કૉમેન્ટના સેટિંગ પસંદ કરો

તમે YouTube Studioમાં અથવા YouTube ઍપના જોવાના પેજ પરથી તમારા કૉમેન્ટના સેટિંગ બદલી શકો છો. કૉમેન્ટના વિવિધ સેટિંગ વિશે જાણો.

YouTube Comments: Replying, Filtering and Moderating

તમે કૉમેન્ટના સેટિંગ બદલી શકતા નથી જ્યારે:

  • જ્યારે કોઈ ચૅનલ અથવા વીડિયોના ઑડિયન્સને “બાળકો માટે યોગ્ય” તરીકે સેટ કરેલા હોય. જ્યારે કોઈ ચૅનલ અથવા વીડિયોને 'બાળકો માટે યોગ્ય' તરીકે સેટ કરવામાં આવે ત્યારથી 30 દિવસ પછી કૉમેન્ટને કાયમ માટે ડિલીટ કરવામાં આવે છે.
  • કોઈ વીડિયો ખાનગી હોય. જો તમે સાર્વજનિક રીતે ઉપલબ્ધ ન હોય તેવા વીડિયો પર કૉમેન્ટની મંજૂરી આપવા માગતા હો, તો તેના બદલે ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો પોસ્ટ કરો.
  • તમે નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ દ્વારા YouTubeનો અનુભવ કરી રહ્યા છો. YouTube પર નિરીક્ષિત અનુભવ વિશે વધુ જાણો.

તમારા કૉમેન્ટના ડિફૉલ્ટ સેટિંગ બદલવા

તમારા ડિફૉલ્ટ કૉમેન્ટ સેટિંગ નવા વીડિયો અને સમુદાયની પોસ્ટ પર લાગુ થાય છે. આને કારણે વર્તમાન વીડિયો અને સમુદાયની પોસ્ટને કોઈ અસર નહીં થાય.

YouTube Studio પર કૉમેન્ટના સેટિંગ બદલવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. સમુદાય અને પછી ડિફૉલ્ટ પસંદ કરો.
  4. "તમારી ચૅનલ પરની કૉમેન્ટ" હેઠળ તમારા ડિફૉલ્ટ સેટિંગ પસંદ કરો.
  5. સાચવો પસંદ કરો.

વીડિયો પર કૉમેન્ટના સેટિંગ બદલો

તમે તમારા કન્ટેન્ટના પેજ પરથી વ્યક્તિગત વીડિયો માટે કૉમેન્ટના સેટિંગ બદલી શકો છો. તમે બલ્ક એડિટની સુવિધા વડે એક્સાથે એક કરતાં વધુ વીડિયો માટે કૉમેન્ટના સેટિંગ પણ બદલી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયોની થંબનેલ પર ક્લિક કરો.
  4. સ્ક્રોલ કરો અને પછી વધુ બતાવો પર ક્લિક કરો.
  5. “કૉમેન્ટ અને રેટિંગ" વિભાગ હેઠળ તમારા કૉમેન્ટના સેટિંગ પસંદ કરો.
  6. સાચવો પર ક્લિક કરો.

તમે આ પણ કરી શકો છો:

  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  2. તમારા વીડિયોમાંથી કોઈ એક પર જાઓ.
  3. વીડિયો હેઠળ અથવા તમારા YouTube Shortની જમણી બાજુએ કૉમેન્ટ પર ટૅપ કરો.
  4. સેટિંગ પર ટૅપ કરો.
  5. સેટિંગ બદલવા, આ વીડિયો માટે હેઠળ કૉમેન્ટ પર ટૅપ કરો.
તમારી સમુદાય પોસ્ટ પર કૉમેન્ટના સેટિંગ બદલવાની રીત વિશે વધુ જાણો.

ડિફૉલ્ટ કૉમેન્ટ વ્યૂ બદલો

તમે તમારા વીડિયોના જોવાના પેજ પર કૉમેન્ટ કઈ રીતે અનુક્રમિત કરવામાં આવે છે તે બદલી શકો છો. તમે લોકપ્રિય કૉમેન્ટ અથવા કૉમેન્ટ ઉમેર્યાની તારીખ મુજબ કૉમેન્ટ અનુક્રમિત કરી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયોની થંબનેલ પર ક્લિક કરો.
  4. સ્ક્રોલ કરો અને પછી વધુ બતાવો પર ક્લિક કરો.
  5. “કૉમેન્ટ અને રેટિંગ" વિભાગ હેઠળ આ મુજબ સૉર્ટ કરો પસંદ કરો.
  6. લોકપ્રિય અને સૌથી નવીમાંથી કોઈપણ એકની પસંદગી કરો.
  7. સાચવો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14349245822108817973
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false