નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

અમાન્ય ટ્રાફિક વિશેના સામાન્ય પ્રશ્નો

અમે સમજીએ છીએ કે તમને અમાન્ય પ્રવૃત્તિ અને તમારા એકાઉન્ટને સારી સ્થિતિમાં રાખવા વિશે પ્રશ્નો અને ચિંતા હશે. અમે પબ્લિશરને હોઈ શકે એવા સૌથી સામાન્ય પ્રશ્નો અને ચિંતાના વિષયોની સૂચિ નીચે આપી છે:

ટિપ: જો તમને તમારો જવાબ અહીં ન મળે, તો અમે Google AdSense સમુદાય અજમાવવાની ભલામણ કરીએ છીએ.

મેં મારી પોતાની જાહેરાતો પર આકસ્મિક ક્લિક કર્યું. શું તેનાથી મારા એકાઉન્ટ માટે સમસ્યા ઊભી થશે?

જોકે પ્રકાશકોને કોઈપણ કારણસર તેમની પોતાની જાહેરાતો પર ક્લિક કરવાની પરવાનગી નથી, પણ અમે સમજીએ છીએ કે આકસ્મિક ક્લિક થઈ શકે છે. તેથી, જ્યારે પણ તમારાથી તમારી જાહેરાતો પર ક્લિક થઈ જાય ત્યારે દર વખતે તમે અમારો સંપર્ક કરો તેને અમે જરૂરી નથી માનતાં. ખાતરી રાખો કે તમારા એકાઉન્ટમાં અમે જેને માન્ય માનીએ છીએ તે બધી ક્લિક અને છાપની યોગ્ય રીતે ક્રેડિટ આપવામાં આવે છે.

મને મારા એકાઉન્ટ પર કેટલીક અસામાન્ય પ્રવૃત્તિ ધ્યાનમાં આવી. હું પોતાનું અમાન્ય પ્રવૃત્તિથી કેવી રીતે રક્ષણ કરી શકું?

જો તમને શંકા હોય કે તમારી સાઇટના મુલાકાતીના કારણે અમાન્ય પ્રવૃત્તિ થઈ હશે, તો અમે સૂચન કરીએ છીએ કે તમે તમારી સાઇટના લૉગનો કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ માટે રિવ્યૂ કરો અને તમને મળેલી જાણકારી વિશે અમને સૂચિત કરો. જોકે આ માહિતી અમને અમારા નિયમો અને શરતોમાં જણાવ્યા મુજબ કોઈપણ સમસ્યા ઉકેલવામાં સહાય કરી શકે છે, પણ અમાન્ય પ્રવૃત્તિની ઘટનાઓનું નિર્ધારણ કરતી વખતે Google એકમાત્ર પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરશે. જો તમારી સાઇટના ટ્રાફિકને મોનિટર કરવામાં તમને સહાય જોઈતી હોય, તો અમે તમને આ Google શોધ શબ્દો અજમાવવાની ભલામણ કરીએ છીએ:

  • વેબસાઇટ ટ્રૅકિંગ અને લૉગિંગ
  • સાઇટ ટ્રાફિકનું વિશ્લેષણ

તમારા એકાઉન્ટને સારી સ્થિતિમાં રાખવા માટે તમે અમારી ટિપ અને માર્ગદર્શિકાઓનો રિવ્યૂ પણ કરી શકો છો.

અંતમાં, કૃપા કરીને નોંધ કરજો કે અમે તમારી સ્થિતિને ઝીણવટપૂર્વક મોનિટર કરીશું અને એ કે તમારા એકાઉન્ટમાં અમે જેને માન્ય માનીએ છીએ તે બધી ક્લિક અને છાપની યોગ્ય રીતે ક્રેડિટ આપવામાં આવે છે.

શું હું અમાન્ય છાપ જનરેટ કર્યા વિના મારી પોતાની સાઇટ જોઈ શકું?

હા, તમે અમાન્ય છાપ જનરેટ કર્યા વિના તમારા પોતાના પેજ જોઈ શકશો. માત્ર તમારા પેજ જાતે જોવાથી તમારા એકાઉન્ટની સારી સ્થિતિ જોખમમાં મૂકાશે નહીં.  તેમ છતાં, કૃપા કરીને કોઈપણ જાહેરાત પર ક્લિક કરવાનું ટાળો અને તમારા પેજને વધુ પડતી વાર ફરીથી લોડ ન કરો. અમે અમાન્ય ક્લિક અને પેજની છાપની સમસ્યાને બહુ ગંભીરતાથી લઈએ છીએ અને કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિને ચિહ્નિત કરવા અને તેને રિવ્યૂ કરવા માટે અમારી પાસે નિષ્ણાતોની પ્રતિબદ્ધ ટીમ તથા ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ છે.

શું તમે મારું IP ઍડ્રેસ અથવા મારા વપરાશકર્તાઓના IP ઍડ્રેસ બ્લૉક કરી શકો?

IP ઍડ્રેસ વિવિધ સૉર્સ પરથી ફાળવી શકાતા હોવાથી અને પરિણામે માન્ય ક્લિક પણ બ્લૉક થવાની શક્યતા હોવાથી, અમે પબ્લિશર દ્વારા આપવામાં આવેલા IP ઍડ્રેસ બ્લૉક કરી શકતા નથી. છતાં એવી રીતો છે જેના થકી તમે શંકાસ્પદ IP ઍડ્રેસને તમારી સાઇટની મુલાકાત લેવાથી સીધા જ બ્લૉક કરી શકો છો. અમે સૂચન આપીએ છીએ કે વધુ સૂચનાઓ માટે તમે તમારા સાઇટ ઍડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.

હું અને અન્ય વપરાશકર્તાઓ સમાન IP ઍડ્રેસનો ઉપયોગ કરીએ છીએ. શું આના કારણે કોઈ સમસ્યા ઊભી થઈ શકે?

અમે સમજીએ છીએ કે તમે અન્ય વપરાશકર્તાઓ સાથે એકસમાન કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હશો અથવા IP ઍડ્રેસ શેર કરતા હશો. અમે ટ્રાફિકને કઈ રીતે મોનિટર કરીએ છીએ તે વિશેની કોઈપણ માહિતી અમે જાહેર કરી શકતા નથી, પણ કૃપા કરીને નોંધો કે તમારા તથા અમારા જાહેરાતકર્તાઓના હિતની સુરક્ષા કરવા માટે, Google જાહેરાતો પરની બધી ક્લિક અને છાપને Google સતત મોનિટર કરે છે, જેથી AdSense પ્રોગ્રામનો કોઈપણ દુરુપયોગ અટકાવી શકાય. અમે તમારી સ્થિતિને ઝીણવટપૂર્વક મોનિટર કરીશું અને તમારા એકાઉન્ટમાં અમે જેને માન્ય માનીએ છીએ તે બધી ક્લિક અને છાપની યોગ્ય રીતે ક્રેડિટ આપવામાં આવે છે.

હું મારી સાઇટના ટ્રાફિકમાં નોંધપાત્ર વધારાની આશા રાખું છું. શું મારે તેની જાણ કરવી જરૂરી છે?

અમે સમજીએ છીએ કે તમારી સાઇટનો ટ્રાફિક વિવિધ કારણોસર નોંધપાત્ર રીતે વધી શકે છે અને એ કે અમને જણાવવાનું જરૂરી છે એમ તમે માની શકો છો. જોકે, પ્રવૃત્તિમાં આવેલા ઉછાળા વિશે અમને સૂચિત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અમે Google જાહેરાતો પરની બધી ક્લિક અને છાપને સતત મોનિટર કરીએ છીએ, જેથી AdSense પ્રોગ્રામનો કોઈપણ દુરુપયોગ અટકાવી શકાય. અમે તમારી સ્થિતિને ઝીણવટપૂર્વક મોનિટર કરીશું અને એ કે તમારા એકાઉન્ટમાં અમે જેને માન્ય માનીએ છીએ તે બધી ક્લિક અને છાપની યોગ્ય રીતે ક્રેડિટ આપવામાં આવે છે.

મારા રિપોર્ટ મારી જાહેરાતો પર ક્લિક બતાવે છે, પણ કોઈ કમાણી બતાવતા નથી. શું થઈ રહ્યું છે?

એવું હશે કે તમારા એકાઉન્ટમાં કેટલીક એવી ક્લિક કે છાપ છે જેને અમારી મોનિટરિંગ સિસ્ટમ અમાન્ય માને છે. તમે જાણતા હોઈ શકો છો કે અમારા પબ્લિશરના તેમજ અમારા જાહેરાતકર્તાઓના હિતની સુરક્ષા કરવા માટે, Google જાહેરાતો પરની ક્લિકને Google સતત મોનિટર કરે છે, જેથી પ્રોગ્રામનો કોઈપણ દુરુપયોગ અટકાવી શકાય. Googleની માલિકીની ટેક્નોલોજી જાહેરાતકર્તાની ક્લિક કે પબ્લિશરની કમાણી કૃત્રિમ રીતે વધારવા માટે ઉદ્દેશિત હોય તેવી, કોઈપણ અમાન્ય પ્રવૃત્તિ માટે બધી જાહેરાત ક્લિકનું વિશ્લેષણ કરે છે. અમારી મોનિટરિંગ સિસ્ટમને અમાન્ય લાગી હોય તેવી બધી ક્લિક તમારા રિપોર્ટમાં દેખાશે.

પબ્લિશરને અમાન્ય ક્લિક માટે કોઈ આવક પ્રાપ્ત થતી નથી, તેથી તમને કોઈ સંકળાયેલી આવક વગરની ક્લિક પ્રસંગોપાત જોવા મળી શકે છે. નોંધ કરજો કે તમારા એકાઉન્ટમાં અમે જેને માન્ય માનીએ છીએ તે બધી ક્લિક માટે યોગ્ય રીતે ક્રેડિટ આપવામાં આવે છે.

મારી શોધ કરવા માટે શું હું મારા પોતાના શોધ બૉક્સ માટે AdSenseનો ઉપયોગ કરી શકું?

અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તમે તમારી જાતે શોધ કરવા માટે તમારી સાઇટ પર શોધ બૉક્સ માટે AdSenseનો ઉપયોગ ન કરો. તમારી પોતાની જાહેરાતો પર આકસ્મિક ક્લિકનું જોખમ વધવા ઉપરાંત, શોધ માટે AdSense થકી શોધ કરવાથી એવા રિપોર્ટ મળશે, જે તમારા પેજ માટેનો ટ્રાફિક યોગ્ય રીતે ન બતાવે.

શું હું મારી સાઇટ પર જાહેરાતોના વીડિયો ચલાવી શકું?

તમે ચલાવો બટન પર ક્લિક કરીને તમારી સાઇટ પર જાહેરાતોના વીડિયો જોઈ શકો છો. ચલાવો બટન પરની ક્લિક તમારા રિપોર્ટમાં ક્લિક તરીકે ગણાતી નથી. અમે માત્ર એ ક્લિકને ગણતરીમાં લઈએ છીએ જે વપરાશકર્તાને જાહેરાતકર્તાની સાઇટ પર દોરી જાય, આમાં ડિસ્પ્લે URL પરની અથવા વીડિયો ચાલુ હોય ત્યારે તેના પર થયેલી ક્લિકનો સમાવેશ થાય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13656844831973796646
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false