સશુલ્ક મેમ્બરશિપ સંબંધી બિલિંગ કે ઍક્સેસની સમસ્યાઓના નિવારણ વિશે

જો તમારી સશુલ્ક મેમ્બરશિપ નકારવામાં આવે, તો અમે તમને કોઈ ઇમેઇલ મારફતે જણાવીશું જેથી તમે તમારી મેમ્બરશિપ રિસ્ટોર કરી શકો.

આ ઇમેઇલ મેળવ્યા પછી:

  • તમે તમારી સશુલ્ક મેમ્બરશિપના લાભનો ઍક્સેસ ગુમાવો એ પહેલાં સમસ્યાનું નિરાકરણ કરવા માટે તમારી પાસે 3 દિવસનો સમય રહેશે. આ 3 દિવસના સમયગાળા દરમિયાન, અમે તમારી માસિક ચુકવણી પર પ્રક્રિયા કરવાનો નિયમિતપણે ફરી પ્રયાસ કરીશું.

  • જો 3 દિવસ પછી, અમે હજી પણ તમારી પાસેથી સફળતાપૂર્વક શુલ્ક ન લઈ શકીએ તો તમારું સબ્સ્ક્રિપ્શન 30 દિવસ માટે "થોભાવેલું" સ્થિતિમાં દાખલ થશે. આ થોભાવેલી સ્થિતિ દરમિયાન, તમે તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરો તે સિવાયની સ્થિતિમાં અમે તમારી મેમ્બરશિપનો ઍક્સેસ પુનઃસ્થાપિત કરવા માટે સમયાંતરે ચુકવણીની પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરીશું.

જો તમે આ સમય દરમિયાન તમારી ચુકવણી માહિતી અપડેટ કરો તો તમારી ચુકવણી પદ્ધતિથી શુલ્ક લેવાના અમારા આગલા પ્રયાસ દરમિયાન તમારી મેમ્બરશિપ આપમેળે પુનઃસ્થાપિત થવી રહીં. જો તમે સિસ્ટમ ફરી પ્રયાસ કરે તે માટે રાહ જોવા ન માગતા હો, તો તમે તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરી શકો છો અને તરત જ ઍક્સેસ મેળવવા માટે ફરીથી સાઇન અપ કરી શકો છો.

Fix billing issues with a Premium membership

જો તમે માનતા હો કે તમારી પાસેથી સશુલ્ક મેમ્બરશિપ માટે શુલ્ક લેવામાં આવ્યું છે પરંતુ તમે તમારા લાભ ઍક્સેસ કરી શકતા નથી, તો આ લેખ જુઓ.

YouTubeના શુલ્ક સંબંધિત સમસ્યાનું નિવારણ કરવું

તમારા YouTube બિલ સંબંધિત સમસ્યાનું નિવારણ કરવા અથવા તેના વિશે જાણવા માટે નીચેના બટનને ક્લિક કરો.

YouTubeના શુલ્ક સંબંધિત સમસ્યાનું નિવારણ કરો

જો સશુલ્ક મેમ્બરશિપ માટેની તમારી ચુકવણી નકારવામાં આવી હોય, તો મોટે ભાગે તમારે તમારી ચુકવણી પદ્ધતિની કોઈ સમસ્યાનું નિરાકરણ કરવું જરૂરી રહેશે. નીચે આ સમસ્યાઓને કેવી રીતે ઠીક કરવી તે માટેની અમારી ટિપ જુઓ.

નકારેલ ચુકવણી ને ઠીક કરો

તમારા કાર્ડ અથવા અન્ય ચુકવણી પદ્ધતિમાં કોઈ સમસ્યાને કારણે તમારી માસિક મેમ્બરશિપ ચુકવણીને નકારવામાં આવી હોઈ શકે છે. એકવાર તમે કોઈપણ ચુકવણીની સમસ્યાઓને ઠીક કરી લો, પછી સિસ્ટમ આપમેળે તમારી પાસેથી ફરીથી શુલ્ક લેવાનો પ્રયાસ કરશે અને તમારા સભ્યપદ લાભોના તમારા ઍક્સેસને રિસ્ટોર કરશે.

તમારું કાર્ડ અપ ટૂ ડેટ હોવાની ખાતરી કરો.

હમણાં અપડેટ કરો                

સમયસીમા સમાપ્ત થયેલ ક્રેડિટ કાર્ડને કારણે અથવા ખોટા બિલિંગ સરનામાને કારણે ચુકવણી ઘણીવાર અસફળ જાય છે. આ માહિતી અપડેટ કરવા માટે:

  1. જો તમે કમ્પ્યુટર પર હો તો youtube.com/paid_memberships પર જાઓ. જો તમે YouTube મોબાઇલ ઍપ પર છો, તો તમારા પ્રોફાઇલ ફોટો  અને પછી ખરીદી અને મેમ્બરશિપપર ક્લિક કરો.
  2. "વર્તમાન ચુકવણી પદ્ધતિ પર પ્રક્રિયા કરી શકાઈ નથી" મેસેજની બાજુમાં  ક્લિક કરો.
  3. ચુકવણી પદ્ધતિ અપડેટ કરો પર ક્લિક કરો.

તમે તમારા કાર્ડની સમાપ્તિ તારીખ સહિતની તમામ માહિતી સાચી છે તે તપાસીને ખાતરી કરવાની અમે ભલામણ કરીએ છીએ. તમારી ચુકવણી પદ્ધતિ માટે સૂચિબદ્ધ પિન કોડ તમારા કાર્ડના વર્તમાન બિલિંગ સરનામાના પિન કોડ સાથે પણ મેળ ખાતો હોવો જોઈએ.

જો ફાઇલ પરની તમારી ચુકવણી પદ્ધતિનો હવે ઉપયોગ થઈ શકતો ન હોય તો બીજી ચુકવણી પદ્ધતિ ઉમેરો અથવા પસંદ કરો.

ટિપ: જો તમને "ચુકવણી પદ્ધતિ અપડેટ કરો"નો વિકલ્પ દેખાતો ન હોય તો તમે Google Pay સબ્સ્ક્રિપ્શન અને સેવાઓ પેજમાંથી પણ અપડેટ કરી શકો છો.

કોઈપણ વિનંતી કરેલ માહિતી સબમિટ કરો

જો તમને Google પર વધુ માહિતી સબમિટ કરવાની વિનંતી કરતો કોઈ ભૂલનો મેસેજ દેખાય તો તે વિગતો સબમિટ કરવા માટે સૂચનાઓને અનુસરો. ઉદાહરણ તરીકે, તમે તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને ખરીદી કરો તે પહેલાં તમારે Google Pay પર તમારી ઓળખની ચકાસણી કરવાની જરૂર પડી શકે છે.

તમે કોઈપણ સમયે અલર્ટ અથવા એકાઉન્ટની સમસ્યાઓને ઠીક કરવાની વિનંતીઓ માટે Google Pay તપાસી શકો છો.

તપાસો કે તમારી પાસે ખરીદી માટે પૂરતું ભંડોળ છે

કેટલીકવાર અપૂરતા ભંડોળને કારણે વ્યવહાર નકારવામાં આવે છે. તમારી પાસે ખરીદી પૂર્ણ કરવા માટે પર્યાપ્ત ભંડોળની ખાતરી કરવા માટે તમારું એકાઉન્ટ તપાસો.

તમારી બેંક અથવા કાર્ડ રજૂકર્તાનો સંપર્ક કરો

તમારા કાર્ડમાં ચોક્કસ પ્રતિબંધો હોઈ શકે છે જેના કારણે તમારી ચુકવણી અસફળ થઈ શકે છે. વ્યવહાર વિશે પૂછવા માટે તમારું કાર્ડ જારી કરનાર બેંક અથવા કંપનીનો સંપર્ક કરો.

અન્ય કોઈ ચુકવણી પદ્ધતિ વડે ચુકવણીનો પ્રયાસ કરો. 

હમણાં અપડેટ કરો

તમે આ પગલાંને અનુસરીને અન્ય ચુકવણી પદ્ધતિ પર સ્વિચ કરવાનો પ્રયાસ કરી શકો છો:

  1. જો તમે કમ્પ્યુટર પર હો તો youtube.com/paid_memberships પર જાઓ. જો તમે YouTube મોબાઇલ ઍપમાં હો તો તમારા પ્રોફાઇલ ફોટા અને પછી ખરીદી અને મેમ્બરશિપ પર ક્લિક કરો.
  2. "વર્તમાન ચુકવણી પદ્ધતિ પર પ્રક્રિયા કરી શકાઈ નથી" મેસેજની બાજુમાં ક્લિક કરો.
  3. ચુકવણી પદ્ધતિ અપડેટ કરો પર ક્લિક કરો.
  4. કોઈ અલગ ચુકવણી પદ્ધતિ પસંદ કરો.

શુલ્ક વસુલ્યા પછી લાભો ઍક્સેસ કરવાની સમસ્યાઓને ઠીક કરો

જો તમે ખરીદી કરી હોય પરંતુ તમે જે ખરીદ્યું તેનો ઍક્સેસ ન હોય તો સંભવ છે કે શુલ્કની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. જો શુલ્ક નકારવામાં આવ્યું હોય તો તમારી પાસે ઍક્સેસ પણ નહીં હોય.

અધિકરણ માટે બાકી રાખેલું અને બાકી વ્યવહારો વિશે

જેની હજુ સુધી પ્રક્રિયા કરવામાં આવી નથી એવા Google Pay અથવા તમારા કાર્ડ સ્ટેટમેન્ટ પરના બાકી શુલ્ક એ અધિકરણ માટે બાકી રાખેલું છે.

સમાન સબ્સ્ક્રિપ્શન ચુકવણી માટે કેટલાક બાકી શુલ્ક જોવાનું શક્ય છે, કારણ કે દરેક બાકી શુલ્ક અધિકરણના પ્રયાસ બતાવે છે. જો કોઈ શુલ્કની પ્રક્રિયા કરવાને બદલે "બાકી" હોય, તો તે શુલ્ક તમારી પાસેથી વસૂલવામાં આવ્યો ન હોય અને ચુકવણી માટે કોઈપણ અસફળ કાર્ડ અધિકરણ પ્રયાસો તમારા સ્ટેટમેન્ટમાંથી તેમના પોતાના પર છોડી દેવામાં આવશે અને તમને બિલ આપવામાં આવશે નહીં.

બાકી શુલ્ક કેવી રીતે તપાસવો

  • તમારું બિલિંગ સ્ટેટમેન્ટ અથવા Google Pay તપાસો. જો તમે Google Pay પરના વ્યવહારમાં ક્લિક કરો તો તમને ખરીદી પૂર્ણ કરવાને બદલે "બાકી" ચાર્જ તરીકે સૂચિબદ્ધ દેખાશે.
  • ઇમેઇલ રસીદ માટે શોધો. જો કોઈ શુલ્કની પ્રક્રિયા કરવામાં આવે, તો તમને YouTube તરફથી એક ઇમેઇલ રસીદ મળશે .
  • તમે કોઈપણ સમયે અલર્ટ અથવા એકાઉન્ટની સમસ્યાઓને ઠીક કરવાની વિનંતીઓ માટે Google Pay તપાસી શકો છો. ઉદાહરણ તરીકે, તમે તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને ખરીદી કરો તે પહેલાં તમારે Google Pay પર તમારી ઓળખની ચકાસણી કરવાની જરૂર પડી શકે છે. જો Google Pay પર કોઈ ચેતવણીઓ ન હોય, તો આ બાકી શુલ્ક 1-14 કામકાજી દિવસની અંદર પસાર થઈ જવો જોઈએ અન્યથા જ્યારે ચુકવણી નકારવામાં આવે ત્યારે અદૃશ્ય થઈ જશે. જો તમને આ સમય પછી પણ બાકી શુલ્ક દેખાય તો તમારા ચુકવણી પ્રદાતાનો સંપર્ક કરો.

નકારેલ શુલ્ક કેવી રીતે તપાસવું

તમે Google Payમાં તમારી ખરીદીનું સ્ટેટસ બે વાર ચેક કરી શકો છો. Google Payએ વ્યવહારનું સ્ટેટસ "નકાર્યું" તરીકે બતાવેલ હોવું જોઈએ. નકારેલ ચુકવણીને કેવી રીતે ઠીક કરવી તે માટે ઉપરના વિભાગમાં અમારી ટિપ જુઓ.
જો તમારું બિલિંગ સ્ટેટમેન્ટ હજુ પણ "બાકી" દર્શાવતું હોય, તો આ શુલ્ક 1-14 કામકાજી દિવસોમાં જતું રહેશે અથવા જો તે નકારવામાં આવે તો અદૃશ્ય થઈ જશે. જો તમને આ સમય પછી પણ બાકી શુલ્ક દેખાય તો તમારા ચુકવણી પ્રદાતાનો સંપર્ક કરો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7904080891170359252
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false