જાહેરાતકર્તાને અનુરૂપ કન્ટેન્ટ બનાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો અને જાહેરાતો દ્વારા કમાણી કરવા માગતા હો તો ખાતરી કરો કે તમારું કન્ટેન્ટ અમારા જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનું પાલન કરે છે. 

તમામ કન્ટેન્ટ દિશાનિર્દેશોનું પાલન કરે તે જરૂરી છે

અમે તમારા કન્ટેન્ટના તમામ પાસાઓને ધ્યાનમાં લઈએ છીએ. જ્યારે અમે કન્ટેન્ટ વિશે વાત કરીએ છીએ, ત્યારે તેનો અર્થ તમારા:

  • વીડિયો, Short અથવા લાઇવ સ્ટ્રીમ કન્ટેન્ટ એમ થાય છે
  • શીર્ષક
  • થંબનેલ
  • વર્ણન
  • ટૅગ

જાહેરાતો માટે યોગ્ય બનવા માટે, તમારું બધું કન્ટેન્ટ અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાને અનુસરે તે જરૂરી છે.

તમારા વીડિયોમાં સંદર્ભ ઉમેરવો

સંદર્ભ મહત્વપૂર્ણ છે. જો શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક મૂલ્ય હોય, તો તે જાહેરાતકર્તાઓ માટે વીડિયોની યોગ્યતાને બદલી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે "જોમ" મેળવવા માટે કોકેનનો ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવી રહ્યાં હો તો તે જાહેરાતો માટે યોગ્ય નથી, તેથી તમારે તે વીડિયો માટે જાહેરાતો ચાલુ કરવી જોઈએ નહીં. પરંતુ, જો તમારો વીડિયો તબીબી પ્રક્રિયાના ભાગ રૂપે કોકેનનો ઉપયોગ થતો બતાવે તો તે કેટલાક જાહેરાતકર્તાઓ માટે યોગ્ય હોઈ શકે છે. 

સંદર્ભ ઉમેરવાથી અમને કમાણી કરવાની પ્રક્રિયાનો યોગ્ય નિર્ણય લેવામાં પણ મદદ મળે છે. અમારી સિસ્ટમ હંમેશાં સાચી નથી પડતી જો અમારી સિસ્ટમ તમારા વીડિયોને તમામ જાહેરાતકર્તાઓ માટે યોગ્ય નથી તરીકે ચિહ્નિત કરે, તો તમે માનવ દ્વારા રિવ્યૂની વિનંતી કરી શકો છો. અમારા માનવ રિવ્યૂઅર અંતિમ કમાણી કરવાની પ્રક્રિયાનો નિર્ણય લેવા માટે તમારા કન્ટેન્ટ અને સંદર્ભનું મૂલ્યાંકન કરશે. 

અમારા જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનો ઉપયોગ કરીને રિવ્યૂઅર કન્ટેન્ટનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે તે વિશે વધુ જાણો. 

જાહેરાતકર્તાઓને અનુકૂળ ન હોય તેવા કન્ટેન્ટ માટે જાહેરાતો બંધ કરવી

જો તમે એવું કન્ટેન્ટ અપલોડ કરવા માગો છો જે અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાને અનુસરતી નથી, તો તમારે વ્યક્તિગત વીડિયો પર જાહેરાતો બંધ કરવી જોઈએ. જ્યારે તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં રહો ત્યારે આ વિકલ્પ તમને જાહેરાતકર્તાને અનુકૂળ ન હોય તેવા કોઈપણ વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયાને નાપસંદ કરવાની મંજૂરી આપે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17012483156520332693
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false