નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

જો તમે તમારી સાઇટ પર ટ્રાફિક ખરીદવા માગતા હો તો

અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરતી કોઈપણ રીત દ્વારા તમારી સાઇટનો પ્રચાર કરવા માટે તમારું સ્વાગત છે. જોકે, AdSense પ્રકાશકો તેમની જાહેરાતોના ટ્રાફિક માટે પોતે જ જવાબદાર હોય છે. તેથી જો તમે તમારી સાઇટ પર ટ્રાફિક વધારવા માટે કોઈ ત્રીજા-પક્ષની સેવા સાથે ભાગીદારી કરવાનું પસંદ કરો, તો એ મહત્ત્વપૂર્ણ છે કે તમે તમારી જાહેરાતના ટ્રાફિક પર દરેક સૉર્સની અસરને માપવા માટે તમારા રિપોર્ટનું બારીકાઈથી નિરીક્ષણ કરો.

જાહેરાતકર્તાઓ અને પ્રકાશકોને કનેક્ટ કરવા માટે ક્લિક દીઠ ચુકવણી ધરાવતા નિરાકરણો તેમજ શોધ એન્જિન અને ડિરેક્ટરી સાઇટ સહિત એવી ઘણી બધી સેવાઓ છે કે જે તમારી સાઇટ પર ટ્રાફિક વધારી શકે છે. જોકે, અમને જાણવા મળ્યું છે કે આમાંની કેટલીક સેવાઓ વેબસાઇટ દેખાતી હોવા છતાં, ખરેખર કૃત્રિમ ટ્રાફિક મોકલે છે. તેમના ગ્રાહકોની અપેક્ષા મુજબના ટ્રાફિક લેવલ મોકલવા માટે, આ સેવાઓ ક્લિક બૉટનો ઉપયોગ કરીને અથવા વપરાશકર્તાઓને સાઇટની મુલાકાત લેવા કે જાહેરાતો પર ક્લિક કરવા માટે પ્રોત્સાહનો આપીને ઘણીવાર ક્લિક અને છાપ જનરેટ કરે છે. આ જ કારણસર, અમે તમને ત્રીજા-પક્ષની ટ્રાફિક સેવાઓ સાથે ભાગીદારી કરતી વખતે સાવધાની રાખવાની ભારપૂર્વક વિનંતી કરીએ છીએ.

જો તમને તમારા મુલાકાતીઓનો સૉર્સ નક્કી કરવા માટે તમારી સાઇટ પર ટ્રાફિક લૉગ કરવામાં સહાયની જરૂર હોય, તો અમે Google Analyticsનો ઉપયોગ કરવાનો સુઝાવ આપીએ છીએ. તમારી સાઇટના વપરાશકર્તાઓ માટે તમારા કન્ટેન્ટ અને જાહેરાતોને અનુકૂળ બનાવવાની રીત વિશે વધુ જાણકારી મેળવવા, તમે તમારા AdSense એકાઉન્ટનું Analytics સાથે એકીકરણ પણ કરી શકો છો.

તમે તમારા Analytics એકાઉન્ટનું સેટઅપ કરી લો તે પછી, તમે જેમની સાથે ભાગીદારી કરી છે તે ટ્રાફિક સૉર્સ સહિત, ઉપલબ્ધ રિપોર્ટિંગના પરિમાણો અનુસાર તમારી જાહેરાતના ટ્રાફિકનું નિરીક્ષણ કરવાનો અમે તમને ખાસ સુઝાવ આપીએ છીએ. જો તમને લાગે કે તમારા ટ્રાફિક સૉર્સમાંથી કોઈ એક સૉર્સ શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવે છે, તો અમે અમાન્ય હોઈ શકે તેવા કોઈપણ ટ્રાફિકને રોકવા માટે તે ટ્રાફિક સૉર્સ સાથેના તમારા સંબંધને રોકવાનો કે થોભાવાનો સુઝાવ આપીએ છીએ. જો તમને HTML અને JavaScriptનો વધુ અનુભવ હોય, તો તમે જાહેરાત યુનિટને ટ્રાફિક મોકલનારા સૉર્સના આધારે, તેમને રિપોર્ટિંગ ચૅનલ કોડ સોંપવાનું વિચારી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે Google Adsનો ઉપયોગ કરીને જાહેરાત કરો, તો તમે માત્ર તમારા Google Adsની ઝુંબેશોમાંથી આવતી AdSenseની પ્રવૃત્તિને ટ્રૅક કરવા માટે "Google Ads" નામની AdSense ચૅનલનું સેટઅપ કરી શકો છો.

છેલ્લે, અમે સમજીએ છીએ કે તમને કદાચ ટ્રાફિક સેવાઓ વિશે વધુ માહિતી જોઈએ છે કે જે અમને અમાન્ય ટ્રાફિક મોકલવા માટે મળી છે. જોકે, અમારે અમારી ભાળ મેળવવાની સિસ્ટમની અસરકારકતા જાળવી રાખવાની જરૂર હોવાથી અને આ સેવાઓના નામ જાહેર કરવાથી કાનૂની ગૂંચવણો ઊભી થઈ શકતી હોવાથી, અમે આ વિગતો પ્રદાન કરી શકતા નથી.

જો તમે તમારી સાઇટ પર વાળવા માટે ટ્રાફિક ખરીદવાનું વિચારી રહ્યાં હો, તો અમે સુઝાવ આપીએ છીએ કે તમે અમારા ટ્રાફિક પ્રદાતાનું ચેકલિસ્ટ વાંચીને શરૂઆત કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
473472139469652318
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false