'મારી ચૅનલને કમાણી કરવાની પ્રક્રિયા માટે નકારવામાં આવી હતી' તે સંબંધિત સામાન્ય પ્રશ્નો

શા માટે મારી ચૅનલને કમાણી કરવાની પ્રક્રિયા માટે નકારવામાં આવી હતી?

જો YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) માટેની તમારી ઍપ્લિકેશન નકારી કાઢવામાં આવી હોય, તો તેનો અર્થ એ છે કે અમારા માનવ રિવ્યૂઅર માને છે કે તમારી ચૅનલનો નોંધપાત્ર ભાગ અમારી પૉલિસીઓ અને દિશાનિર્દેશોનું પાલન કરતો નથી. આગળના પગલાં વિશે જાણવા માટે, આ લેખમાં અન્ય પ્રશ્નો જુઓ.

શું હું ફરીથી અરજી કરી શકું?

હા. જો તે તમારો પહેલો અસ્વીકાર હોય, તો તમને તમારો અસ્વીકાર ઇમેઇલ મળ્યાના 30 દિવસ પછી તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં ફરીથી અરજી કરી શકો છો. જો તે તમારો પહેલી વખતનો અસ્વીકાર ન હોય, અથવા તમે અગાઉ ફરીથી અરજી કરી હોય, તો તમે અસ્વીકાર ઇમેઇલ મળ્યાના 90 દિવસ પછી અરજી કરી શકો છો. તમે ફરીથી અરજી કરો તે પહેલાં તમે પૉલિસીના ઉલ્લંઘન માટે તમારી ચૅનલને રિવ્યૂ કરવા માગો છો.

જો તમે માનતા હો કે તમારી ચૅનલને YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) દ્વારા ખોટી રીતે નકારી કાઢવામાં આવી હતી, તો તમારી પાસે ઍપ્લિકેશનના પ્રયાસોની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર 21 દિવસની અંદર અપીલ કરવાનો વિકલ્પ છે. 

મારી ઍપ્લિકેશનને વધુ મજબૂત બનાવવા માટે હું શું કરી શકું?

અમે વચન આપી શકતા નથી કે તમે તમારી ચૅનલને ઠીક કર્યા પછી કમાણી કરી શકશો. પરંતુ તમારી ચૅનલને પ્રોગ્રામ માટે લાયક તબક્કા સુધી પહોંચાડવામાં તમારી સહાય માટે અમારી પાસે કેટલાક સામાન્ય દિશાનિર્દેશો છે.

  1. તમારો અસ્વીકાર ઇમેઇલ વાંચો. તેમાં જે ચોક્કસ પૉલિસીઓનું તમારી ચૅનલે ઉલ્લંઘન કર્યું છે તે જણાવવામાં આવી હશે.
  2. તે પછી, અમારી YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓ અને અમારા સમુદાયના દિશાનિર્દેશો સામે તમારા કન્ટેન્ટ (વીડિયો, શીર્ષકો, વર્ણનો, થંબનેલ અને ટૅગ)નો રિવ્યૂ કરો.
  3. આગલું પગલું છે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા કોઈપણ વીડિયોમાં ફેરફાર કરવો કે તેને ડિલીટ કરવો

જો તમે ફરીથી અરજી કરો તો અમારી રિવ્યૂ ટીમ તમારા કન્ટેન્ટને ફરીથી ધ્યાનપૂર્વક જોશે. જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે તમને જણાવવા માટે અમે તમને ઇમેઇલ કરીશું (તેમાં લગભગ એક મહિનાનો સમય લાગે છે). તમે YouTube Studioના કમાણી કરો વિભાગમાં પણ તમારી ઍપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4025648987089262883
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false