નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

જાહેરાતના ખાલી યુનિટ છુપાવવા માટે data-ad-status પેરામીટરનો ઉપયોગ કરો

જાહેરાતના યુનિટ, જાહેરાતના કન્ટેન્ટથી ભરેલા હતા કે પછી ખાલી છોડવામાં આવ્યા હતા તે સૂચિત કરવા માટે, જાહેરાતની વિનંતી કર્યા પછી AdSenseના જાહેરાત યુનિટ અપડેટ થાય છે. તમે AdSense રિપોર્ટિંગમાં તમારા સરેરાશ કવરેજનો રિવ્યૂ કરીને તમારા જાહેરાત યુનિટમાંના કેટલા ટકા યુનિટ ખાલી છે, તે ચેક કરી શકો છો.

જાહેરાત યુનિટ દ્વારા જાહેરાતની વિનંતી કરવાનું પૂર્ણ કર્યા પછી, AdSense <ins> ઘટકમાં જે પેરામીટર ઉમેરે છે, તેને data-ad-status તરીકે ઓળખવામાં આવે છે. નોંધ: data-ad-status અને data-adsbygoogle-status વચ્ચે મુંઝવણ નિર્માણ થવી જોઈએ નહીં કે જેનો ઉપયોગ અમારા જાહેરાતના કોડ દ્વારા જાહેરાતો પર પ્રક્રિયા કરવાના હેતુસર કરવામાં આવે છે.

જાહેરાત પરત કરવામાં આવી હતી કે નહીં તેના આધારે, આ પેરામીટર નીચે જણાવેલા ઘટકોમાંથી કોઈ એક ઘટકને અપડેટ કરશે:

data-ad-status="ભરેલું" જાહેરાત યુનિટમાં જાહેરાત પરત કરવામાં આવી હતી અને તે હવે બતાવવામાં આવી રહી છે.
data-ad-status="ખાલી" કોઈપણ જાહેરાત પરત કરવામાં આવી ન હતી અને જાહેરાત યુનિટ ખાલી છે.

જાહેરાતના ખાલી યુનિટમાં AdSense શું કરે છે

જ્યારે AdSenseના જાહેરાતના યુનિટ "ખાલી" હોય, ત્યારે અમે જાહેરાત યુનિટને કાં તો નાનું કરવાનો અથવા તો ત્યાં ખાલી સ્પેસ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. જાહેરાતના યુનિટ જ્યારે પેજ રીફ્લો થવાનું કારણ બનતા નથી, માત્ર ત્યારે જ અમે તેમને નાના કરીએ છીએ, જેનો અર્થ એ છે કે માત્ર વ્યૂપોર્ટની બહારના જાહેરાતના યુનિટને નાના કરવામાં આવે છે. જાહેરાતના બાકીના બીજા બધા ખાલી યુનિટ માટે, અમે જાહેરાત યુનિટનું કદ જાળવી રાખીએ છીએ અને તેને બદલે ખાલી સ્પેસ બતાવીએ છીએ.

તમારા ખાલી જાહેરાતના યુનિટ છુપાવવાની રીત

Advanced content (advanced) તમે કાં તો CSS અથવા તો JavaScriptનો ઉપયોગ કરીને આ વર્તન ઉમેરવાનો નિર્ણય લઈ શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે જાહેરાતના બધા ખાલી યુનિટ છુપાવવા માગતા હો, તો તમે ઘટકમાં display: none !important શૈલી લાગુ કરવા માટે, CSSનો ઉપયોગ કરી શકો છો.

ઉદાહરણ 1: CSSનો ઉપયોગ કરીને જાહેરાતના ખાલી યુનિટ છુપાવવા

જાહેરાતના ખાલી યુનિટ ઑટોમૅટિક રીતે છુપાવવા માટે, તમે તમારા પેજમાં નીચે જણાવેલી CSS શૈલી ઉમેરી શકો છો:

HTML
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-ad-format="auto"
     data-full-width-responsive="true"></ins>
<script>
     (adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
CSS
ins.adsbygoogle[data-ad-status="unfilled"] {
    display: none !important;
}

ઉદાહરણ 2: જ્યારે જાહેરાત યુનિટ ખાલી હોય, માત્ર ત્યારે જ છબી બતાવવી

જો જાહેરાત યુનિટ કોઈ જાહેરાત બતાવતું ન હોય, તો તમે તેના બદલે પોતાની જાહેરાત બતાવવાનું પસંદ કરી શકો છો:

HTML
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<ins class="adsbygoogle"
     style="display:inline-block;width:300px;height:250px"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890">
    <a href="/page"><img src="/backup.jpg" width="300px" height="250px"></a>
</ins>
<script>
     (adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
CSS
ins.adsbygoogle a {
    display: none !important;
}
ins.adsbygoogle[data-ad-status="unfilled"] a {
    display: block;
}

વૈકલ્પિક રીતે, જો તમે તમારું પેજ અપડેટ કરવા માટે JavaScriptનો ઉપયોગ કરવાનું પસંદ કરતા હો, તો data-ad-status પેરામીટરમાંના ફેરફારો શોધવા અને એ ફેરફારોને આધારે JavaScriptના કોડનો અમલ કરવા MutationObserverનો ઉપયોગ કરવો શક્ય છે.

મર્યાદાઓ

data-ad-status પેરામીટર માત્ર સૌથી ઉપરની વિન્ડોમાં પર દેખાતા જાહેરાતના યુનિટ માટે ઉમેરવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે ક્રોસ-ડોમેન વિન્ડો મારફતે બતાવવામાં આવતા જાહેરાતના યુનિટ માટે, data-ad-status પેરામીટરને જાહેરાત યુનિટમાં ઉમેરવામાં આવશે નહીં.

અમે એવો પણ સુઝાવ આપતા નથી કે data-ad-statusમાં ફેરફાર બાદ AdSenseના જાહેરાતના યુનિટને દૃશ્યમાન કરવાના લક્ષ્ય સાથે તેમને શરૂઆતમાં છુપાવેલા તરીકે લોડ કરવામાં આવે. જો શરૂઆતમાં પેજ પર જાહેરાતના યુનિટ ન દેખાય, તો કદાચ અમે તે જાહેરાત યુનિટ માટે જાહેરાતની વિનંતી અમલમાં મૂકી શકીશું નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3015072944482507106
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false