નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

અમાન્ય ટ્રાફિક અટકાવવાની Googleની રીત

અમારા નિષ્ણાતો તમારા અને તમારા જાહેરાતકર્તાઓના હિતની સુરક્ષા કરવા માટે Google જાહેરાતો પર ક્લિક અને છાપનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે. આ કરવા માટે, અમે ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ તથા માનવ દ્વારા થયેલા રિવ્યૂ એમ બન્નેનો ઉપયોગ કરીએ છીએ, જેના થકી જાહેરાતકર્તાના ખર્ચામાં કે પ્રકાશકની કમાણીમાં કૃત્રિમ ઉછાળો લાવી શકે તેવા કોઈપણ અમાન્ય ટ્રાફિક માટે બધી જાહેરાત ક્લિક અને છાપનું વિશ્લેષણ થાય છે.

Google'ની માલિકીની ટેક્નોલોજી ક્લિક અને છાપનું વિશ્લેષણ કરે છે, જેથી નક્કી કરી શકાય કે તે એવી કોઈ વપરાશ પૅટર્નમાં બંધ બેસે છે કે નહીં જે જાહેરાતકર્તાના ખર્ચા કે પ્રકાશકની કમાણીમાં કૃત્રિમ ઉછાળો લાવી શકે. અમારી સિસ્ટમ વપરાશકર્તાઓના સામાન્ય ઉપયોગ દ્વારા બનેલો ટ્રાફિક અને અમારા જાહેરાતકર્તાઓ માટે જોખમરૂપ થઈ શકે તેવો ટ્રાફિક એ બેની વચ્ચેનો ભેદ પારખવા માટે આધુનિક ફિલ્ટરનો ઉપયોગ કરે છે. આના કેટલાક ઉદાહરણોમાં અનૈતિક વપરાશકર્તાઓ, ઑટોમૅટિક રીતે ચાલતા રોબૉટ અને ટ્રાફિકના સૉર્સ દ્વારા બનાવવામાં આવેલી ક્લિક તથા છાપનો અને પ્રકાશકો તેમની જાહેરાત પર ક્લિક કરવાને પ્રોત્સાહન આપે તેનો સમાવેશ થાય છે. અમારી સિસ્ટમ થકી અમે સૌથી વધુ અમાન્ય ટ્રાફિકને ફિલ્ટર કરી શકીએ છીએ અને આ ટ્રાફિક માટે અમારા જાહેરાતકર્તાઓ પાસેથી શુલ્ક વસૂલવામાં આવતું નથી. અમારા જાહેરાત ટ્રાફિક ક્વૉલિટી સંસાધન કેન્દ્ર પર વધુ જાણો.

અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ ઉપરાંત, અમે અનેક વિશિષ્ટ ટૂલનો અને વપરાશકર્તાની વર્તણૂકને ટ્રૅક કરવાના તથા તેનું નિરીક્ષણ કરવાના બહોળા અનુભવ પર આધારિત વિવિધ ટેક્નિકનો ઉપયોગ કરીને અમાન્ય ટ્રાફિકની ભાળ મેળવતી પ્રતિબદ્ધ ટીમ ધરાવીએ છીએ. અમે અમાન્ય ટ્રાફિકનો આગોતરો સામનો કરવા માટે અમારી ભાળ પદ્ધતિઓને સતત અપગ્રેડ કરતાં રહીએ છીએ.

તમારા એકાઉન્ટમાં અમાન્ય ટ્રાફિક અટકાવવા માટે, સુનિશ્ચિત કરો કે તમારું જાહેરાત અમલીકરણ અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરે છે અને એ કે તમે અવિશ્વસનીય સ્રોતો પરથી ટ્રાફિક માટે ચુકવણી કરી નથી. AdSense પૉલિસીઓ: શીખાઉ માટે માર્ગદર્શિકામાં વધુ જાણો.

જો તમને ચિંતા હોય કે કોઈ ત્રીજો પક્ષ તમારી જાહેરાતો પર અમાન્ય ટ્રાફિક જનરેટ કરી રહ્યો હોઈ શકે છે, તો અમારી અમાન્ય ટ્રાફિક અટકાવવા માટેની ટિપ જુઓ.

સંભવિત કપટ અને દુરુપયોગ થતો ટાળવા માટે, Google AdSense પ્રકાશકોને Chrome ઑરિજિન ટ્રાયલ દરમિયાન બ્રાઉઝરના Trust Tokens APIનો વપરાશ બંધ કરવાની ક્ષમતા ઑફર કરતું નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1556668332457230815
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false