સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ અને ગેમ કન્સોલ પર મૂવી અને ટીવી શોની ખરીદી કરવાની રીત

HD અને UHD શીર્ષકોનું પ્લેબૅક ફક્ત ડિવાઇસ પર અને ઇન્ટરનેટ ઝડપને આધારે ઉપલબ્ધ થાય છે. વધુ માહિતી માટે HD/UHD ડિવાઇસની જરૂરિયાતો પર જાઓ.

YouTube પર મૂવી અને ટીવી શો ખરીદવા માટે, તમારી ઉંમર 18 વર્ષ અથવા તેનાથી વધુ હોવી આવશ્યક છે અને તમારી પાસે માન્ય ચુકવણી પદ્ધતિ ધરાવતું Google એકાઉન્ટ હોવું જરૂરી છે.

નોંધ: YouTube પર ખરીદેલી મૂવી તમારી Google Play કૌટુંબિક લાઇબ્રેરીમાં દેખાશે નહીં. વધુ જાણો.

તમે નીચેના ઉત્પાદકો સહિત, સપોર્ટેડ સ્માર્ટ ટીવી પર YouTube ઍપના નવીનતમ વર્ઝનમાં મૂવી અને ટીવી શો ખરીદી શકો છો:

  • LG
  • Panasonic
  • Roku
  • Samsung
  • Sony
  • TPV
  • Vestel
  • Vizio

ખરીદી કરવા માટે, તમારે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું હોવું અને તેમાં માન્ય ચુકવણી પદ્ધતિ સાચવેલી હોવી જરૂરી છે. જો તમે માન્ય ચુકવણી પદ્ધતિ સાચવેલી ન હોય, તો તમારે કમ્પ્યૂટર અથવા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરીને ચુકવણી પદ્ધતિ ઉમેરવી જરૂરી રહેશે.

તમારા સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ અથવા ગેમ કન્સોલ પર ખરીદી કરવા માટે:

  1. તમારા સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ અથવા ગેમ કન્સોલ પર તમારી YouTube ઍપ પર જાઓ.
  2. તમને જેમાં રુચિ હોય તે મૂવી અથવા ટીવી શો શોધો. જો તમે બ્રાઉઝ કરવા માગતા હો, તો “મૂવી" શોધો.
  3. તમે જોવા માગતા હો, તે મૂવી અથવા શો પસંદ કરો. ભાડે ખરીદવા માટે ભાડે પસંદ કરો. ટીવી શો અથવા મૂવી ખરીદવા માટે ખરીદો પસંદ કરો.
  4. તમારી ચુકવણી પદ્ધતિ કન્ફર્મ કરો અને ચાલુ રાખો પસંદ કરો.
  5. તમારી ચુકવણી પદ્ધતિ કન્ફર્મ કરવા માટે સ્ક્રીન પરના દિશાનિર્દેશોને અનુસરો. પછી હમણાં ચૂકવો પસંદ કરો.
  6. તમે હમણાં અથવા પછીથી જોઈ શકો છો. તમારો જોવાનો અનુભવ શરૂ કરવા માટે હમણાં જુઓ પસંદ કરો અથવા બીજા કોઈ સમયે તેનો આનંદ માણવા માટે પછીથી જુઓ પસંદ કરો. તમે YouTube ઍપમાં લાઇબ્રેરી ટૅબ માં 'ખરીદીઓ' વિભાગમાં જઈને તમારી ખરીદીઓ જોઈ શકો છો.
નોંધ:
  • ભાડે લીધેલી મૂવી માટે, તમે પહેલી વાર જોવાનું શરૂ કરો તે પછી તમારી મૂવી ભાડાની અવધિ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે. ખરીદેલી મૂવી તમને ગમે તેટલી વખત જોવા માટે ઉપલબ્ધ હશે. વધુ માહિતી માટે અમારા વપરાશના નિયમો પર જાઓ.
  • કેટલાક વીડિયો માટે, અલગ-અલગ કિંમતોમાં, વિવિધ રિઝોલ્યુશન ઉપલબ્ધ હોઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13049191840456527440
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false