YouTube પર ખરીદેલી કોઈ મૂવી કે શો જુઓ

એકવાર તમે YouTube પર મૂવી અને ટીવી શો ખરીદો કે ભાડે લો, પછી તમે તેને કમ્પ્યૂટર, મોબાઇલ ડિવાઇસ,  સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ કે ગેમ કન્સોલ પર જોઈ શકો છો. તમારી ખરીદીઓને ઍક્સેસ કરવા માટે, તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું હોવાની ખાતરી કરો. તમે પહેલી વાર જોવાનું શરૂ કરો તે પછી તમારી ભાડા પર લીધેલી મૂવી અને ટીવી શો ભાડાની અવધિ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઉપલબ્ધ રહે છે. ખરીદીઓ અનિશ્ચિત સમય માટે ઉપલબ્ધ રહે છે. વધુ માહિતી માટે, અમારા વપરાશના નિયમો જુઓ.

યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમમાં રહેતા દર્શકો: જો તમે YouTube પર Primetime ચૅનલનું કોઈ સબ્સ્ક્રિપ્શન ખરીદ્યું હોય, તો તમને તમારા હોમ પરના સુઝાવોમાં અને તમારા YouTube શોધ પરિણામોમાં પ્રોગ્રામ જોવા મળશે. તમે સીધા તમારા ખરીદેલા સબ્સ્ક્રિપ્શન જોઈ શકો છો.

નોંધ: કેટલાક વીડિયો અલગ-અલગ કિંમત પર વધારાની ક્વૉલિટી ઑફર કરે છે. HD અને UHD શીર્ષકોનું પ્લેબૅક ફક્ત અમુક સપોર્ટેડ ડિવાઇસ પર અને ઇન્ટરનેટ ઝડપને આધારે ઉપલબ્ધ થાય છે. વધુ માહિતી માટે, HD/UHD ડિવાઇસની જરૂરિયાતો જુઓ.

કોઈ કમ્પ્યૂટર પર જુઓ

ખરીદેલી મૂવી અને ટીવી શોને કોઈ કમ્પ્યૂટર પર ઍક્સેસ કરવા માટે, YouTubeમાં સાઇન ઇન કરો અને ડાબી બાજુના મેનૂ પર "તમારી મૂવી અને ટીવી શો" પસંદ કરો. ત્યાંથી, તમે ખરીદેલી મૂવી અને ટીવી શો જોવા માટે "ખરીદેલા" પસંદ કરો.
HTML5 પ્લેબૅકને સપોર્ટ કરતા વેબ બ્રાઉઝર પર તમે ભાડે લીધેલી અથવા ખરીદેલી હોય એવી મૂવી અને શો જોઈ શકો છો. YouTube પર મૂવી અને શો સાથે કયા વેબ બ્રાઉઝર કામ કરે છે તે જુઓ.

મોબાઇલ ડિવાઇસ પર જુઓ

તમે તમારા ડિવાઇસ પર YouTube મોબાઇલ ઍપનો ઉપયોગ કરીને અમુક સ્માર્ટફોન અને ટૅબ્લેટ પર ભાડા પર લીધેલા અને ખરીદેલા વીડિયો જોઈ શકો છો.
તમે તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરીને અને પછી "તમારી મૂવી અને ટીવી" પર જઈને તમે ખરીદેલા બધા વીડિયો જોઈ શકો છો.
નોંધ:
  • તમે પસંદ કરેલા લોકેશનમાં તમારા iOS ડિવાઇસ પર કન્ટેન્ટ ખરીદી શકો છો. તમારા લોકેશનમાં iOS ખરીદીઓને સપોર્ટ કરવામાં આવે છે કે કેમ તે જોવા માટે, કૃપા કરીને અહીં ચેક કરો.
  • જો તમારા લોકેશનમાં iOS ખરીદીઓને સપોર્ટ કરવામાં આવતો ન હોય, તો પણ તમે અન્ય ડિવાઇસ પર મૂવી અને ટીવી શો ખરીદી શકો છો. ખરીદી કર્યા પછી, તમે કન્ટેન્ટને તમારા iOS ડિવાઇસ પર જોઈ શકો છો.
  • YouTube Android ઍપ પર ખરીદેલી કેટલીક મૂવી અને શોનું બિલિંગ Google Play મારફતે કરવામાં આવે છે. કિંમત અથવા શુલ્ક પર આની કોઈ અસર થતી નથી. તમે રિફંડની વિનંતી પણ કરી શકો છો.

Chromecastનો ઉપયોગ કરીને જુઓ

જો Chromecast તમારું પોતાનું હોય, તો તમે તમારા ટીવી પર YouTubeના ભાડે લીધેલા અને ખરીદેલા વીડિયો જોવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મોબાઇલ ડિવાઇસ પર YouTube ઍપ ખોલીને અને તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું છે તેની ખાતરી કરીને શરૂ કરો. તમે આ કરી લો તે પછી:
  1. તમે જોવા માગતા હો તે YouTube વીડિયો પસંદ કરો.
  2. વીડિયોને તમારા ટીવી પર કાસ્ટ કરવા માટે, કાસ્ટ કરો પર ક્લિક કરો.
તમે આ લેખમાં સૂચિબદ્ધ પગલાં અનુસરીને તમારા Chrome બ્રાઉઝરમાંથી પણ કાસ્ટ કરી શકો છો.
Chromecastનો ઉપયોગ કરવા વિશેના સામાન્ય પ્રશ્નો માટે, Chromecast સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

સ્માર્ટ ટીવી અથવા અન્ય સ્ટ્રીમિંગ ડિવાઇસ પર જુઓ

તમે સ્માર્ટ ટીવી, Apple TV, Android TV, Fire TV અને Roku માટે YouTube ઍપ પર પણ ખરીદેલી મૂવી અને ટીવી શોને ઍક્સેસ કરી શકો છો.

YouTube ઍપમાં સાઇન ઇન કરીને YouTube પરથી ખરીદેલી મૂવી અને ટીવી શો જુઓ. તમારું બધું કન્ટેન્ટ જોવા માટે લાઇબ્રેરી ટૅબમાં "તમારા મૂવી અને શો" પર જાઓ. તમારા ડિવાઇસ પર YouTube ઍપનું એકદમ નવું વર્ઝન ઇન્સ્ટૉલ કરેલું છે તેની ખાતરી કરો.

તમારા ફોન, ટૅબ્લેટ અથવા કમ્પ્યુટર પરનાં કાસ્ટ કરો બટનનો ઉપયોગ કરીને Android TV પર પણ ભાડે લીધેલા અને ખરીદેલા વીડિયોને કાસ્ટ કરી શકો છો.

ગેમ કન્સોલ પર જુઓ

Xbox One, Xbox 360, Playstation 3, Playstation 4, Wii U અને Nintendo Switch ડિવાઇસનો ઉપયોગ કરીને YouTube પરથી ખરીદેલી મૂવી અને ટીવી શો જોઈ શકાય છે.
તમે ખરીદેલી મૂવી અથવા ટીવી શો જોવા માટે, YouTube ઍપમાં સાઇન ઇન કરો, પછી લાઇબ્રેરી ટૅબ  અને પછી “તમારી મૂવી અને શો" પર જાઓ. ત્યાંથી, તમે ખરીદેલી મૂવી અને ટીવી શો જોવા માટે "ખરીદેલા" પસંદ કરો.
તમે ગેમ કન્સોલ પર મૂવી અથવા ટીવી શો ખરીદી શકતા નથી. તમે અન્ય ડિવાઇસ પર મૂવી અથવા ટીવી શો ખરીદી શકો છો અને પછી ઉપરની સૂચનાઓનો ઉપયોગ કરીને તેને તમારા ગેમ કન્સોલ પર જોઈ શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15944312917896033402
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false