કમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસ પર મૂવી અને ટીવી શોની ખરીદી કરવાની રીત

સપોર્ટેડ દેશમાં, YouTube પર મૂવી અને ટીવી શો ખરીદવા માટે, તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી આવશ્યક છે અને તમારી પાસે માન્ય ચુકવણી પદ્ધતિ ધરાવતું Google એકાઉન્ટ હોવું જરૂરી છે.

નોંધ: YouTube પર ખરીદેલી મૂવી તમારી Google Play કૌટુંબિક લાઇબ્રેરીમાં દેખાશે નહીં. વધુ જાણો.

કમ્પ્યુટર પર મૂવી અને ટીવી શો ખરીદવા માટે, તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને ખરીદી કરવા માટે આ પગલાં અનુસરો.

  1. મૂવી અને શો પેજની મુલાકાત લો અથવા તમે ખરીદવા કે ભાડે લેવા માગતા હો, તે મૂવી અથવા ટીવી શોને YouTube પર શોધો
  2. ભાડે લેવા અથવા ખરીદી કરવા માટે કિંમત બતાવતા બટન પર ક્લિક કરો. અલગ-અલગ રિઝોલ્યુશન માટે અલગ-અલગ કિંમતો પણ ઉપલબ્ધ હોઈ શકે છે.
  3. જો તમારી પાસે રિડીમ કરવા માટે કોઈ કૂપન હોય, તો પ્રમોશનલ કોડ બતાવવા માટે 'પ્રમોશનલ કોડ દાખલ કરો' પર ક્લિક કરો. તમારો કોડ દાખલ કરો અને ઍરો પર ક્લિક કરો, પછી આગળ ચાલુ રાખવા માટે યોગ્ય ખરીદી બટન પર ક્લિક કરો.
  4. તમે ઉપયોગ કરવા માગતા હો, તે ચુકવણી પદ્ધતિ પસંદ કરો અથવા નવી ચુકવણી પદ્ધતિ ઉમેરો, પછી વ્યવહારની પ્રક્રિયા સમાપ્ત કરવા માટે, ખરીદો પર ક્લિક કરો.
  5. એકવાર તમારી ચુકવણી થઈ જાય, પછી તમને ખરીદીનું કન્ફર્મેશન મળશે.
  6. તમે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું હોય, ત્યારે https://www.youtube.com/purchasesની મુલાકાત લઈને તમે ખરીદેલા તમામ વીડિયો શોધી શકો છો.
નોંધ લેવા જેવી બાબતો:
  • ભાડે લીધેલી મૂવી માટે, તમે પહેલી વાર જોવાનું શરૂ કરો તે પછી તમારી મૂવી ભાડાની અવધિ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે. ખરીદેલી મૂવી તમને ગમે તેટલી વખત જોવા માટે ઉપલબ્ધ હશે. વધુ માહિતી માટે અમારા વપરાશના નિયમો જુઓ
  • કેટલાક વીડિયો માટે, અલગ-અલગ રિઝોલ્યુશન માટે અલગ-અલગ કિંમતો પણ ઉપલબ્ધ હોઈ શકે છે. HD અને UHD શીર્ષકોનું પ્લેબૅક ફક્ત અમુક સપોર્ટેડ ડિવાઇસ પર અને ઇન્ટરનેટ ઝડપને આધારે ઉપલબ્ધ થાય છે. વધુ માહિતી માટે, HD/UHD ડિવાઇસની જરૂરિયાતો જુઓ.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2602229280276782968
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false