તમારી ચૅનલ અથવા વીડિયોના ઑડિયન્સને સેટ કરવા

તમારું લોકેશન ગમે તે હોય, તમારે કાયદેસર રીતે ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ અને/અથવા અન્ય કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. જો તમે બાળકો માટેનું કન્ટેન્ટ બનાવો છો, તો તમારે અમને જણાવવું જરૂરી છે કે તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે.

એક YouTube નિર્માતા તરીકે, તમારે ભવિષ્યના અને હાલના વીડિયો બાળકો માટે યોગ્યછે કે નહીં એ પ્રમાણે સેટ કરવાની જરૂર છે. બાળકો માટે કન્ટેન્ટ ન બનાવતા નિર્માતાએ પણ તેમના ઑડિયન્સને સેટ કરવાની જરૂર છે. આનાથી એ ખાતરી કરવામાં મદદ થશે કે અમે તમારા કન્ટેન્ટ પર યોગ્ય સુવિધાઓ ઑફર કરીએ છીએ.

Important Update for All Creators: Complying with COPPA

તમને પાલન કરવામાં સહાય માટે, YouTube Studio પર બાળકો માટે યોગ્ય એવા ઑડિયન્સના સેટિંગ છે. તમે તમારા ઑડિયન્સને સેટ કરી શકો છો:

  • ચૅનલના લેવલ પર, જે તમારા ભવિષ્ય અને હાલના કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય છે કે નહીં એમ સેટ કરશે.
  • અથવા, વીડિયોના લેવલ પર. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો, તો તમારે દરેક હાલના અને ભવિષ્યના વીડિયોને બાળકો માટે યોગ્ય છે કે નહીં એમ સેટ કરવાની જરૂર પડશે.

નોંધ:

  • અમે ત્રીજા પક્ષના ઍપ્લિકેશન તેમજ YouTube API સેવાઓ માટે નજીકના ભવિષ્યમાં ઑડિયન્સની પસંદગીનું ટૂલ ઉપલબ્ધ કરાવીશું. હાલમાં, બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ અપલોડ કરવા માટે કૃપા કરીને YouTube Studioનો ઉપયોગ કરો.

મહત્ત્વપૂર્ણ: શા માટે દરેક નિર્માતાએ તેમના ઑડિયન્સ સેટ કરવાનું આવશ્યક છે

યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને NY એટર્ની જનરલ સાથેના સમાધાનના ભાગ તરીકે આ ફેરફારો જરૂરી છે જે તમને ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને/અથવા લાગુ થતાં અન્ય કાયદાનું પાલન કરવામાં મદદ કરશે. તમારા લોકેશનને ધ્યાનમાં લીધા વિના, તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે તમારે અમને જણાવવું જરૂરી છે. જો તમે તમારા ઑડિયન્સને સચોટ રીતે સેટ કરવામાં નિષ્ફળ થાઓ, તો તમને FTC અથવા અન્ય સત્તાવાળાઓ સાથે અનુપાલનની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને અમે તમારા YouTube એકાઉન્ટ પર પગલાં લઈ શકીએ છીએ. FTC દ્વારા COPPAના અમલીકરણ વિશેવધુ જાણો.

થોડી નોંધો:
  • અમે એવા વીડિયોને ઓળખવામાં મદદ કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરીએ છીએ, જે સ્પષ્ટપણે યુવા ઑડિયન્સ તરફ નિર્દેશિત કરે છે. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અમે ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરી શકીએ છીએ.
  • તમારા માટે તમારા ઑડિયન્સ સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે FTC અથવા અન્ય સત્તાવાળાઓ જે કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય હોવાનું માને છે તે અમારી સિસ્ટમ ઓળખી શકતી નથી.
  • જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં મદદ જોઈતી હોય, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.
  • તમે "બાળકો માટે યોગ્ય" રીતે સેટ કરેલા વીડિયોના સુઝાવ બાળકોના અન્ય વીડિયોની સાથે આપવામાં આવે તેવી શક્યતા વધુ હોય છે.
  • જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સને સેટ કરી લીધા હોય અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારા વીડિયોને "બાળકો માટે યોગ્ય પર સેટ કરો" તરીકે સેટ થયેલો જોઈ શકો છો. તમે તમારા ઑડિયન્સ સેટિંગ બદલી શકશો નહીં. જો તમને લાગે કે અમે ભૂલ કરી છે, તો તમે અપીલકરી શકો છો.

તમારા વીડિયોના ઑડિયન્સ સેટ કરવા

તમે વ્યક્તિગત વીડિયોને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરી શકો છો. જો તમારા અમુક જ વીડિયો બાળકો માટે યોગ્ય હોય, તો આ વિકલ્પનો ઉપયોગ કરો. જો તમને ખાતરી ન હોય કે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં, તો આ સહાયતા કેન્દ્ર પરનો લેખ જુઓ.

વર્તમાન વીડિયો પર ઑડિયન્સ સેટિંગ અપડેટ કરવું

તમારા ધ્યાનમાં આવ્યું હશે કે YouTube દ્વારા પહેલાથી જ કેટલાક વીડિયોને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી તમારી પાસે તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે સેટ કરવાની તક ન હતી, જોકે હવે તમે આમ કરી શકશો:

iPhone અને iPad માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ  ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ  પર ટૅપ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
  4. ફેરફાર કરો  પર ટૅપ કરો.
  5. ઑડિયન્સ પર ટૅપ કરો. તમારા ઑડિયન્સ પસંદ કરવા માટે હા, તે બાળકો માટે યોગ્ય છે અથવા ના, તે બાળકો માટે યોગ્ય નથી પસંદ કરો. જો તમને ખાતરી ન હોય, તો આ સહાયતા કેન્દ્ર પરનો લેખ જુઓ.
  6. સાચવો પર ક્લિક કરો.

iPhone અને iPad માટે YouTube ઍપ

  1. YouTube ઍપ ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા  પર ટૅપ કરો.
  3. સૌથી નીચે, તમારા વીડિયો પર ટૅપ કરો.
  4. તમે જે વીડિયોમાં ફેરફાર કરવા માગતા હો તેની બાજુમાં, વધુ ''અને પછી ફેરફાર કરો પર ટૅપ કરો.
  5. ઑડિયન્સ પર ટૅપ કરો. તમારા ઑડિયન્સ પસંદ કરવા માટે હા, તે બાળકો માટે યોગ્ય છે અથવા ના, તે બાળકો માટે યોગ્ય નથી પસંદ કરો. જો તમને ખાતરી ન હોય, તો આ સહાયતા કેન્દ્ર પરનો લેખ જુઓ.
  6. સાચવો પર ટૅપ કરો.

તમારા લાઇવ સ્ટ્રીમના ઑડિયન્સ સેટ કરો

લાઇવ સ્ટ્રીમ બનાવતી વખતે તમારા ઑડિયન્સને સેટ કરો

જો તમને ખાતરી ન હોય કે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં, તો આ સહાયતા કેન્દ્ર પરનો લેખ જુઓ.

iPhone અને iPad માટે YouTube ઍપ

  1. તમારા લાઇવ સ્ટ્રીમનું સેટઅપ કરો.
  2. ઑડિયન્સ પર ટૅપ કરો. તમારા ઑડિયન્સ પસંદ કરવા માટે હા, તે બાળકો માટે યોગ્ય છે અથવા ના, તે બાળકો માટે યોગ્ય નથી પસંદ કરો.
  3. તમારા લાઇવ સ્ટ્રીમનું સેટઅપ કરવાનું ચાલુ રાખવા માટે આગળ પર ટૅપ કરો.

હાલની લાઇવ સ્ટ્રીમ પર ઑડિયન્સ સેટિંગ અપડેટ કરો

તમારા આર્કાઇવ કરેલા લાઇવ સ્ટ્રીમને ચેક કરતી વખતે, તમારા ધ્યાનમાં આવ્યું હશે કે YouTube દ્વારા પહેલેથી જ કેટલાક વીડિયોને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી તમારી પાસે તમારા આર્કાઇવ કરેલા લાઇવ સ્ટ્રીમને બાળકો માટે યોગ્ય છે કે નહીં તે સેટ કરવાની તક ન હતી, જોકે હવે તમે આમ કરી શકશો:

iPhone અને iPad માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ  ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ  પર ટૅપ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
  4. ફેરફાર કરો  પર ટૅપ કરો.
  5. ઑડિયન્સ પર ટૅપ કરો. તમારા ઑડિયન્સ પસંદ કરવા માટે હા, તે બાળકો માટે યોગ્ય છે અથવા ના, તે બાળકો માટે યોગ્ય નથી પસંદ કરો.
  6. સાચવો પર ટૅપ કરો.

થોડી નોંધો

  • અમે એવા વીડિયોને ઓળખવામાં મદદ કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરીએ છીએ જે સ્પષ્ટપણે યુવા ઑડિયન્સને નિર્દેશિત કરવામાં આવે છે. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અમે ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરી શકીએ છીએ. 
  • તમારા માટે તમારા ઑડિયન્સ સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે FTC અથવા અન્ય સત્તાવાળાઓ બાળકો માટે યોગ્ય હોવાનું માને છે તે કન્ટેન્ટને અમારી સિસ્ટમ ઓળખી શકતી નથી. 
  • જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં મદદ જોઈતી હોય, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.
  • તમે તમારા દ્વારા "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરેલા વીડિયોનો અન્ય બાળકોના વીડિયોની સાથે સુઝાવ આપવામાં આવે તેવી શક્યતા વધુ હોય છે.
  • જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સ સેટ કરી લીધા હોય અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારા વીડિયોને "બાળકો માટે યોગ્ય પર સેટ કરો" તરીકે સેટ થયેલો જોઈ શકો છો. તમે તમારા ઑડિયન્સના સેટિંગ બદલી શકશો નહીં. જો તમને લાગે કે અમે ભૂલ કરી છે, તો તમે અપીલ કરી શકો છો.

જ્યારે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવે ત્યારે શું થાય છે

અમે કાયદાનું પાલન કરવા માટે બાળકો માટે યોગ્ય કન્ટેન્ટનો ડેટા સંગ્રહ અને ઉપયોગ મર્યાદિત કરીએ છીએ. આનો અર્થ એ છે કે અમારે કૉમેન્ટ, નોટિફિકેશન અને અન્ય જેવી કેટલીક સુવિધાઓને પ્રતિબંધિત અથવા બંધ કરવાની જરૂર છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને/અથવા અન્ય લાગુ કાયદાઓ દ્વારા જરૂરી છે માટે અમે બાળકોના કન્ટેન્ટ પર મનગમતી બનાવેલી જાહેરાતો આપતા નથી. બાળકોના કન્ટેન્ટ પર મનગમતી બનાવેલી જાહેરાતો ન આપવાથી કેટલાક નિર્માતાઓની આવકમાં ઘટાડો થઈ શકે છે જેઓ તેમના કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય તરીકે માર્ક કરે છે. અમે જાણીએ છીએ કે કેટલાક નિર્માતાઓ માટે આ સરળ નથી, પરંતુ COPPA અને અન્ય લાગુ કાયદાઓનું અનુપાલન સુનિશ્ચિતપણે કરવા માટેના આ મહત્ત્વપૂર્ણ પગલાં છે.

અસરગ્રસ્ત સુવિધાની સૂચિ માટે નીચે વાંચો:

જો તમે વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરો છો

જ્યારે તમે તમારા ઑડિયન્સને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરો છો, ત્યારે અમે ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને અન્ય લાગુ કાયદાઓનું પાલન કરવા માટે અમુક સુવિધાઓને પ્રતિબંધિત કરીશું. જ્યારે આવું થાય, ત્યારે નીચેની સુવિધાઓ વ્યક્તિગત વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમ પર ઉપલબ્ધ રહેશે નહીં:

  • હોમ પર ઑટોપ્લે
  • કાર્ડ અથવા સમાપ્તિ સ્ક્રીન
  • વીડિયો વૉટરમાર્ક
  • ચૅનલ મેમ્બરશિપ
  • કૉમેન્ટ
  • દાન કરવા માટેનું બટન
  • YouTube Music પર પસંદ અને નાપસંદ
  • લાઇવ ચૅટ અથવા લાઇવ ચૅટ ડોનેશન
  • વ્યાપારી સામાન અને ટિકિટનું વેચાણ
  • નોટિફિકેશન બેલ
  • મનગમતી બનાવેલી જાહેરાતો
  • મીનીપ્લેયરમાં પ્લેબૅક
  • Super Chat અથવા Super Stickers
  • પ્લેલિસ્ટમાં સાચવો અને પછી જુઓમાં સાચવો
જો તમે તમારી ચૅનલને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરો છો

જો તમારી ચૅનલ બાળકો માટે યોગ્ય હશે તો તમારા વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમમાં ઉપરોક્ત કોઈપણ સુવિધાઓ હશે નહીં. તમારી ચૅનલમાં નીચેની સુવિધાઓ પણ હશે નહીં: 

  • ચૅનલ મેમ્બરશિપ
  • નોટિફિકેશન બેલ
  • પોસ્ટ

સામાન્ય પ્રશ્નો

બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ પર નોટિફિકેશન, કૉમેન્ટ અને અન્ય સુવિધાઓ શા માટે બંધ કરવામાં આવી છે?

ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને અન્ય લાગુ કાયદાઓનું પાલન કરવા માટે, અમે બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ પર ડેટાનો સંગ્રહ મર્યાદિત કરીએ છીએ. પરિણામે, આ કન્ટેન્ટ પર નોટિફિકેશન અને કૉમેન્ટ સહિત, અમુક સુવિધાઓ પ્રતિબંધિત અથવા બંધ થઈ શકે છે.

જો હું મારા વીડિયોના ઑડિયન્સને ખોટી રીતે સેટ કરું તો શું થશે?

યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને NY એટર્ની જનરલ સાથેના સમાધાનના ભાગ તરીકે આ ફેરફારો જરૂરી છે જે તમને ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને/અથવા લાગુ થતાં અન્ય કાયદાનું પાલન કરવામાં મદદ કરશે. તમારા લોકેશનને ધ્યાનમાં લીધા વિના, તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે તમારે અમને જણાવવું જરૂરી છે. જો તમે તમારા ઑડિયન્સને સચોટ રીતે સેટ કરવામાં નિષ્ફળ થાઓ, તો તમને FTC અથવા અન્ય સત્તાવાળાઓ સાથે અનુપાલનની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને અમે તમારા YouTube એકાઉન્ટ પર પગલાં લઈ શકીએ છીએ. FTC દ્વારા COPPAના અમલીકરણ વિશેવધુ જાણો.

નોંધ: યુવા ઑડિયન્સને સ્પષ્ટપણે નિર્દેશિત કરવામાં આવેલા વીડિયોને ઓળખવામાં અમારી મદદ કરવા માટે અમે મશીન લર્નિંગનો પણ ઉપયોગ કરીશું. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અમે ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરી શકીએ છીએ. જોકે, તમારા માટે તમારા ઑડિયન્સ સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે FTC અથવા અન્ય સત્તાવાળાઓ જે કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય હોવાનું માને છે તે અમારી સિસ્ટમ ઓળખી શકતી નથી. જો તમે તમારા ઑડિયન્સને બાળકો માટે યોગ્ય તરીકે ચોક્કસ રીતે સેટ ન કરો, તો તમને કાનૂની પરિણામો અથવા YouTube પરના પરિણામોનો સામનો કરવો પડી શકે છે. જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં મદદ જોઈતી હોય, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.

મેં મારા વીડિયોના ઑડિયન્સને યોગ્ય રીતે સેટ કર્યા છે કે નહીં તે હું કેવી રીતે જાણી શકું?

કમનસીબે, તમે તમારા ઑડિયન્સને બાળકો માટે યોગ્ય તરીકે સચોટ રીતે સેટ કરો છો કે કેમ તે અંગે અમે માર્ગદર્શન આપવામાં અસમર્થ છીએ, પરંતુ FTCએ બાળ-નિર્દેશિત (અથવા "બાળકો માટે યોગ્ય") પર અમુક માર્ગદર્શન આપ્યું છે. હાલમાં FTC COPPAના વિવિધ અપડેટ પર વિચાર કરી રહ્યું છે, જેમાં આ મુદ્દા પર વધુ માર્ગદર્શન આપવાનો સમાવેશ થઈ શકે છે.

અમે સ્પષ્ટપણે બાળકો માટે યોગ્ય હોય એવા કન્ટેન્ટ શોધવામાં મદદ કરવા માટે મશીન લર્નિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરીશું. પરંતુ કૃપા કરીને તમારા માટે કન્ટેન્ટ સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં -- બધી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમની જેમ, તે સંપૂર્ણ નથી. અમને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય તેવા કિસ્સાઓમાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરવાની જરૂર પડી શકે છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં, વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે અમે તમારા ઑડિયન્સના સેટિંગ પર આધાર રાખીશું.

જો તમે તમારા ઑડિયન્સને બાળકો માટે યોગ્ય તરીકે સેટ ન કરો અને FTC અથવા અન્ય સત્તાવાળાઓને લાગે કે તે હોવું જોઈએ, તો તમારે કાનૂની પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ અથવા જો હજુ પણ તમારા કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવા જોઈએ કે નહીં તેની ખાતરી તમને ન હોય તો કાનૂની સલાહકારની મદદ લો.

જો YouTube કહે કે મારો વીડિયો બાળકો માટે યોગ્ય છે, પણ હું અસંમત છું તો મારે શું કરવું જોઈએ?

જો તમે હજી સુધી તમારા વીડિયોના ઑડિયન્સ સેટ કર્યા નથી: YouTube એ તમારા માટે તમારા ઑડિયન્સ સેટ કર્યા હશે. આ તમને COPPA અને/અથવા અન્ય લાગુ કાયદાઓનું પાલન કરવામાં મદદ કરવા માટે છે. જોકે, જો YouTube દ્વારા તમારું કન્ટેન્ટ જે રીતે સેટ કરવામાં આવ્યું છે, તેનાથી તમે અસંમત હો, તો પણ આવા મોટા ભાગના કિસ્સામાં તમે વીડિયોના ઑડિયન્સનું સેટિંગ બદલી શકો છો.

જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સ સેટ કરી લીધા હોય: અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારા વીડિયોને "બાળકો માટે યોગ્ય પર સેટ કરો" તરીકે સેટ થયેલો જોઈ શકો છો. જ્યારે આવું થાય, ત્યારે તમે તમારા ઑડિયન્સનું સેટિંગ બદલી શકશો નહીં.

જો કે, અમે સમજીએ છીએ કે અમે કેટલીકવાર ભૂલો કરીએ છીએ. જો તમને એમ લાગે કે એવું થયું છે, તો તમે આ નિર્ણય માટે અપીલ કરી શકો છો.

 તમારા કમ્પ્યૂટર પર અપીલ શરૂ કરવા માટે:

  1. કમ્પ્યૂટર પર, studio.youtube.com પર જાઓ.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે અપીલ કરવા માગો છો તે વીડિયો પર જાઓ.
  4. "બાળકો માટે યોગ્ય પર સેટ કરો" પર લઈ જાઓ અને અપીલ પર ક્લિક કરો.
  5. અપીલ કરવા માટેનું તમારું કારણ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

તમારા ફોન પર અપીલ શરૂ કરવા માટે:

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. મેનૂ અને પછી વીડિયો પર ટૅપ કરો.
  3. અપલોડ ટૅબમાં, તમે અપીલ કરવા માગો છો તે વીડિયો પર ટૅપ કરો.
  4. પ્રતિબંધો હેઠળ,બાળકો માટે યોગ્ય પર સેટ કરો પર ટૅપ કરો.
  5. અપીલ પર ટૅપ કરો અને અપીલ કરવાનું તમારું કારણ દાખલ કરો.
  6. સબમિટ પર ટૅપ કરો.

તમે અપીલ સબમિટ કર્યા પછી

તમને તમારી અપીલ વિનંતીનું પરિણામ જણાવવા માટે YouTube તરફથી એક ઇમેઇલ મળશે. નીચે આપેલામાંથી કોઈ એક પરિણામ આવશે:

  • જો તમારી અપીલ સફળ થશે, તો અમે બાળકો માટે યોગ્ય ઑડિયન્સ સેટિંગ કાઢી નાખીશું.
  • જો તમારી અપીલ નિષ્ફળ જાય, તો તમારા કન્ટેન્ટ પર બાળકો માટે યોગ્ય ઑડિયન્સ સેટિંગ રહેશે. આગળ જતાં, કૃપા કરીને તમારી ચૅનલ અને/અથવા વ્યક્તિગત વીડિયોના ઑડિયન્સના સેટિંગ રિવ્યૂ કરો. તમારા ઑડિયન્સને યોગ્ય રીતે સેટ કરવામાં નિષ્ફળ થાઓ તો પરિણામે COPPA અને/અથવા અન્ય કાયદા હેઠળ કાનૂની પરિણામો અથવા YouTube પ્લૅટફૉર્મ પરના પરિણામોનો સામનો કરવો પડશે.

તમે દરેક વીડિયોને માત્ર એક જ વાર અપીલ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4626013011706610972
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false