નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Code implementation guide

તમારી જાહેરાતો ન દેખાતી હોવાની સમસ્યાના નિવારણ માટે Chrome DevToolsનો ઉપયોગ કરો

Chrome DevTools એ સીધા Google Chrome બ્રાઉઝરમાં બિલ્ડ કરવામાં આવેલા વેબ ડેવલપરના સાધનોનો એક સેટ છે. આ સાધનો તમને તમારા પેજની રેન્ડર કરેલી HTML (DOM) અને નેટવર્કની પ્રવૃત્તિની તપાસ કરવાની મંજૂરી આપે છે. તમે DevToolsનો ઉપયોગ જાહેરાત સેવામાં આવતી સમસ્યાઓના નિવારણ માટે કરી શકો છો.

જાહેરાતની વિનંતીઓ મોકલવામાં આવી રહી છે કે નહીં તે ચેક કરો

નીચે આપેલા પગલાં તમારા પેજ પરથી જાહેરાતની વિનંતીઓ મોકલવામાં આવી રહી છે કે નહીં તે ચેક કરવા માટે DevToolsનો ઉપયોગ કરવાની રીત બતાવે છે:

  1. તમે જે પેજની તપાસ કરવા માગતા હો, તે પેજની મુલાકાત લો.
  2. પેજ પર રાઇટ ક્લિક કરીને તપાસ કરો પર ક્લિક કરીને DevTools ખોલો. વૈકલ્પિક રીતે, તમે Command+Option+C (Mac) અથવા Control+Shift+C (Windows, Linux, Chrome OS) પણ દબાવી શકો છો.
  3. નેટવર્ક ટૅબ ચેક કરો
  4. "ફિલ્ટર" ફીલ્ડમાં ads? દાખલ કરો.

    તમારા પેજ પરથી મોકલવામાં આવેલી AdSense કે Ad Managerની કોઈપણ જાહેરાતની વિનંતીઓને વિનંતીઓના કોષ્ટકમાં સૂચિબદ્ધ કરવામાં આવે છે.

  5. જાહેરાતની વિનંતીઓની આ સૂચિનો રિવ્યૂ કરો:
    જો તમે આ જાણવા મળે: તો એનો અર્થ છે કે:
    જાહેરાતની એવી વિનંતી કે જે ads?client સાથે શરૂ થાય છે AdSenseની જાહેરાતની વિનંતી તમારા પેજ પરથી મોકલવામાં આવી હતી.
    જાહેરાતની કોઈ વિનંતી નથી

    તમારા પેજ પરથી જાહેરાતની કોઈ વિનંતી મોકલવામાં આવી ન હતી, અને અર્થ એમ થાય છે કે તમારા પેજ પર કોઈ જાહેરાત બતાવવામાં આવશે નહીં. અથવા ક્લાયન્ટ તરફથી કોઈ સમસ્યા હતી, જેના લીધે જાહેરાતની વિનંતી મોકલી શકાતી ન હતી.

    અમે તમને આટલું કરવાનો સુઝાવ આપીએ છીએ:

    લાલ રંગમાં હાઇલાઇટ કરેલી જાહેરાતની વિનંતી કે જેનું "સ્ટેટસ" 403 છે

    સર્વરને જાહેરાતની વિનંતી પ્રાપ્ત થઈ હતી પણ પ્રતિસાદ આપવામાં આવ્યો કે તમારી સાઇટ કે એકાઉન્ટ પર જાહેરાત બતાવવી જોઈએ નહીં. સામાન્ય રીતે પૉલિસી સંબંધિત સમસ્યાઓના ઉકેલને લીધે અથવા તો તમારી સાઇટને મંજૂરી ન મળી હોવાને લીધે "સ્ટેટસ" 403 બતાવવામાં આવે છે.

    અમે તમને આટલું કરવાનો સુઝાવ આપીએ છીએ:

    જાહેરાતની વિનંતી કે જે 200નું “સ્ટેટસ” ધરાવતી હોય, પણ તમારી જાહેરાતો હજી પણ બતાવવામાં આવતી ન હોય તમને તમારા ads.txtના અમલીકરણમાં સમસ્યાઓ આવવાની શક્યતાઓ છે. આ સમસ્યાને ઉકેલવા માટે, અમારા ads.txt સમસ્યાનિવારકની મુલાકાત લો.

ક્લાયન્ટ તરફની ભૂલો ચેક કરો

જો તમે AdSenseનો જાહેરાતનો કોડ સાચી રીતે દાખલ કર્યો હોય તો પણ, શક્ય છે કે ક્લાયન્ટ તરફની ભૂલને લીધે તમારા પેજ પરથી જાહેરાતની વિનંતીઓ મોકલવામાં ન આવતી હોય. આનું કારણ બ્રાઉઝર (દા.ત., એક્સ્ટેન્શન) અથવા AdSense JavaScript (adsbygoogle.js)માં અમલી બનાવેલી ચકાસણીની તપાસોમાં આવેલી ભૂલો હોઈ શકે છે.

નીચે આપેલા પગલાં ક્લાયન્ટ તરફની ભૂલો માટે તમારા પેજને ચેક કરવા માટે DevToolsનો ઉપયોગ કરવાની રીત બતાવે છે:

  1. તમે જે પેજની તપાસ કરવા માગતા હો, તે પેજની મુલાકાત લો.
  2. પેજ પર રાઇટ ક્લિક કરીને તપાસ કરો પર ક્લિક કરીને DevTools ખોલો. વૈકલ્પિક રીતે, તમે Command+Option+C (Mac) અથવા Control+Shift+C (Windows, Linux, Chrome OS) પણ દબાવી શકો છો.
  3. કન્સોલ ટૅબ પર ક્લિક કરો.
  4. નીચે જણાવેલી ભૂલો ચેક કરો:
    જો તમે આ જાણવા મળે: તો એનો અર્થ છે કે:
    ERR_BLOCKED_BY_CLIENT

    બ્રાઉઝર દ્વારા adsbygoogle.js (AdSense દ્વારા જાહેરાતો બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી JavaScript)ને ડાઉનલોડ થતું રોકવામાં આવ્યું છે. સામાન્ય રીતે, આવું બ્રાઉઝરમાં ઇન્સ્ટૉલ કરવામાં આવેલા એક્સ્ટેન્શન (દા.ત., જાહેરાત બ્લૉક કરી શકતું સૉફટવેર)ને લીધે થાય છે.

    ઉદાહરણ:
    https://pagead2.googlesyndication.com/
    pagead/js/adsbygoogle.js net::ERR_BLOCKED_BY_CLIENT
    મેળવો

    adsbygoogle.jsની ભૂલ

    adsbygoogle.jsમાં ચકાસણીની તપાસો દરમિયાન ભૂલ જોવા મળી. ચકાસણીની આ તપાસો ખાતરી કરે છે કે જો જાહેરાતની વિનંતી કોઈ જાહેરાત સાથે મેળ ખાય, તો જાહેરાત બતાવી શકાય છે.

    જો AdSense તમારા પેજ પર રિસ્પૉન્સિવ જાહેરાત બતાવવાનો પ્રયાસ કરે પણ જાહેરાત બતાવવા માટે પર્યાપ્ત સ્પેસ ન હોય, તો સામાન્ય ભૂલ આવે છે.

    ઉદાહરણ:
    adsbygoogle.push() ભૂલ: ફ્લૂઇડ રિસ્પૉન્સિવ જાહેરાતોની
    પહોળાઈ ઓછામાં ઓછી 250px હોવી આવશ્યક છે: availableWidth=0

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18186865379852502867
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false