તમારી ચૅનલ અથવા વીડિયોના ઑડિયન્સને સેટ કરવા

તમારું લોકેશન ગમે તે હોય, તમારે કાયદેસર રીતે ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ અને/અથવા અન્ય કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. જો તમે બાળકો માટેનું કન્ટેન્ટ બનાવો છો, તો તમારે અમને જણાવવું જરૂરી છે કે તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે.

એક YouTube નિર્માતા તરીકે, તમારે ભવિષ્યના અને હાલના વીડિયો બાળકો માટે યોગ્યછે કે નહીં એ પ્રમાણે સેટ કરવાની જરૂર છે. બાળકો માટે કન્ટેન્ટ ન બનાવતા નિર્માતાએ પણ તેમના ઑડિયન્સને સેટ કરવાની જરૂર છે. આનાથી એ ખાતરી કરવામાં મદદ થશે કે અમે તમારા કન્ટેન્ટ પર યોગ્ય સુવિધાઓ ઑફર કરીએ છીએ.

Important Update for All Creators: Complying with COPPA

તમને પાલન કરવામાં સહાય માટે, YouTube Studio પર બાળકો માટે યોગ્ય એવા ઑડિયન્સના સેટિંગ છે. તમે તમારા ઑડિયન્સને સેટ કરી શકો છો:

  • ચૅનલના લેવલ પર, જે તમારા ભવિષ્ય અને હાલના કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય છે કે નહીં એમ સેટ કરશે.
  • અથવા, વીડિયોના લેવલ પર. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો, તો તમારે દરેક હાલના અને ભવિષ્યના વીડિયોને બાળકો માટે યોગ્ય છે કે નહીં એમ સેટ કરવાની જરૂર પડશે.

નોંધ:

  • અમે ત્રીજા પક્ષના ઍપ્લિકેશન તેમજ YouTube API સેવાઓ માટે નજીકના ભવિષ્યમાં ઑડિયન્સની પસંદગીનું ટૂલ ઉપલબ્ધ કરાવીશું. હાલમાં, બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ અપલોડ કરવા માટે કૃપા કરીને YouTube Studioનો ઉપયોગ કરો.

મહત્ત્વપૂર્ણ: શા માટે દરેક નિર્માતાએ તેમના ઑડિયન્સ સેટ કરવાનું આવશ્યક છે

યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને NY એટર્ની જનરલ સાથેના સમાધાનના ભાગ તરીકે આ ફેરફારો જરૂરી છે જે તમને ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને/અથવા લાગુ થતાં અન્ય કાયદાનું પાલન કરવામાં મદદ કરશે. તમારા લોકેશનને ધ્યાનમાં લીધા વિના, તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે તમારે અમને જણાવવું જરૂરી છે. જો તમે તમારા ઑડિયન્સને સચોટ રીતે સેટ કરવામાં નિષ્ફળ થાઓ, તો તમને FTC અથવા અન્ય સત્તાવાળાઓ સાથે અનુપાલનની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને અમે તમારા YouTube એકાઉન્ટ પર પગલાં લઈ શકીએ છીએ. FTC દ્વારા COPPAના અમલીકરણ વિશેવધુ જાણો.

થોડી નોંધો:
  • અમે એવા વીડિયોને ઓળખવામાં મદદ કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરીએ છીએ, જે સ્પષ્ટપણે યુવા ઑડિયન્સ તરફ નિર્દેશિત કરે છે. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અમે ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરી શકીએ છીએ.
  • તમારા માટે તમારા ઑડિયન્સ સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે FTC અથવા અન્ય સત્તાવાળાઓ જે કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય હોવાનું માને છે તે અમારી સિસ્ટમ ઓળખી શકતી નથી.
  • જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં મદદ જોઈતી હોય, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.
  • તમે "બાળકો માટે યોગ્ય" રીતે સેટ કરેલા વીડિયોના સુઝાવ બાળકોના અન્ય વીડિયોની સાથે આપવામાં આવે તેવી શક્યતા વધુ હોય છે.
  • જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સને સેટ કરી લીધા હોય અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારા વીડિયોને "બાળકો માટે યોગ્ય પર સેટ કરો" તરીકે સેટ થયેલો જોઈ શકો છો. તમે તમારા ઑડિયન્સ સેટિંગ બદલી શકશો નહીં. જો તમને લાગે કે અમે ભૂલ કરી છે, તો તમે અપીલકરી શકો છો.

તમારી ચૅનલના ઑડિયન્સ સેટ કરો

ચૅનલ સેટિંગ પસંદ કરીને તમારા વર્કફ્લોને સરળ બનાવો. આ સેટિંગ હાલના અને ભવિષ્યના વીડિયોને અસર કરશે. જો તમે ચૅનલ સેટિંગ પસંદ ન કરવાનું પસંદ કરો છો, તો તમારે તમારી ચૅનલ પરના દરેક વીડિયોને ઓળખવો જરૂરી રહેશે જે બાળકો માટે યોગ્ય છે. વ્યક્તિગત વીડિયો માટેની સેટિંગ ચૅનલ સેટિંગને ઓવરરાઇડ કરશે.
આ તમારી ચૅનલ પર કેટલીક સુવિધાઓને પણ પ્રતિબંધિત કરશે. જો તમને ખાતરી ન હોય કે તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ.
  1. studio.youtube.com (માત્ર વેબ Studio)માં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂ પર, સેટિંગ પર ક્લિક કરો.
  3. ચૅનલ પર ક્લિક કરો.
  4. વિગતવાર સેટિંગ ટૅબ પર ક્લિક કરો. 
  5. ઑડિયન્સ, હેઠળ, પસંદ કરો:
    1. “હા, આ ચૅનલને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરો. હું હંમેશા બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ અપલોડ કરું છું." 
    2. “ના, આ ચૅનલને બાળકો માટે યોગ્ય નથી તરીકે સેટ કરો. હું ક્યારેય બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ અપલોડ કરતો નથી.”
    3. “હું દરેક વીડિયો માટે આ સેટિંગનુ રિવ્યૂ કરવા માગુ છું.” 
  6. સાચવો પર ક્લિક કરો.
તમારા વીડિયોના ઑડિયન્સ સેટ કરવા
તમે વ્યક્તિગત વીડિયોને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરી શકો છો. આ એક સારો વિકલ્પ છે જો તમારા કેટલાક વીડિયો જ બાળકો માટે જ યોગ્ય હોય. જો તમને ખાતરી ન હોય કે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ. 

અપલોડ દરમિયાન તમારા ઑડિયન્સ સેટ કરો

  1. studio.youtube.com પર જાઓ. નોંધ: તમારા ઑડિયન્સને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવા માટે, તમારે YouTube Studioનો ઉપયોગ કરવો પડશે. તમે Creator Studio Classicમાં આમ કરી શકશો નહીં. 
  2. ઉપરના જમણા ખૂણામાં, અપલોડ આઇકન પર ક્લિક કરો. 
  3. વીડિયો (બીટા) અપલોડ કરો પર ક્લિક કરો. જો તમને આ દેખાતું ન હોય, તો વીડિયો અપલોડ કરો પર ક્લિક કરો.
  4. મૂળભૂત માહિતીટૅબ પર, ઑડિયન્સ સુધી સ્ક્રોલ કરો. 
  5. પસંદ કરો:
    • “હા, તે બાળકો માટે યોગ્ય છે".
    • “ના, તે બાળકો માટે યોગ્ય નથી"
  6. તમારું કન્ટેન્ટ અપલોડ કરવાનું ચાલુ રાખવા માટેઆગળ પર ક્લિક કરો. 

એકવાર તમે તમારો વીડિયો અપલોડ કરી લો તે પછી, તેને તમારી અપલોડ સૂચિમાં "બાળકો માટે યોગ્ય - તમારા દ્વારા સેટ કરેલા" તરીકે લેબલ કરવામાં આવશે 

હાલના વીડિયો પર ઑડિયન્સ સેટિંગ અપડેટ કરો

તમે જોશો કે YouTube એ પહેલાથી જ કેટલાક વીડિયોને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કર્યા છે. તમારી પાસે હજી સુધી તમારા વીડિયો અથવા ચૅનલને બાળકો માટે યોગ્ય છે કે નહીં તે સેટ કરવાની તક મળી નથી, તેથી તમે હવે આ કરી શકશો:

  1. studio.youtube.comમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે ફેરફાર કરવા માગો છો તે વીડિયોની બાજુના બૉક્સને ચેક કરો. નોંધ: તમે તમારી અપલોડ સૂચિની ટોચ પર "વીડિયો" ની બાજુના બૉક્સને ચેક કરીને તમારા બધા વીડિયો પસંદ કરી શકો છો. 
  4. ફેરફાર કરો અને પછી ઑડિયન્સ અને પછી "હા, તે બાળકો માટે યોગ્ય છે" પસંદ કરો.
  5. અપડેટ વીડિયો પસંદ કરો.
થોડી નોંધો: 
  • અમે એવા વીડિયોને ઓળખવામાં મદદ કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરીએ છીએ જે સ્પષ્ટપણે યુવા ઑડિયન્સને નિર્દેશિત કરવામાં આવે છે. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અમે ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરી શકીએ છીએ. 
  • તમારા માટે તમારા ઑડિયન્સ સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે FTC અથવા અન્ય સત્તાવાળાઓ બાળકો માટે યોગ્ય હોવાનું માને છે તે કન્ટેન્ટને અમારી સિસ્ટમ ઓળખી શકતી નથી. 
  • જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં મદદ જોઈતી હોય, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.
  • તમે "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરેલા વીડિયોનો અન્ય બાળકોના વીડિયોની સાથે સુઝાવ આપવામાં આવે તેવી શક્યતા વધુ હોય છે. 
  • જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સને સેટ કરી લીધા હોય અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારા વીડિયોને "બાળકો માટે યોગ્ય પર સેટ કરો" તરીકે સેટ થયેલો જોઈ શકો છો. તમે તમારા ઑડિયન્સ સેટિંગ બદલી શકશો નહીં. જો તમને લાગે કે અમે ભૂલ કરી છે, તો તમેઅપીલ કરી શકો છો.

તમારા લાઇવ સ્ટ્રીમના ઑડિયન્સ સેટ કરો

લાઇવ સ્ટ્રીમ બનાવતી વખતે તમારા ઑડિયન્સને સેટ કરો

જો તમને ખાતરી ન હોય કે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ. 

  1. studio.youtube.com પર જાઓ.
  2. ઉપરના જમણા ખૂણામાં, અપલોડ આઇકન પર ક્લિક કરો.
  3. લાઇવ જાઓ પર ક્લિક કરો. નોંધ: આને ક્લિક કરવાથી તમને લાઇવ નિયંત્રણ રૂમ પર મોકલવામાં આવશે. તમે અમારા ક્લાસિક લાઇવ સ્ટ્રીમિંગ ટૂલ ઉપયોગ કરીને તમારા લાઇવ સ્ટ્રીમના ઑડિયન્સ સેટ કરી શકશો નહીં, તેથી તમારે લાઇવ નિયંત્રણ રૂમનો ઉપયોગ કરીને આમ કરવાની જરૂર પડશે.
  4. તમે મૂળભૂત માહિતી ભરો અને પ્રાઇવસી સેટિંગ પસંદ કરી લો તે પછી, ઑડિયન્સ પર સ્ક્રોલ કરો. 
  5. પસંદ કરો:
    • “હા, તે બાળકો માટે યોગ્ય છે”.
    • “ના, તે બાળકો માટે યોગ્ય નથી”.
  6. તમારી લાઇવ સ્ટ્રીમ સેટ કરવાનું ચાલુ રાખવા માટે આગળ પર ક્લિક કરો.

આર્કાઇવ કરેલા લાઇવ સ્ટ્રીમ પર ઑડિયન્સ સેટિંગને અપડેટ કરો

તમે જોશો કે YouTube એ પહેલાથી જ કેટલીક આર્કાઇવ કરેલી લાઇવ સ્ટ્રીમને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરી છે. તમારી આર્કાઇવ કરેલી લાઇવ સ્ટ્રીમને બાળકો માટે યોગ્ય છે કે નહીં તે સેટ કરવાની તક હજુ સુધી મળી ન હોવાથી, તમે હવે આ કરી શકશો:

  1. studio.youtube.comમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. લાઇવ ટૅબ પર ક્લિક કરો.
  4. તમે ફેરફાર કરવા માગો છો તે વીડિયોની બાજુના બૉક્સને ચેક કરો. નોંધ: તમે સૂચિની ટોચ પર "લાઇવ સ્ટ્રીમ"ની પાસેના બૉક્સને ચેક કરીને તમારા તમામ વીડિયો પસંદ કરી શકો છો. 
  5. ફેરફાર કરો અને પછી ઑડિયન્સ અને પછી “હા, તે બાળકો માટે બનાવેલુ છે" જો તે બાળકોનું કન્ટેન્ટ હોય તો પસંદ કરો. અથવા, જો તે બાળકો માટેનું કન્ટેન્ટ ન હોય તો"ના, તે બાળકો માટે યોગ્ય નથી" પસંદ કરો.
  6. અપડેટ વીડિયો પસંદ કરો.
થોડી નોંધો
  • અમે એવા વીડિયોને ઓળખવામાં મદદ કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરીએ છીએ જે સ્પષ્ટપણે યુવા ઑડિયન્સને નિર્દેશિત કરવામાં આવે છે. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અમે ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરી શકીએ છીએ. 
  • તમારા માટે તમારા ઑડિયન્સ સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે FTC અથવા અન્ય સત્તાવાળાઓ બાળકો માટે યોગ્ય હોવાનું માને છે તે કન્ટેન્ટને અમારી સિસ્ટમ ઓળખી શકતી નથી. 
  • જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં મદદ જોઈતી હોય, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.
  • તમે "બાળકો માટે યોગ્ય" રીતે સેટ કરેલા વીડિયોના સુઝાવ બાળકોના અન્ય વીડિયોની સાથે આપવામાં આવે તેવી શક્યતા વધુ હોય છે.
  • જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સને સેટ કરી લીધા હોય અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારા વીડિયોને "બાળકો માટે યોગ્ય પર સેટ કરો" તરીકે સેટ થયેલો જોઈ શકો છો. તમે તમારા ઑડિયન્સ સેટિંગ બદલી શકશો નહીં. જો તમને લાગે કે અમે ભૂલ કરી છે, તો તમેઅપીલ કરી શકો છો.

જ્યારે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવે ત્યારે શું થાય છે

અમે કાયદાનું પાલન કરવા માટે બાળકો માટે યોગ્ય કન્ટેન્ટનો ડેટા સંગ્રહ અને ઉપયોગ મર્યાદિત કરીએ છીએ. આનો અર્થ એ છે કે અમારે કૉમેન્ટ, નોટિફિકેશન અને અન્ય જેવી કેટલીક સુવિધાઓને પ્રતિબંધિત અથવા બંધ કરવાની જરૂર છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને/અથવા અન્ય લાગુ કાયદાઓ દ્વારા જરૂરી છે માટે અમે બાળકોના કન્ટેન્ટ પર મનગમતી બનાવેલી જાહેરાતો આપતા નથી. બાળકોના કન્ટેન્ટ પર મનગમતી બનાવેલી જાહેરાતો ન આપવાથી કેટલાક નિર્માતાઓની આવકમાં ઘટાડો થઈ શકે છે જેઓ તેમના કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય તરીકે માર્ક કરે છે. અમે જાણીએ છીએ કે કેટલાક નિર્માતાઓ માટે આ સરળ નથી, પરંતુ COPPA અને અન્ય લાગુ કાયદાઓનું અનુપાલન સુનિશ્ચિતપણે કરવા માટેના આ મહત્ત્વપૂર્ણ પગલાં છે.

અસરગ્રસ્ત સુવિધાની સૂચિ માટે નીચે વાંચો:

જો તમે વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરો છો

જ્યારે તમે તમારા ઑડિયન્સને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરો છો, ત્યારે અમે ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને અન્ય લાગુ કાયદાઓનું પાલન કરવા માટે અમુક સુવિધાઓને પ્રતિબંધિત કરીશું. જ્યારે આવું થાય, ત્યારે નીચેની સુવિધાઓ વ્યક્તિગત વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમ પર ઉપલબ્ધ રહેશે નહીં:

  • હોમ પર ઑટોપ્લે
  • કાર્ડ અથવા સમાપ્તિ સ્ક્રીન
  • વીડિયો વૉટરમાર્ક
  • ચૅનલ મેમ્બરશિપ
  • કૉમેન્ટ
  • દાન કરવા માટેનું બટન
  • YouTube Music પર પસંદ અને નાપસંદ
  • લાઇવ ચૅટ અથવા લાઇવ ચૅટ ડોનેશન
  • વ્યાપારી સામાન અને ટિકિટનું વેચાણ
  • નોટિફિકેશન બેલ
  • મનગમતી બનાવેલી જાહેરાતો
  • મીનીપ્લેયરમાં પ્લેબૅક
  • Super Chat અથવા Super Stickers
  • પ્લેલિસ્ટમાં સાચવો અને પછી જુઓમાં સાચવો
જો તમે તમારી ચૅનલને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરો છો

જો તમારી ચૅનલ બાળકો માટે યોગ્ય હશે તો તમારા વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમમાં ઉપરોક્ત કોઈપણ સુવિધાઓ હશે નહીં. તમારી ચૅનલમાં નીચેની સુવિધાઓ પણ હશે નહીં: 

  • ચૅનલ મેમ્બરશિપ
  • નોટિફિકેશન બેલ
  • પોસ્ટ

સામાન્ય પ્રશ્નો

બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ પર નોટિફિકેશન, કૉમેન્ટ અને અન્ય સુવિધાઓ શા માટે બંધ કરવામાં આવી છે?

ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને અન્ય લાગુ કાયદાઓનું પાલન કરવા માટે, અમે બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ પર ડેટાનો સંગ્રહ મર્યાદિત કરીએ છીએ. પરિણામે, આ કન્ટેન્ટ પર નોટિફિકેશન અને કૉમેન્ટ સહિત, અમુક સુવિધાઓ પ્રતિબંધિત અથવા બંધ થઈ શકે છે.

જો હું મારા વીડિયોના ઑડિયન્સને ખોટી રીતે સેટ કરું તો શું થશે?

યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને NY એટર્ની જનરલ સાથેના સમાધાનના ભાગ તરીકે આ ફેરફારો જરૂરી છે જે તમને ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને/અથવા લાગુ થતાં અન્ય કાયદાનું પાલન કરવામાં મદદ કરશે. તમારા લોકેશનને ધ્યાનમાં લીધા વિના, તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે તમારે અમને જણાવવું જરૂરી છે. જો તમે તમારા ઑડિયન્સને સચોટ રીતે સેટ કરવામાં નિષ્ફળ થાઓ, તો તમને FTC અથવા અન્ય સત્તાવાળાઓ સાથે અનુપાલનની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને અમે તમારા YouTube એકાઉન્ટ પર પગલાં લઈ શકીએ છીએ. FTC દ્વારા COPPAના અમલીકરણ વિશેવધુ જાણો.

નોંધ: યુવા ઑડિયન્સને સ્પષ્ટપણે નિર્દેશિત કરવામાં આવેલા વીડિયોને ઓળખવામાં અમારી મદદ કરવા માટે અમે મશીન લર્નિંગનો પણ ઉપયોગ કરીશું. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અમે ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરી શકીએ છીએ. જોકે, તમારા માટે તમારા ઑડિયન્સ સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે FTC અથવા અન્ય સત્તાવાળાઓ જે કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય હોવાનું માને છે તે અમારી સિસ્ટમ ઓળખી શકતી નથી. જો તમે તમારા ઑડિયન્સને બાળકો માટે યોગ્ય તરીકે ચોક્કસ રીતે સેટ ન કરો, તો તમને કાનૂની પરિણામો અથવા YouTube પરના પરિણામોનો સામનો કરવો પડી શકે છે. જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં મદદ જોઈતી હોય, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.

મેં મારા વીડિયોના ઑડિયન્સને યોગ્ય રીતે સેટ કર્યા છે કે નહીં તે હું કેવી રીતે જાણી શકું?

કમનસીબે, તમે તમારા ઑડિયન્સને બાળકો માટે યોગ્ય તરીકે સચોટ રીતે સેટ કરો છો કે કેમ તે અંગે અમે માર્ગદર્શન આપવામાં અસમર્થ છીએ, પરંતુ FTCએ બાળ-નિર્દેશિત (અથવા "બાળકો માટે યોગ્ય") પર અમુક માર્ગદર્શન આપ્યું છે. હાલમાં FTC COPPAના વિવિધ અપડેટ પર વિચાર કરી રહ્યું છે, જેમાં આ મુદ્દા પર વધુ માર્ગદર્શન આપવાનો સમાવેશ થઈ શકે છે.

અમે સ્પષ્ટપણે બાળકો માટે યોગ્ય હોય એવા કન્ટેન્ટ શોધવામાં મદદ કરવા માટે મશીન લર્નિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરીશું. પરંતુ કૃપા કરીને તમારા માટે કન્ટેન્ટ સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં -- બધી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમની જેમ, તે સંપૂર્ણ નથી. અમને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય તેવા કિસ્સાઓમાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરવાની જરૂર પડી શકે છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં, વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે અમે તમારા ઑડિયન્સના સેટિંગ પર આધાર રાખીશું.

જો તમે તમારા ઑડિયન્સને બાળકો માટે યોગ્ય તરીકે સેટ ન કરો અને FTC અથવા અન્ય સત્તાવાળાઓને લાગે કે તે હોવું જોઈએ, તો તમારે કાનૂની પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ અથવા જો હજુ પણ તમારા કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવા જોઈએ કે નહીં તેની ખાતરી તમને ન હોય તો કાનૂની સલાહકારની મદદ લો.

જો YouTube કહે કે મારો વીડિયો બાળકો માટે યોગ્ય છે, પણ હું અસંમત છું તો મારે શું કરવું જોઈએ?

જો તમે હજી સુધી તમારા વીડિયોના ઑડિયન્સ સેટ કર્યા નથી: YouTube એ તમારા માટે તમારા ઑડિયન્સ સેટ કર્યા હશે. આ તમને COPPA અને/અથવા અન્ય લાગુ કાયદાઓનું પાલન કરવામાં મદદ કરવા માટે છે. જોકે, જો YouTube દ્વારા તમારું કન્ટેન્ટ જે રીતે સેટ કરવામાં આવ્યું છે, તેનાથી તમે અસંમત હો, તો પણ આવા મોટા ભાગના કિસ્સામાં તમે વીડિયોના ઑડિયન્સનું સેટિંગ બદલી શકો છો.

જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સ સેટ કરી લીધા હોય: અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારા વીડિયોને "બાળકો માટે યોગ્ય પર સેટ કરો" તરીકે સેટ થયેલો જોઈ શકો છો. જ્યારે આવું થાય, ત્યારે તમે તમારા ઑડિયન્સનું સેટિંગ બદલી શકશો નહીં.

જો કે, અમે સમજીએ છીએ કે અમે કેટલીકવાર ભૂલો કરીએ છીએ. જો તમને એમ લાગે કે એવું થયું છે, તો તમે આ નિર્ણય માટે અપીલ કરી શકો છો.

 તમારા કમ્પ્યૂટર પર અપીલ શરૂ કરવા માટે:

  1. કમ્પ્યૂટર પર, studio.youtube.com પર જાઓ.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે અપીલ કરવા માગો છો તે વીડિયો પર જાઓ.
  4. "બાળકો માટે યોગ્ય પર સેટ કરો" પર લઈ જાઓ અને અપીલ પર ક્લિક કરો.
  5. અપીલ કરવા માટેનું તમારું કારણ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

તમારા ફોન પર અપીલ શરૂ કરવા માટે:

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. મેનૂ અને પછી વીડિયો પર ટૅપ કરો.
  3. અપલોડ ટૅબમાં, તમે અપીલ કરવા માગો છો તે વીડિયો પર ટૅપ કરો.
  4. પ્રતિબંધો હેઠળ,બાળકો માટે યોગ્ય પર સેટ કરો પર ટૅપ કરો.
  5. અપીલ પર ટૅપ કરો અને અપીલ કરવાનું તમારું કારણ દાખલ કરો.
  6. સબમિટ પર ટૅપ કરો.

તમે અપીલ સબમિટ કર્યા પછી

તમને તમારી અપીલ વિનંતીનું પરિણામ જણાવવા માટે YouTube તરફથી એક ઇમેઇલ મળશે. નીચે આપેલામાંથી કોઈ એક પરિણામ આવશે:

  • જો તમારી અપીલ સફળ થશે, તો અમે બાળકો માટે યોગ્ય ઑડિયન્સ સેટિંગ કાઢી નાખીશું.
  • જો તમારી અપીલ નિષ્ફળ જાય, તો તમારા કન્ટેન્ટ પર બાળકો માટે યોગ્ય ઑડિયન્સ સેટિંગ રહેશે. આગળ જતાં, કૃપા કરીને તમારી ચૅનલ અને/અથવા વ્યક્તિગત વીડિયોના ઑડિયન્સના સેટિંગ રિવ્યૂ કરો. તમારા ઑડિયન્સને યોગ્ય રીતે સેટ કરવામાં નિષ્ફળ થાઓ તો પરિણામે COPPA અને/અથવા અન્ય કાયદા હેઠળ કાનૂની પરિણામો અથવા YouTube પ્લૅટફૉર્મ પરના પરિણામોનો સામનો કરવો પડશે.

તમે દરેક વીડિયોને માત્ર એક જ વાર અપીલ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10475142469054306487
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false