YouTube Studioમાં પ્લેલિસ્ટ મેનેજ કરવા

તમારા ઑડિયન્સ સાથે જોડાવા માટે, YouTube Studioમાં તમારા પ્લેલિસ્ટ બનાવવાની, તેમાં ફેરફાર કરવાની, તેને મેનેજ કરવાની અને તેને ફિલ્ટર કરવાની રીત જાણો.

નોંધ: આ સુવિધા કદાચ YouTube પર નિરીક્ષિત અનુભવો સાથે ઉપલબ્ધ ન પણ હોય. વધુ જાણો.

 

Android માટે YouTube Studio ઍપ

પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરો

  1. YouTube Studio ઍપ  ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ  પર ટૅપ કરો.
  3. તમે પ્લેલિસ્ટમાં ઉમેરવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
  4. ફેરફાર કરો  પર ટૅપ કરો.
  5. પ્લેલિસ્ટમાં ઉમેરો પર ટૅપ કરો અને તમે ઉમેરવા માગતા હો તે પ્લેલિસ્ટ પસંદ કરો.
  6. થઈ ગયું પર ટૅપ કરો.
  7. સાચવો પર ટૅપ કરો.

પ્લેલિસ્ટમાંથી વીડિયો કાઢી નાખો

પ્લેલિસ્ટમાંથી કોઈ ચોક્કસ વીડિયો કાઢી નાખવા માટે, આ પગલાં અનુસરો:
  1. YouTube Studio ઍપ  ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ  પર ટૅપ કરો.
  3. તમે પ્લેલિસ્ટમાંથી કાઢી નાખવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
  4. ફેરફાર કરો  પર ટૅપ કરો.
  5. પ્લેલિસ્ટ પર ટૅપ કરો અને પ્લેલિસ્ટના નામની બાજુના બૉક્સને અનચેક કરો.
  6. થઈ ગયું પર ટૅપ કરો.
  7. સાચવો પર ટૅપ કરો.

પ્લેલિસ્ટના સેટિંગ (શીર્ષક, વર્ણન)માં ફેરફાર કરો

YouTube Studio ઍપનો ઉપયોગ કરીને તમે પ્લેલિસ્ટના શીર્ષક, વર્ણન, પ્રાઇવસી, પ્લેલિસ્ટમાં વીડિયોના ક્રમમાં ફેરફાર કરી શકો છો.
  1. YouTube Studio ઍપ  ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ  પર ટૅપ કરો.
  3. પ્લેલિસ્ટ ટૅબમાં, તમે જેમાં ફેરફાર કરવા માગતા હો તે પ્લેલિસ્ટ પસંદ કરો.
  4. ફેરફાર કરો  પર ટૅપ કરો.
  5. પ્લેલિસ્ટના સેટિંગમાં ફેરફાર કરો અને સાચવો પર ટૅપ કરો.

પ્લેલિસ્ટ ડિલીટ કરો

  1. YouTube Studio ઍપ  ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ  પર ટૅપ કરો.
  3. પ્લેલિસ્ટ ટૅબમાં, તમે ડિલીટ કરવા માગતા હો તે પ્લેલિસ્ટ પસંદ કરો.
  4. ફેરફાર કરો  પર ટૅપ કરો.
  5. પ્લેલિસ્ટ ડિલીટ કરો પર ટૅપ કરો, પછી ઓકે પસંદ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10758434632885862857
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
102809
false
false