનું બૉક્સ મૂકી શકો છો, તે પેજ પર તમે પહેલેથી જાહેરાતો બતાવતા હો તો પણ. શોધ એવા શોધ પરિણામના પેજ પર લઈ જશે જેમાં જાહેરાતો વડે પણ કમાણી થતી હોય.

શું હું મારા AFSના પરિણામોના પેજ પર Google દ્વારા પ્રદાન કરવામાં આવેલી AFS સિવાયની જાહેરાતો મૂકી શકું?

અમારું કહેવું છે કે ફ્રેમ કરેલા શોધ પરિણામો ધરાવતા પેજ પર તમે ટેક્સ્ટ, છબી અથવા વીડિયો જાહેરાત યુનિટ સહિત, Google દ્વારા પ્રદાન કરવામાં આવેલી વધારાની કોઈપણ જાહેરાત ન મૂકો. જોકે, તમે તે પેજ પર લિંક કરાયેલું યુનિટ અથવા શોધ માટે AdSenseનું બૉક્સ ચોક્કસ મૂકી શકો.

CSA પ્રોટોકૉલ મારફતે જાહેરાતો રજૂ કરતા પબ્લિશર માટે, કૃપા કરીને અમારી શોધ માટેની કસ્ટમ જાહેરાતોની પૉલિસીઓનો રિવ્યૂ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4221742801173965845
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false