નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ અને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરેલા કન્ટેન્ટ માટે YouTube પર જાહેરાતોની કાર્ય કરવાની રીત

બાળકો માટે યોગ્ય જાહેરાત સેવા સંબંધિત પૉલિસીઓ સમય સાથે બદલાઈ શકે છે. અમે તમને નવીનતમ અપડેટ વાંચવા માટે વારંવાર ચેક કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.

ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ અને અન્ય કાયદાનું પાલન કરવા માટે, YouTube પર મનગમતી બનાવેલી જાહેરાતો, રીમાર્કેટિંગ અને અન્ય મનગમતી બનાવેલી લક્ષ્યીકરણ સુવિધાઓ આના માટે પ્રતિબંધિત છે:

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ અને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરેલા કન્ટેન્ટ માટે YouTube પર સાંદર્ભિક જાહેરાતો આપી શકાય છે આ જાહેરાતો નીચેના પરિબળો પર આધારિત છે:

  • જોવાઈ રહેલું કન્ટેન્ટ
  • દર્શકોની વર્તમાન શોધ
  • દર્શકનું સામાન્ય લોકેશન (જેમ કે શહેર અથવા રાજ્ય)

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે YouTube પર અને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા કન્ટેન્ટ પર દેખાવાની યોગ્યતા મેળવવા માટે જાહેરાતોએ બાળકો માટે યોગ્ય જાહેરાતની પૉલિસીનું પાલન કરવું આવશ્યક છે.

"બાળકો માટે યોગ્ય" કન્ટેન્ટ પર જાહેરાતો જોવી

અમુક કૅટેગરીમાં જાહેરાતો હજુ પણ "બાળકો માટે યોગ્ય" તરીકે માર્ક કરેલા કન્ટેન્ટ પર દેખાઈ શકે છે. “બાળકો માટે યોગ્ય” કન્ટેન્ટના દર્શકો વીડિયો જાહેરાત બતાવવામાં આવે તે પહેલાં અને પછી જાહેરાત બમ્પર જોઈ શકે છે. જ્યારે જાહેરાત શરૂ અને સમાપ્ત થઈ રહી હોય ત્યારે આ તેમને અલર્ટ કરવામાં સહાય કરે છે. 

"બાળકો માટે યોગ્ય” કન્ટેન્ટ પરની જાહેરાતો બાબતે જાહેરાત સેવા સંબંધિત પૉલિસીઓને સમજવા માટે, અમારી “બાળકો માટે યોગ્ય” જાહેરાત પૉલિસી જુઓ.

જાહેરાતકર્તા માટે પૉલિસી

જાહેરાતકર્તાઓ YouTube પર નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે કે બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા કન્ટેન્ટ પર મનગમતી બનાવેલી જાહેરાતો ચલાવી શકશે નહીં.

બાળકોને લક્ષિત હોય અથવા બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા કન્ટેન્ટ પરની જાહેરાતો તમામ સંબંધિત કાયદા અને નિયમનોનું પાલન કરતી હોવી જોઈએ. જાહેરાતની જરૂરી શરતો:

  • ભ્રામક, ગેરવ્યાજબી અથવા તે જે ઑડિયન્સ માટે છે તેના માટે અયોગ્ય ન હોવી જોઈએ
  • કોઈ ત્રીજા પક્ષના ટ્રૅકરનો ઉપયોગ અથવા વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરતી હોવી ના જોઈએ

નીચે કેટલીક પ્રોડક્ટ છે કે જેની જાહેરાતકર્તાઓ YouTube પર નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ અથવા બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા કન્ટેન્ટ માટે જાહેરાત ન કરી શકે:

  • બાળકો માટે અયોગ્ય મીડિયા: જે મીડિયા (મૂવી, ટીવી શો, વગેરે.) 13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓને બતાવવા માટે સંવેદનશીલ હોય.
  • બાળકો માટે અયોગ્ય વીડિયો ગેમ: જે ગેમનું ઈન્ડસ્ટ્રી રેટિંગ 13 વર્ષથી ઓછી ઉંમરની ઑડિયન્સ માટે યોગ્ય નથી એવી ઇલેક્ટ્રોનિક વીડિયો ગેમ(અને સંબંધિત ઍક્સેસરી)પ્રતિબંધિત છે જે વીડિયો ગેમ કન્સોલ, કમ્પ્યૂટર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ જેમ કે સેલ ફોન કે ટૅબ્લેટ જેવા કોઈ પણ ઇલેક્ટ્રિનિક્સ ડિવાઇસ પર રમી શકાતી હોય.
  • ડેટિંગ અને રિલેશનશિપ: ડેટિંગ સાઇટ, ફૅમિલી કાઉન્સેલિંગ અને વૈવાહિક અથવા છૂટાછેડાની સેવાઓ માટેની જાહેરાતો.
  • સૌંદર્ય અને વજન ઘટાડવું: બાહ્ય વ્યક્તિગત સંભાળને લગતી પ્રોડક્ટ, વજન ઘટાડવા સંબંધિત ફિટનેસ પ્રોડક્ટ, આહાર અને પોષણ.
  • ભોજન અને પીણાં: ન્યુટ્રિશન કન્ટેન્ટને ધ્યાનમાં લીધા વિના, ખાદ્ય ખોરાક અને પીણાં સંબંધિત પ્રોડક્ટ પ્રતિબંધિત છે.
  • ગેરકાયદેસર અથવા નિયંત્રિત પ્રોડક્ટ: પ્રતિબંધિત કન્ટેન્ટ અને મર્યાદાવાળા કન્ટેન્ટ સહિતની બાળકો માટે જાહેરાત કરવા માટેની નિયંત્રિત અથવા ગેરકાયદેસર પ્રોડક્ટ પ્રતિબંધિત છે. આમાં એવી પ્રોડક્ટનો પણ સમાવેશ થાય છે જે બાળકો માટે સલામતીનું જોખમ ઊભું કરી શકે છે.
  • રાજકીય જાહેરાતો: રાજકીય ઉમેદવારો અથવા તેમની પૉલિસીની સ્થિતિ, રાજકીય પક્ષો, ફાળો ઉઘરાવનાર અથવા રાજકીય ક્રિયા સમિતિ અથવા તેમની કાર્યસૂચિ વિશેની માહિતી સહિત કોઈપણ પ્રકારની રાજકીય સશુલ્ક જાહેરાત.
  • ધાર્મિક જાહેરાતો: કોઈપણ પ્રકારની ધાર્મિક જાહેરાતો પ્રતિબંધિત છે, દા.ત., ધર્મ, ધાર્મિક માન્યતાઓ, ધાર્મિક શાળાઓ, ધાર્મિક પુસ્તકો વગેરે સંબંધિત ઑફર.
  • પુખ્ત લોકો માટેના કન્ટેન્ટ સંબંધિત જાહેરાતો: જાતીય અને વયસ્ક લોકો માટેનું કન્ટેન્ટ કે જે પુખ્ત વયની ઑડિયન્સ માટે બનાવેલું છે અને 13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે યોગ્ય ન નથી.
  • જોખમી કન્ટેન્ટ: 13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે જોખમી અને અયોગ્ય અથવા સામાન્ય રીતે પુખ્ત નિરીક્ષણની જરૂર હોય તેવું કન્ટેન્ટ.
  • હિંસા દર્શાવતું કન્ટેન્ટ: હિંસક અને ગ્રાફિક કન્ટેન્ટ કે જે પુખ્ત વયની ઑડિયન્સ માટે બનાવેલું છે અને 13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે યોગ્ય નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17901872589490426408
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false