YouTube પાર્ટનર પ્રોગ્રામ સસ્પેન્શન અથવા ઍપ્લિકેશન અસ્વીકાર માટે અપીલ કરો

જો તમે માનો કે તમારી ચૅનલને YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માંથી, ખોટી રીતે સસ્પેન્ડ કરાઈ હતી અથવા YPPમાં જોડાવાની તમારી અરજી ખોટી રીતે નકારી કાઢવામાં આવી હતી, તો તમારી પાસે અપીલ કરવાનો વિકલ્પ છે. તમે વીડિયો અપીલ બનાવીને સબમિટ કરીને અથવા YouTube Studio માંથી નિર્માતા માટે સપોર્ટનો સંપર્ક કરીને અપીલ કરી શકશો. 

તમારી અપીલ સબમિટ કર્યા પછી, અમારી ટીમ નિર્ણય સાથે 14 દિવસની અંદર પ્રત્યુત્તર આપશે. જો તમારી અપીલ સફળ થશે, તો અમે YPP માટે તમારી ચૅનલને મંજૂર કરીશું અથવા ફરીથી મંજૂર કરીશું અથવા 30 દિવસની અંદર કમાણી કરવાની પ્રક્રિયા ફરી ચાલુ કરીશું. જો તમારી અપીલ નકારવામાં આવે, તો પણ તમે તમારા સસ્પેન્શનની અથવા અરજી નકારવાની તારીખના 90 દિવસ પછી YPP પર ફરીથી અરજી કરી શકશો. 

જ્યારે અમે તમારી અપીલને રિવ્યૂ કરીશું, ત્યારે તમારી ચૅનલનું તેની વર્તમાન સ્થિતિમાં મૂલ્યાંકન કરવામાં આવશે. આનો અર્થ એ છે કે તમારે તમારી અપીલ સબમિટ કરતા પહેલા વીડિયો ડિલીટ ન કરવા.

મહત્વપૂર્ણ: તમારે સસ્પેન્શનના 21 દિવસની અંદર તમારી અપીલ સબમિટ કરવાની રહેશે. આ તારીખ YouTube Studio માં તમારી ચૅનલના કમાણી કરવાની પ્રક્રિયાના ઓવરવ્યૂમાં સ્ટાર્ટ અપીલ બટનની બાજુમાં પણ બતાવવામાં આવી છે.

વીડિયો દ્વારા અપીલ

જો તમે વીડિયો દ્વારા અપીલ કરવા માટે યોગ્ય હો તો તમારો વીડિયો બનાવતી વખતે આ દિશાનિર્દેશોને ફૉલો કરો:

ફૉર્મેટ હોવું જોઈએ

  • માત્ર વીડિયો (તમારે વર્ણનમાં કોઈ અપીલની માહિતી ન મૂકવી)
  • 5 મિનિટ કરતાં ઓછા સમયનો હોવો જોઈએ.
  • ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો
  • તમે જે ચૅનલ માટે અપીલ કરી રહ્યાં હો તેના પર અપલોડ કરેલો અને તમારા એકાઉન્ટમાંથી સબમિટ કરેલો હોવો જોઈએ
  • સપોર્ટ કરતી ભાષામાં વર્ણન (અથવા ઑટોમૅટિક જનરેટ ન થયા હોય એવા અંગ્રેજી સબટાઈટલ):
    • અરબી, બંગાળી, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી, ઇન્ડોનેશિયન, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ, થાઈ, તુર્કીસ, વિયેતનામીસ

સ્ટેટસ આવું હોવું જોઈએ

  • ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો
  • નવું અપલોડ

શું સમાવવું

અમે સમજવા માંગીએ છીએ કે તમે તમારૂં કન્ટેન્ટ કેવી રીતે બનાવો છો અને તમારી પ્રક્રિયામાં પડદા પાછળનું દૃશ્ય દેખાય છે. તમારો વીડિયો હોવો જોઈએ:

  1. તમારા વીડિયોની પહેલી 30 સેકન્ડમાં તમારી ચૅનલના URLનો સમાવવું.
  2. AdSense પ્રોગ્રામ પૉલિસીઓ નો સંદર્ભ લો (અમારી YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓનો હિસ્સો). તમે પૉલિસીના વિશેષ ભાગને સમજાવવાનું અને તમારી ચૅનલ અમારી માર્ગદર્શિકાઓને કેવી રીતે ફૉલો કરે છે તેના ઉદાહરણો આપવાનું ભૂલશો નહીં.
  3. માત્ર અમારી માર્ગદર્શિકાની પૂર્તિ કરતા હોય એવા વ્યક્તિગત વીડિયો પર જ નહીં, પણ આખી ચૅનલ પર ધ્યાન આપો.
  4. તમે કેવી રીતે કન્ટેન્ટ બનાવ્યું છે તેના વિઝ્યુઅલ ઉદાહરણો આપો તમે કન્ટેન્ટમાં કેવી રીતે ફેરફાર કર્યા અથવા કન્ટેન્ટનું ફિલ્માંકન કર્યું છે તે બતાવો અને તમે તમારી વીડિયો અપીલમાં જે બતાવો છો તેને તમારી ચૅનલ પરના અન્ય કન્ટેન્ટ સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરો. તમે કરી શકો છો:
    • વીડિયોમાં જાતે જ આવો અથવા વૉઇસઑવર આપો.
    • તમારા કન્ટેન્ટને કેવી રીતે ફિલ્માવવામાં આવ્યું છે તે બતાવો 
    • તમારા કન્ટેન્ટમાં કેવી રીતે ફેરફારો કરવામાં આવ્યા છે તે બતાવો
નોંધ: જો તમે મ્યુઝિક કલાકાર હોવ તો બતાવો કે તમે તમારા મ્યુઝિકનું કેવી રીતે નિર્માણ કર્યું છે અને, જો સંબંધિત હોય, તો સમજાવો કે તમે અન્ય લોકો (એટલે કે પ્રોડ્યુસર્સ, વીડિયોગ્રાફર્સ) સાથે તમે તમારો સંગીત વીડિયો કેવી રીતે તૈયાર કર્યો છે.

એકવાર તમારી વીડિયો દ્વારા અપીલ તૈયાર થઈ જાય પછી અપલોડ અને સબમિટ કરવા માટે નીચેના પગલાં અનુસરો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. તમારી અપીલના વીડિયોને અનલિસ્ટેડ તરીકે અપલોડ કરો અને URL કૉપિ કરો
  3. તમારી ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયાના ઓવરવ્યૂ માટે Earn પર જાવ
  4. અપીલ પ્રક્રિયા શરૂ કરવા માટે ક્લિક કરો
  5. તમારા માત્ર લિંક સાથે દેખાતા (અનલિસ્ટેડ) વીડિયો માટે URL દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો

નિર્માતા સપોર્ટ સાથે અપીલ કરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. તમારી ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયાના ઓવરવ્યૂ માટે કમાણી કરવાની પ્રક્રિયા પર જાવ
  3. જો તમને લાગતું હોય કે અમારાથી કોઈ ભૂલ થઈ છે તો અપીલ માટેના વિકલ્પો જુઓ
  4. સૂચનાઓ જુઓ અને સંપર્ક પ્રક્રિયા શરૂ કરવા માટે અપીલ શરૂ કરો પર ક્લિક કરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15711503920606368363
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false