કૉમેન્ટમાં સ્પામિંગ મેનેજ કરવું

કૉમેન્ટ મૉડરેશનના અનુભવને અમે વધુ સરળ બનાવ્યો છે અને YouTube Studioમાં મૉડરેશન માટેના બે ટૅબ, “રિવ્યૂ માટે હોલ્ડ પર રાખેલી” અને “સંભવિત રીતે સ્પામ”ને મર્જ કર્યા છે. હવે YouTube દ્વારા ઑટોમૅટિક રીતે હોલ્ડ પર રાખેલી કૉમેન્ટ “રિવ્યૂ માટે હોલ્ડ પર રાખેલી” નામના સંયોજિત ટૅબ પર 60 દિવસ સુધી દેખાશે.

કૉમેન્ટ માટે "જાણ કરો" અથવા "સ્પામ કે દુરુપયોગ તરીકે જાણ કરો" વિકલ્પ સમુદાયને સ્પામ કૉમેન્ટની સંખ્યાને નિયંત્રિત કરવાની સુવિધા આપે છે.

કૉમેન્ટની સ્પામ તરીકે જાણ કરો

કોઈપણ કૉમેન્ટને સ્પામ તરીકે માર્ક કરી શકે છે. વીડિયો અથવા ચૅનલના કૉમેન્ટ વિભાગમાંથી:

  1. તમે જેની સ્પામ તરીકે જાણ કરવા માગતા હો તે કૉમેન્ટ શોધો.
  2. વધુ '' અને પછી જાણ કરો પસંદ કરો.
  3. અનિચ્છિત વ્યાવસાયિક કન્ટેન્ટ અથવા સ્પામ અને જાણ કરો પસંદ કરો.

YouTube Studioમાં કૉમેન્ટનો રિવ્યૂ કરતી વખતે નિર્માતાઓ પણ સ્પામની જાણ કરી શકે છે.

જાણ કરવાની સુવિધાનો સાવચેતીથી ઉપયોગ કરો. તેનો દુરુપયોગ કરનાર કોઈપણ વ્યક્તિને પૂરેપૂરી રીતે YouTubeનો ઉપયોગ કરવાથી જ પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. 

સ્પામ તરીકે હોલ્ડ પર રાખેલી કૉમેન્ટનો રિવ્યૂ કરો 

તમારા વીડિયો અથવા ચૅનલ પર સ્પામ તરીકે જાણ કરવામાં આવેલી કૉમેન્ટનો રિવ્યૂ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કૉમેન્ટ પસંદ કરો.
  3. રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી ટૅબ પસંદ કરો.
નોંધ: જો તમારા કન્ટેન્ટ પર કોઈપણ કૉમેન્ટની સ્પામ તરીકે જાણ કરવામાં આવી હોય, તો તે 'રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી' ટૅબની નીચે દેખાશે. કૉમેન્ટને “સંભવિત રીતે સ્પામ” તરીકે પણ લેબલ કરવામાં આવશે.

રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી ટૅબમાંથી તમે આ કરવાનું પસંદ કરી શકો છો:

  • કૉમેન્ટ  મંજૂર કરવી
  • કૉમેન્ટ કાઢી નાખવી
  • કૉમેન્ટની સ્પામ અથવા દુરુપયોગ તરીકે જાણ કરવી
  • તમારી ચૅનલ પરથી વપરાશકર્તાઓને છુપાવવા

સ્પામ વિશે સમજો

સ્પામ એ એવું કન્ટેન્ટ અથવા સંદેશાવ્યવહાર છે જે વધુ સુસંગત અને નોંધપાત્ર સામગ્રી શોધવાનું મુશ્કેલ બનાવીને નકારાત્મક અનુભવ ઊભો કરે છે. તેનો ઉપયોગ કેટલીકવાર YouTube પર આડેધડ રીતે અનપેક્ષિત બલ્ક મેસેજ મોકલવા માટે થઈ શકે છે. 

YouTube કૉમેન્ટની ટેક્સ્ટના આધારે અથવા કોઈ ચોક્કસ કૉમેન્ટ કરનારની વર્તણૂંકના આધારે સ્પામ શોધે છે. દાખલા તરીકે, વારંવાર કૉમેન્ટ પોસ્ટ કરવાથી તેની સ્પામમાં ગણતરી થઈ શકે છે.

અપલોડકર્તાઓ પાસે તેમના વીડિયો પર કરેલી કૉમેન્ટ પર વધારાનું નિયંત્રણ હોય છે. તમારી કૉમેન્ટ દેખાય થાય તે પહેલાં તેઓ તેનો રિવ્યૂ કરી શકે છે અથવા તેને સંપૂર્ણપણે કાઢી નાખી શકે છે. અપલોડકર્તા સ્પામ તરીકેની કૉમેન્ટને "અનમાર્ક" કરી શકે છે.

સામાન્ય પ્રશ્નો

જ્યારે કોઈ કૉમેન્ટની સ્પામ તરીકે જાણ કરવામાં આવે ત્યારે શું થાય છે?

સ્પામ તરીકે જાણ કરવામાં આવેલી કૉમેન્ટને YouTube Studioના કૉમેન્ટ વિભાગમાં 60 દિવસ માટે રિવ્યૂ માટે હોલ્ડ પર રાખવામાં આવી શકે છે.

શું હું કોઈ કૉમેન્ટને સ્પામ તરીકે માર્ક કરવાની ક્રિયા રદ કરી શકું છું?

ના. એકવાર તમે કોઈ કૉમેન્ટને સ્પામ તરીકે માર્ક કરો, ત્યાર પછી તે ક્રિયા રદ કરી શકાતી નથી.
"સ્પામ કે દુરુપયોગની જાણ કરો" સુવિધાનો ખૂબ સાવચેતીથી ઉપયોગ કરો. જો તમે તેનો દુરુપયોગ કરશો, તો તમને YouTube પરથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.

હું કોઈને મારી કૉમેન્ટ સ્પામ કરતા કઈ રીતે બ્લૉક કરી શકું છું?

કોઈને તમારી ચૅનલ પરથી છુપાવવા માટે:

  1. તેઓએ તમારી ચૅનલ અથવા વીડિયો પર કરી હોય તેવી કોઈ કૉમેન્ટ શોધો.
  2. કૉમેન્ટની બાજુમાં, વધુ '' અને પછી વપરાશકર્તાને ચૅનલમાંથી છુપાવો  પસંદ કરો.

શું હું સ્પામ કૉમેન્ટ ફિલ્ટર કરવાનું રોકી શકું છું?

YouTubeની કૉમેન્ટમાં સ્વસ્થ વાતચીત જાળવવા માટે અમારી સિસ્ટમ ઑટોમૅટિક રીતે સ્પામ શોધી કાઢે છે. નિર્માતાઓ હંમેશા "સંભવિત રીતે સ્પામ" તરીકે જાણ કરેલી કૉમેન્ટનો રિવ્યૂ કરી શકે છે અને તેને સ્પામ તરીકે અનમાર્ક કરી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13070399474902396712
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false