વિસ્તૃત Analytics રિપોર્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો

YouTube Analyticsમાં, તમે ચોક્કસ ડેટા મેળવવા, પર્ફોર્મન્સની તુલના કરવા અને ડેટા નિકાસ કરવા માટે રિપોર્ટની નીચે ઍડવાન્સ્ડ મોડ અથવા વધુ જુઓ પર ક્લિક કરી શકો છો.

Analytics "Advanced Mode" in YouTube Studio

વિસ્તૃત રિપોર્ટનો ઉપયોગ કરો

labeled key of expanded analytics report menu

વિસ્તૃત રિપોર્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે નીચેની સુવિધાઓની સંખ્યાનો ઉપરની છબી સાથે મેળ કરો.

1. ચોક્કસ વીડિયો, ગ્રૂપ અથવા પ્લેલિસ્ટ માટે Analytics જોવા માટે સ્વિચ કરો.

2. ભૂગોળ, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ વિગેરે દ્વારા ડેટા ફિલ્ટર કરો.

3. ચાર્ટમાં મેટ્રિક બદલો.

4. દ્રિતિય મેટ્રિક પસંદ કરો.

5. તમારા ડેટાને અલગ રીતે વિભાજીત કરવા માટે એક પરિમાણ પસંદ કરો.

6. તમારા રિપોર્ટની નિકાસ કરો.

7. વિવિધ વીડિયો, ગ્રૂપ અથવા સમય અવધિની તુલના કરો.

8. તારીખની શ્રેણી બદલો

9. વધુ પરિમાણો જુઓ.

10. ચાર્ટનો પ્રકાર બદલો.

11. દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક વ્યૂ વચ્ચે સ્વિચ કરો.

12. વધુ વિગતો માટે ચાર્ટ તરફ નિર્દેશ કરો.

13. કોષ્ટકમાં મેટ્રિક ઉમેરો.

14. ચોક્કસ વીડિયો પસંદ કરો.

ભૂગોળ દ્વારા ફિલ્ટર કરો

ચોક્કસ ભૂગોળ માટે ડેટા મેળવવા માટે ભૂગોળ ફિલ્ટરનો ઉપયોગ કરો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  3. રિપોર્ટ હેઠળ, નવીનતમ મોડ અથવા વધું જુઓ. પર ક્લિક કરો
  4. પેજમાં સૌથી ઉપર, ભૂગોળ પર ક્લિક કરો અને તમે જેના માટે ડેટા મેળવવા માંગો છો તે લોકેશન/પ્રદેશો પસંદ કરો. નોંધ: ચોક્કસ ડેટાનું બ્રેકડાઉન જોવા માટે તમે લોકેશન/પ્રદેશ પસંદ કરો પર ક્લિક કરી શકો છો.

ઉંમર અથવા જાતિ દ્વારા ડેટા જુઓ

દરેક વસ્તી વિષયક માહિતીમાંથી તમારો કેટલો ટ્રાફિક આવી રહ્યો છે તે જોવા માટે દર્શકની ઉંમર અને દર્શકના લિંગના પરિમાણોનો ઉપયોગ કરો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  3. રિપોર્ટ હેઠળ, નવીનતમ મોડ અથવા વધું જુઓ. પર ક્લિક કરો
  4. પેજની સૌથી ઉપર, 13–65+ વર્ષની ઉંમર જોવા માટે દર્શકની ઉંમર અથવા સ્ત્રી, પુરુષ અને વપરાશકર્તા-સંબંધિત ડેટા જોવા માટે દર્શકની જાતિ પસંદ કરો.

YouTube Analytics માં ઉપલબ્ધ અન્ય ડેટા પરિમાણો

તમે ઉપરની સૂચનાઓનો પણ ઉપયોગ કરીને આના દ્વારા ડેટા મેળવી શકો છો:
  • વીડિયો
  • ટ્રાફિક સૉર્સ
  • ભૂગોળ
  • દર્શકની ઉંમર
  • દર્શકની જાતિ
  • તારીખ
  • નાણાં કમાવાની તમારી રીત
  • સબ્સ્ક્રિપ્શનનું સ્ટેટસ
  • સબ્સ્ક્રિપ્શનનો સૉર્સ
  • પ્લેલિસ્ટ
  • ડિવાઇસનો પ્રકાર
  • જોવાના પેજની જાહેરાતો
  • વ્યવહારનો પ્રકાર
  • YouTube પ્રોડક્ટ
  • પ્લેબૅક લોકેશન
  • ઑપરેટિંગ સિસ્ટમ
  • સબટાઇટલ અને ઉપશીર્ષકો
  • વીડિયો માહિતીની ભાષા
  • ઑડિયો ટ્રૅક
  • અનુવાદનો ઉપયોગ
  • સમાપ્તિ સ્ક્રીન એલિમેન્ટ પ્રકાર
  • સમાપ્તિ સ્ક્રીન એલિમેન્ટ
  • કાર્ડનો પ્રકાર
  • કાર્ડ
  • શેરિંગ સેવા
  • Short
  • પોસ્ટ
  • પ્રોડક્ટ
  • કન્ટેન્ટનો પ્રકાર
  • આનું પ્રિમિયર બતાવ્યું છે
  • પ્લેયરનો પ્રકાર

નોંધ: ફિલ્ટરનું નામ જો તે વર્તમાન વ્યૂ સાથે સુસંગત ન હોય અથવા જો તમારા વીડિયોમાં પૂરતો ટ્રાફિક ન હોય તો તેને ઓળંગી શકાય છે.

અન્ય વિસ્તૃત રિપોર્ટના વિકલ્પો

ચાર્ટમાં ફેરફાર કરો

ચાર્ટમાં મેટ્રિક બદલો

ચાર્ટ વિસ્તારની બરાબર ઉપર, એક બૉક્સ છે જે દર્શાવે છે કે ચાર્ટ માટે કયું મેટ્રિક પસંદ કરવામાં આવ્યું છે. તમારા ચાર્ટ માટે અલગ મેટ્રિક પસંદ કરવા માટે આ બૉક્સ પર ક્લિક કરો.

મલ્ટિ-લાઇન ચાર્ટ બનાવો

તમે કોષ્ટકમાં વ્યક્તિગત પંક્તિઓની બાજુના બૉક્સને ચેક કરી શકો છો. તપાસ કરેલી દરેક આઇટમમાં ચાર્ટને અનુરૂપ લાઇન હશે. "કુલ" પંક્તિ ડિફૉલ્ટ તરીકે પસંદ થયેલી છે.

કોષ્ટકમાં ફેરફાર કરો

વ્યક્તિગત પંક્તિ માટે વધુ વિગતો મેળવો

વધુ વિગતવાર ડેટા મેળવવા માટે વાદળી ટેક્સ્ટમાં લખેલી તમારા રિપોર્ટની પંક્તિઓ પર ક્લિક કરી શકાય છે.
દાખલા તરીકે, જો તમે ટ્રાફિક સૉર્સ જોઈ રહ્યાં હો તો તમે કઈ ચોક્કસ શોધને કારણે તમારી ચૅનલ પર ટ્રાફિક થયો તે જાણવા માટે તમે "YouTube શોધ" જેવા પરિણામો પર ક્લિક કરી શકો છો.

કોષ્ટકમાંથી મેટ્રિક્સ ઉમેરો અથવા કાઢી નાખો

તમારા રિપોર્ટમાં મેટ્રિક ઉમેરવા માટે, વાદળી વત્તાના બટન નો ઉપયોગ કરો.
તમારા રિપોર્ટમાંથી મેટ્રિક કાઢી નાખવા માટે, વધુ ''અને પછી મેટ્રિક છુપાવો પસંદ કરો.

અન્ય વિકલ્પો

વીડિયોને પરસ્પર સ્વિચ કરો

ઉપર-ડાબા ખૂણામાં, Analytics તમારી ચૅનલનું નામ અથવા વીડિયોનું નામ બતાવે છે. વીડિયો પસંદગીકર્તાને ખેંચવા માટે આ નામ પર ક્લિક કરો. તમે નામ દ્વારા વીડિયો શોધી શકો છો અથવા સૂચિમાંથી એક પસંદ કરી શકો છો. તમે ગ્રૂપ અથવા તમારી ચૅનલ પણ પસંદ કરી શકો છો.
તમે કોઈપણ વીડિયોના શીર્ષક પર પણ નિર્દેશ કરી શકો છો અને Analytics પસંદ કરી શકો છો .

પર્ફોર્મન્સની સરખામણી કરો

વીડિયો અથવા Groupsની સરખામણી કરવા માટે "...સાથે સરખામણી કરો" પસંદ કરો. તમે સમયમર્યાદા, રિપોર્ટ અને મેટ્રિક પણ બદલી શકો છો.
ટિપ: એકસાથે તેમના સંયુક્ત પર્ફોર્મન્સને જોવા માટે ઘણા બધા વીડિયોને એકસાથે ગ્રૂપ કરો. YouTube Analytics ગ્રૂપ વિશે વધુ જાણો.

ડેટાની નિકાસ કરો

તમે ચૅનલ અથવા વીડિયોના લેવલે મેટ્રિકના મોટા સેટને તપાસવા માટે ડેટા નિકાસ કરી શકો છો. જો તમે કન્ટેન્ટ મેનેજર હો તો તમે કેટલીક ચૅનલ માટે રિપોર્ટ પણ ડાઉનલોડ કરી શકો છો અથવા કસ્ટમ રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે YouTube Analytics APIનો ઉપયોગ કરી શકો છો. રિપોર્ટ ડાઉનલોડ કરવાની મર્યાદા 500 પંક્તિ સુધીની છે. ડેટાની 500થી વધુ પંક્તિઓ ડાઉનલોડ કરવા માટે YouTube રિપોર્ટિંગ APIનો ઉપયોગ કરો.

ચૅનલ અથવા વીડિયો માટે ડેટાની નિકાસ કરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  3. તમે ડાઉનલોડ કરવા માંગો છો તે રિપોર્ટ શોધો અને નવીનતમ મોડ પર ક્લિક કરો અથવા વધુ જુઓ.
  4. તમે રિપોર્ટ કરવા માંગતા હો તે તમામની ગોઠવણ કરો.
  5. સૌથી ઉપર, વર્તમાન વ્યૂ નિકાસ કરો પસંદ કરો અને તમને મનગમતું ફાઇલનું ફૉર્મેટ પસંદ કરો.

GDPRનું અનુપાલન કરવા માટે, અમારી પાસે નવી ડેટાની જાળવણી સંબંધિત પૉલિસી છે. CMSના રિપોર્ટ અને રિપોર્ટિંગ API બંને UI પર પબ્લિશ થયાના 60 દિવસ પછી કાઢી નાખવામાં આવશે. રિપોર્ટિંગ APIમાં ઐતિહાસિક ડેટા રિપોર્ટ જનરેટ થયાના 30 દિવસ સુધી ઉપલબ્ધ રહેશે.

YouTube Analyticsમાં કાઢી નાખેલું કન્ટેન્ટ

જ્યારે તમે વિનંતી કરો ત્યારે YouTube કાઢી નાખેલા વીડિયો, પ્લેલિસ્ટ અને ચૅનલને YouTube Analytics અને YouTube Analytics APIમાંથી કાઢી નાખશે. કાઢી નાખેલી આઇટમમાંથી ડેટા હજુ પણ એકંદર આંકડા અને કુલ સરવાળામાં ગણવામાં આવશે. સચોટ સંખ્યા મેળવવા માટે, YouTube Analyticsમાં કુલ સરવાળાનો ઉપયોગ કરો.

ગ્રૂપ

Groups એ તમારા 500 જેટલા વીડિયો, પ્લેલિસ્ટ અથવા ચૅનલનો કસ્ટમાઇઝ કરી શકાય એવો સંગ્રહ છે. તમે કન્ટેન્ટના સમાન ભાગોને એકસાથે ગોઠવી શકો છો અને તેમનો ડેટા Groups સાથે એક જગ્યાએ જોઈ શકો છો.

Groups બનાવો અને મેનેજ કરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  3. નવીનતમ મોડ પર ક્લિક કરો અથવા વિસ્તૃત Analytics રિપોર્ટ જોવા માટે વધુ જુઓ.
  4. ઉપર ડાબી બાજુએ, શોધ બારમાં તમારી ચૅનલના નામ પર ક્લિક કરો.
  5. ગ્રૂપ બનાવો:
    1. Groups ટૅબ પસંદ કરો અને ત્યારબાદ નવું ગ્રૂપ બનાવો પસંદ કરો.
    2. તમારા ગ્રૂપનું નામ દાખલ કરો, વીડિયો પસંદ કરો અને સાચવો.
  6. ગ્રૂપ મેનેજ કરો:
    1. Groups ટૅબ પસંદ કરો અને ત્યારબાદ ગ્રૂપ પસંદ કરો.
    2. તમે તમારા ગ્રૂપ માટે ડેટામાં ફેરફાર કરી શકો છો, કાઢી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16554381948680219208
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false