નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

તમારી સાઇટ પર ટ્રાફિક વધારવા માટે

Googleના Search કન્સોલમાં તમને એવા શ્રેષ્ઠ વ્યૂહો મળશે, જેનો ઉપયોગ કરીને તમે વપરાશકર્તાઓને તમારી સાઇટ પર લાવી શકશો અને તમારા પેજની દૃશ્યતા વધારી શકશો. તમે કન્ટેન્ટની જે દૃશ્યતા માટે સખત મહેનત કરી છે તેને બહેતર બનાવવા માટે તમે નીચેનાં ટૂલનો લાભ લઈ શકો તેવી પાંચ રીતો અમે હાઇલાઇટ કરી છે.

1. તમારા પેજ Google અનુક્રમણિકાને સબમિટ કરો.

તમારાં URLs સબમિટ કરવા માટે Google Search કન્સોલનો ઉપયોગ કરીને, તમે Googleના વેબ ક્રૉલરને તમારી સાઇટનું ક્રૉલિંગ કરવાનું કાર્ય વધુ પૂર્ણ અને અસરકારક રીતે કરવામાં સહાય કરો છો. Search કન્સોલ થકી તમે તમારાં બધાં પેજ Google અનુક્રમણિકાને સબમિટ કરી શકો છો અને તમારી સાઇટ પર યોગ્ય રીતે લિંક ન થયેલાં હોય તેવાં ગતિશીલતાથી બનાવેલાં URLs કે પેજ વિશે અમે જાણીએ છીએ તેની ખાતરી કરવા માટે તે ખાસ કરીને ઉપયોગી છે. પણ કૃપા કરીને નોંધો: અનુક્રમણિકાને પેજ સબમિટ કરવાથી તમારા PageRankનો સમાવેશ થવાની કે તેના પર પ્રભાવ પડવાની ગૅરંટી મળતી નથી અને તે અનિવાર્ય તથા ઉપયોગી કન્ટેન્ટ બનાવવા માટેની અવેજીમાં નથી.

2. Google તમારી સાઇટને કેવી રીતે જુએ છે તે જાણો.

એકવાર તમે ખાતરી કરી લો કે અમને તમારી સાઇટનો ઍક્સેસ છે, ત્યાર પછી તમારા પેજ અને Google દ્વારા જોવાતા પેજ સાથે લિંક કરવા માટે ઉપયોગમાં લેવાનારા સામાન્ય શબ્દો તમને દેખાશે. આનાથી તમને તમારી સાઇટના કન્ટેન્ટમાંના વલણ જોવાની મંજૂરી મળશે અને તમે શા માટે અમુક વિશેષ કીવર્ડ માટે રેંક કરો તે નક્કી કરવામાં તમને સહાય કરી શકે છે.

3. સંભવિત સમસ્યાઓનું નિદાન કરો.

તમારી સાઇટને અથવા અમુક વિશેષ પેજને ઍક્સેસ કરવામાં જો અમને સમસ્યા જણાશે તો અમે તમને કારણ સાથે જણાવીશું. જો અમે કોઈ પેજને ક્રૉલ નહીં કરી શકીએ, તો અમે તેની અનુક્રમણિકા નહીં બનાવી શકીએ, તેથી અમે સૂચિબદ્ધ કરેલી બધી સમસ્યાઓનો ઉકેલ લાવવાથી તમારું એકંદર કવરેજ બહેતર બનાવવામાં સહાય મળી શકશે. જો તમારાં કેટલાક પેજ (AdSense ક્રૉલર) MediaPartners-Googleને બ્લૉક કરે, તો તમે તે ફાઇલમાં ફેરફારોનું પરીક્ષણ કરવા અને તે ફેરફારો ક્રૉલરને ઍક્સેસની મંજૂરી આપે છે તેની ખાતરી કરવા Google Search કન્સોલના robots.txt વિશ્લેષણ ટૂલનો ઉપયોગ કરી શકો છો. તમે કયા પેજને અન્ય Google બૉટથી બ્લૉક કરી રહ્યા છો તે પણ જોઈ શકશો -- આનાથી તમારી સાઇટને ક્રૉલ કરવા પર તેની કેવી અસર થશે તે જોવા માટે તમે ફેરફારો સાથે પ્રયોગ કરી શકશો.

4. કઈ ક્વેરી તમારી સાઇટ પર ટ્રાફિક લાવે છે તે જુઓ.

Google Search કન્સોલનો ઉપયોગ કરીને, એ જાણો કે કઈ Google ક્વેરી મારફત તમારી સાઇટ માટે ક્લિકથ્રૂ બન્યા અને એ ક્વેરી માટે શોધ પરિણામોમાં તમારી સ્થિતિ કઈ હતી. તમે એકલ પ્રોપર્ટી અને દેશો માટેનો ડેટા પણ જોઈ શકો છો. દાખલા તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં Google Images શોધતા વપરાશકર્તાઓની એ ક્વેરી જોઈ શકો છો જેના પરિણામમાં તમારી સાઇટ હોય. તમારી સાઇટ જેના ડેટા ધરાવતી હશે તે જ પ્રોપર્ટી અને દેશો તમને દેખાશે.

5. ફરી સમાવેશ મેળવો.

જો તમારી સાઇટ શોધ પરિણામોમાંથી અદૃશ્ય થઈ ગઈ હોય, તો સમગ્ર Google ક્વૉલિટી માર્ગદર્શિકા વાંચો, પછી તમારી સાઇટ પરની બધી સમસ્યાઓનો ઉકેલ લાવો અને તમારા Google Search કન્સોલ એકાઉન્ટ પરથી ફરી સમાવેશની પ્રક્રિયાની વિનંતી કરો. કૃપા કરીને નોંધો કે ફરી સમાવેશની પ્રક્રિયાની વિનંતીનું ફોર્મ માત્ર Google Search કન્સોલનો ઉપયોગ કરતા લોકો માટે જ ઉપલબ્ધ છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9018025033858498872
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false