વિશિષ્ટ દર્શકો સંબંધિત ડેટા સમજવો

તમે તમારા ઑડિયન્સના કદ અથવા આપેલ સમયગાળા દરમિયાન તમારા વીડિયો જોવા આવેલા દર્શકોની અંદાજિત સંખ્યાનું સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે વિશિષ્ટ દર્શકોના ડેટાનો ઉપયોગ કરી શકો છો. તેઓ કમ્પ્યૂટર પર જુએ કે પછી મોબાઇલ પર, અથવા તેઓ એક કરતા વધુ વખત જુએ તો પણ તે એક વિશિષ્ટ દર્શક તરીકે ગણાય છે.

નોંધ કરો કે આ મેટ્રિક તમારા ઑડિયન્સ અને પહોંચની સામાન્ય સમજ આપવા માટે છે. તમારા પર્ફોર્મન્સનો ઓવરવ્યૂ મેળવવા માટે તમે તમારી અન્ય ચૅનલ અને વીડિયો મેટ્રિકનો રિવ્યૂ કરી શકો છો.

આ ડેટા જ્યારે કોઈ દર્શક અલગ-અલગ ડિવાઇસ પર કન્ટેન્ટ જુએ અથવા જ્યારે એકથી વધુ દર્શકો એક જ ડિવાઇસ શેર કરતા હોય તેવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને વીડિયોની કુલ પહોંચને માપે છે. દર્શકોની સંખ્યાનો અંદાજ લગાવવા માટે સિસ્ટમમાં ડિવાઇસમાંના ડેટાનો તેમજ સાઇન ઇન થયેલા અને સાઇન આઉટ થયેલા એમ બન્ને ટ્રાફિકનો સમાવેશ થાય છે.

ડેટાની ક્વૉલિટી માટે, વિશિષ્ટ દર્શકોની કુલ સંખ્યા 90 દિવસ સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ છે. સમય જતાં ફેરફારો જોવા માટે તમે 90-દિવસના વિવિધ સમયગાળાની તુલના કરી શકો છો. વિશિષ્ટ દર્શકો માટેનો ડેટા 1 ઑગસ્ટ, 2017થી ઉપલબ્ધ છે.

તમારા વિશિષ્ટ દર્શકો સંબંધિત ડેટા શોધવો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી Analytics પસંદ કરો.
  3. તમારા વિશિષ્ટ દર્શકો જોવા માટે, ઑડિયન્સ ટૅબ પર ક્લિક કરો.

 વિશિષ્ટ દર્શકો વિશે સામાન્ય પ્રશ્નો

હું આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકું?
તમે "વિશિષ્ટ દર્શકો" વિશેના ડેટાનો ઉપયોગ કરી શકો તે માટેની કેટલીક રીતો:
  • તમે વધુ જુઓ ટૅબમાં “દર્શક દીઠ સરેરાશ જોવાયાની સંખ્યા” મેટ્રિક જોઈને, જેમણે તમારી ચૅનલ પર કન્ટેન્ટ જોયું હોય તેવા વિશિષ્ટ દર્શકોની સરેરાશ સંખ્યા ચેક કરી શકો છો.
  • તમારા સબ્સ્ક્રાઇબર બેઝ સાથે તમારા ઑડિયન્સના કદની તુલના કરો અને તમારા સબ્સ્ક્રાઇબર સિવાય વધુ વિશાળ ઑડિયન્સ સુધી પહોંચવામાં તમને સહાયરૂપ થયેલા વીડિયોને ઓળખો.
  • તમારી ચૅનલના વીડિયો પબ્લિશ કર્યા પહેલા અને પછીના વિશિષ્ટ દર્શકોની તુલના કરીને એવા કિસ્સાઓની ઓળખ કરો જ્યારે તમારો વીડિયો નવા ઑડિયન્સ બેઝ સુધી પહોંચ્યો હોય.
  • તમે કન્ટેન્ટના વ્યૂહનું માર્ગદર્શન કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરી શકો છો.
મારા વીડિયો પરના દર્શકો વધવા છતાં મને વિશિષ્ટ દર્શકોની સંખ્યા ઓછી શા માટે દેખાય છે?
જો કોઈ દર્શક તમારી ચૅનલ પર એક કરતાં વધુ વીડિયો જુએ છે, તો દરેક વીડિયો માટે તે વિશિષ્ટ દર્શક તરીકે દેખાશે. પરંતુ, તે બધા વ્યૂ મળીને તમારી ચૅનલ માટે એક વિશિષ્ટ દર્શક જ બનશે.
મારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા કરતાં મારા વિશિષ્ટ દર્શકોની સંખ્યા ઓછી શા માટે છે?
સબ્સ્ક્રાઇબરની સંખ્યા એ તમારા ઑડિયન્સના કદનો અંદાજ કાઢવાની સૌથી સચોટ રીત નથી. દર્શકોએ, સરેરાશ, ઘણી ચૅનલને સબ્સ્ક્રાઇબ કર્યું હોય છે અને તેઓ સબ્સ્ક્રાઇબ કરેલી દરેક ચૅનલના દરેક નવા અપલોડ માટે પાછા ન આવે એવું બની શકે છે.
જો તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા કરતાં તમારા વિશિષ્ટ દર્શકોની સંખ્યા ઓછી હોય, તો તમારા સબ્સ્ક્રાઇબર દ્વારા ચૅનલના નોટિફિકેશન ચાલુ કરવામાં ન આવ્યા હોય તેમ બની શકે છે અથવા તમારા સૌથી નવા અપલોડ તરત જ ન જોતાં હોય તેમ પણ બની શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6792797400217140847
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
102809
false
false