Super Chat કે Super Stickersની ખરીદી કરો

નોંધ: YouTube Android ઍપ પર કરવામાં આવેલી કેટલીક નવી Super Chat, Super Stickers અથવા Super Thanks ખરીદીઓનું બિલ Google Play દ્વારા વસૂલવામાં આવશે. આ ફેરફાર કિંમત કે ખર્ચને માત્ર જે જગ્યાનું ખરીદીનું બનાવ્યું છે, તેને અસર કરશે નહીં નવા શુલ્ક જોવા અને તમારું બિલિંગ કેવી રીતે કરવામાં આવ્યું છે તે ચેક કરવા માટે, તમે pay.google.com પર જઈ શકો છો.

Super Chat કે Super Stickers વડે લાઇવ ચૅટ મેસેજને અલગ બનાવો. જ્યારે તમે Super Chat ખરીદો છો અને તેને મોકલો છો ત્યારે તમે લાઇવ ચૅટ ફીડમાં જ તમારા મેસેજને હાઇલાઇટ કરી શકો છો. Super Stickers વડે તમે ડિજિટલ કે ઍનિમેશનવાળો મેસેજ જોશો કે જે લાઇવ ચૅટ ફીડ દરમિયાન પૉપ-અપ થાય છે. ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિશે વધુ જાણો. નિર્માતાઓ Super Chat અને Super Stickersની મોટા ભાગની આવક મેળવે છે.

Super Chat કે Super Stickerની ખરીદી કરવી

તમારા કમ્પ્યૂટર પર Super Chat કે Super Stickerની ખરીદી કરવા માટે આ સૂચનાઓ અનુસરો:
  1. લાઇવ ચૅટમાં જ ડોલરના ચિહ્ન પર ક્લિક કરો. લાઇવ ચૅટ જોઈ શકાય તેવી હોવી જરૂરી છે.
  2. નીચેનામાંથી કોઈ એક પસંદ કરો:​
    1. Super Sticker અને પછી તમને પસંદ હોય તે સ્ટિકર પૅક શોધો અને પછી ખરીદી કરવા માટે વ્યક્તિગત સ્ટિકર પસંદ કરો.
    2. Super Chat અને પછી રકમ પસંદ કરવા માટે, સ્લાઇડર ખેંચો અથવા અપેક્ષિત મૂલ્ય ટાઇપ કરો અને પછી વૈકલ્પિક મેસેજ ઉમેરો.
      • ચૅટ ફીડના ફેરફારોમાં સૌથી ઉપર પિન કરેલા સમયના રંગ અને માત્રનો આધાર તમે કેટલો ખર્ચ કરો છો, તેના પર રહે છે. 
  3. ખરીદો અને મોકલો પર ક્લિક કરો.
  4. તમારી ખરીદી પૂરી કરવા માટે સૂચનાઓ અનુસરો.

એકવાર તમે Super Chat કે Super Sticker ખરીદી લો, પછી:

  • ખરીદીના મૂલ્યના આધારે, અમે કદાચ તમારી Super Chat કે Super Stickerને લાઇવ ચૅટ ફીડની સૌથી ઉપરની બાજુએ પિન કરી શકીએ છીએ. કાઉન્ટડાઉન ટીકર બતાવશે કે કેટલા સમય સુધી તમારી Super Chat કે Super Sticker પિન થયેલું રહેશે. ટીકરમાંનો તમારો સમય પૂર્ણ થાય તે પહેલાં, નિર્માતા કદાચ લાઇવ ચૅટ અથવા લાઇવ સ્ટ્રીમ સમાપ્ત કરી શકે છે. Super Stickers અને Super Chats વીડિયો વચ્ચે ટ્રાન્સફર થતી નથી.
  • તમારી Super Chat કે Super Stickerની ખરીદીના ભાગ તરીકે, અમે કદાચ સાર્વજનિક રીતે માઇલસ્ટોનની ઘોષણા કરી શકીએ છીએ, જેથી અન્ય લોકો તમારા માઇલસ્ટોનની ઉજવણી કરી શકે, જેમ કે જ્યારે તમે પહેલી વાર Super Chat ખરીદો. તમે ખરીદો તે પહેલાં, તમે માઇલસ્ટોનની ઉજવણીની ઘોષણા પ્રાપ્ત કરશો. તમારા માઇલસ્ટોન તમારી ખરીદીના ઇતિહાસ પર આધારિત હોય છે, જે મારી ઍક્ટિવિટીમાં હોય છે.
  • કોઈ નિર્માતા કે અન્ય દર્શકો લાઇવ ચૅટ ફીડમાં તમારી Super Chat સાથે "હૃદયના ઇમોજી" વડે કે તેને "પસંદ" કરીને ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. જો કોઈ વપરાશકર્તા Super Chat મેસેજને "પસંદ" કરે, તો તે લાઇવ સ્ટ્રીમમાં જોવા મળશે, પરંતુ પછી તે સાચવવામાં કે રાખવામાં આવતો નથી, દા.ત., લાઇવ સ્ટ્રીમના આર્કાઇવમાં.
નોંધ:
  • તમારી Super Chat કે Super Sticker, ચૅનલનું નામ, પ્રોફાઇલ ફોટો અને ખરીદી જથ્થો લોકો જોઈ શકે છે.
  • YouTube પર બીજી બધી વસ્તુઓની જેમ, તમે જે Super Chats અને Super Stickers મોકલો છો, તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે એ જરૂરી છે.
  • YouTube તમારી ખરીદીની સંખ્યાની નોંધ કરશે, જેથી ખરીદીના માઇલસ્ટોન માટે સાર્વજનિક રીતે તમને ઓળખ મળી શકે. જો તમે ખરીદીના માઇલસ્ટોનમાં સહભાગી થવા ન માગતા હો, તો તમારી ખરીદીના ઐતિહાસિક ડેટાને કાઢી નાખવા માટે મારી પ્રવૃત્તિ પર જાઓ.

ખરીદીની મર્યાદાઓ

$5 (અથવા તેના જેટલી તમારી સ્થાનિક રકમ) કરતાં ઓછી ખરીદીઓને ટીકરમાં બતાવવામાં આવશે નહીં.

તમારા દેશ અથવા પ્રદેશના આધારે, દૈનિક અને અઠવાડિક ખરીદીની મર્યાદા અલગ હશે. સામાન્ય રીતે, તમે આની પર મહત્તમ દૈનિક $500 અથવા અઠવાડિક $2,000 (અથવા તમારા સ્થાનિક ચલણમાં તેના જેટલી રકમ) ખર્ચી શકો છો:

  • Super Chats
  • Super Stickers
  • Super Thanks
  • ત્રણેય સાથે

ચૅટની મધ્યસ્થતા

નિર્માતાઓ અને YouTube દ્વારા ટેક્સ્ટ અને ગ્રાફિક સહિત તમામ ચૅટ મેસેજની મધ્યસ્થતા કરી શકાય છે. મધ્યસ્થતા કરેલી ચૅટ તમને અને/અથવા બીજાને દેખાય નહીં, તે માટે તેને ગમે ત્યારે, કોઈ પણ કારણસર અને નોટીસ આપ્યા વિના કાઢી શકાય છે.

તમે ખરીદેલી અને મોકલેલી તમારી Super Chat કે તમારા Super Stickerને પણ કાઢી શકો છો. વધુ '' અને પછી કાઢી નાખો પર ક્લિક કરો.

મધ્યસ્થતા કરેલી કે કાઢી નાખેલી Super Chats અને Super Stickers રિફંડ જનરેટ કરશે નહીં. જો તમને કોઈ ચિંતા હોય, તો તમે YouTube સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો અથવા અમારી રિફંડ પૉલિસી તપાસી શકો છો.

Super Chat અને Super Sticker માટેની પૉલિસી

YouTube પર બીજા બધાની જેમ તમે જે Super Chats અને Super Stickers મોકલો છો, તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરતા હોય, તે જરૂરી છે.

તમારે YouTubeની સેવાની શરતોની જરૂરિયાત મુજબ લાગુ તમામ કાયદાઓનું પાલન કરવાનું ચાલુ રાખવું પણ જરૂરી છે. Super Chats અને Super Stickers પર તમે જે નાણાં ખર્ચો છો, તેની તમને અને તમારી પ્રવૃત્તિઓને લાગુ પડતા કાયદાઓના આધારે અલગ ગણતરી થઈ શકે છે. કૃપા કરીને ધ્યાન આપો કે Super Chat અને Super Stickers ક્રાઉડફંડિંગ અથવા ડોનેશન ટૂલ નથી. લાગુ તમામ કાયદાઓને સમજવાની અને તેનું સંપૂર્ણપણે પાલન કરવાની જવાબદારી તમારી છે -- તેમાં તમે Super Chats કે Super Stickers ખરીદી શકો કે નહીં, તે પણ શામેલ છે.

Super Stickers માટે કૉપિરાઇટની ફરિયાદ સબમિટ કરો

જો તમને લાગતું હોય કે Super Sticker તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરે છે, તો તમે કૉપિરાઇટના ઉલ્લંઘનનું નોટિફિકેશન ફાઇલ કરી શકો છો. આનાથી કાનૂની પ્રક્રિયા શરૂ થશે. ફરિયાદ સબમિટ કરવા માટે તમને જે Super Stickers તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતું હોવાનું લાગતું હોય, તેના URLની જરૂર પડશે.

ફરિયાદ સબમિટ કરવા માટે, તમારે ઇમેઇલ વડે copyright@youtube.com પર નીચેની માહિતી મોલવાની જરૂર પડશે:

  1. તમારા સંપર્કની માહિતી
    તમારે અમને એ માહિતી આપી પડશે કે જે અમને અને તમે કાઢવા માગતા હો, તેવા કોઈ પણ Super Sticker(s)ના અપલોડકર્તા(ઓ)ને તમારી ફરિયાદ બાબતે તમારો સંપર્ક કરવા દે, જેમ કે, ઇમેઇલ ઍડ્રેસ, ભૌતિક સરનામું કે ટેલિફોન નંબર

  2. તમારા કામનું વર્ણન કે જેનું ઉલ્લંઘન થયું હોય એમ તમને લાગતું હોય
    તમારી ફરિયાદમાં, ખાતરી કરો કે તમે જે કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને સુરક્ષિત કરવા માગતા હો, તેનું સ્પષ્ટ અને સંપૂર્ણ વર્ણન આપ્યું છે. જો તમારી ફરિયાદમાં અનેક કૉપિરાઇટ કરેલ કાર્યો આવરવામાં આવ્યાં છે, તો કાયદો આવા કાર્યોની એક પ્રતિનિધિ સૂચિની મંજૂરી આપે છે.

  3. ઉલ્લંઘનનો આરોપ હોય તેવા દરેક Super Stickerનું ચોક્કસ URL
    તમારી ફરિયાદમાં જે Super Sticker એ તમારા અધિકારોનું ઉલ્લંઘન કર્યું હોવાનું તમને લાગતું હોય તેનું ચોક્કસ URL હોવું જરૂરી છે, નહીંતર અમે તેને શોધીને કાઢી શકીશું નહીં. Super Sticker વિશેની સામાન્ય માહિતી પૂરતી નથી, જેમ કે ચૅનલનું URL અથવા વપરાશકર્તાનું નામ.

    • URL શોધવા માટે: કમ્પ્યુટર પર, ચૅટ ફીડમાં Super Sticker કે Super Stickerની ખરીદીના ફ્લો પર જાઓ અને પછી Super Sticker અને પછી પર રાઇટ ક્લિક કરો ચિત્રનું સરનામું કૉપિ કરો.

  4. તમારે નીચેનું નિવેદન શામેલ કરવા માટે સંમત થવું જરૂરી છે:
    “હું સદ્ભાવથી માનું છું કે ફરિયાદમાં દર્શાવેલી રીતે સામગ્રીના ઉપયોગને કૉપિરાઇટના માલિક, તેના એજન્ટ કે કાયદા દ્વારા અધિકૃત કરેલ નથી.”

  5. અને નીચેનું નિવેદન:
    "આ નોટિફિકેશનની માહિતી સચોટ છે અને ખોટી જુબાનીના દંડ અંતર્ગત શામેલ છે, હું જે એકમાત્ર અધિકારનું ઉલ્લંઘન થવાનો આરોપ છે તેનો માલિક છું અથવા માલિક વતી કામ કરવા માટે અધિકૃત એજન્ટ છું.”

  6. તમારી સહી
    સહી કરવા માટે કૉપિરાઇટના માલિક અથવા તેમના વતી કામ કરવા માટે અધિકૃત કરેલા પ્રતિનિધિની ભૌતિક કે ઇલેક્ટ્રોનિક સહી કરવી જરૂરી છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે તમારી સહી તરીકે તમારી ફરિયાદમાં સૌથી નીચે તમે બધા પૂરું કાનૂની નામ ટાઇપ કરી શકો છો (નામ અને અટક, કંપનીનું નામ નહીં).

Super Chat અને Super Stickers ઉપલબ્ધ છે, તેવા લોકેશન

નીચેનાં લોકેશન પર Super Chat અને Super Stickers ઉપલબ્ધ છે:
  • આલ્જેરિયા
  • અમેરિકન સમોઆ
  • આર્જેન્ટિના
  • અરુબા
  • ઑસ્ટ્રેલિયા
  • ઑસ્ટ્રિયા
  • બેહરીન
  • બેલારુસ
  • બેલ્જિયમ
  • બર્મુડા
  • બોલિવિયા
  • બોસ્નિયા અને હર્ઝેગોવિના
  • બ્રાઝિલ
  • બલ્ગેરિયા
  • કેનેડા
  • કેયમેન આઇલેન્ડ્સ
  • ચિલી
  • કોલંબિયા
  • કોસ્ટા રિકા
  • ક્રોએશિયા
  • સાયપ્રસ
  • ચેક રિપબ્લિક
  • ડેનમાર્ક
  • ડોમિનિકન રિપબ્લિક
  • એક્વાડોર
  • ઇજિપ્ત
  • ઍલ સાલ્વાડોર
  • એસ્ટોનિયા
  • ફિનલૅન્ડ
  • ફ્રાંસ
  • ફ્રેન્ચ ગયાના
  • ફ્રેંચ પોલિનેશિયા
  • જર્મની
  • ગ્રીસ
  • ગ્વાડેલોપ
  • ગ્વામ
  • ગ્વાટેમાલા
  • હોન્ડુરસ
  • હોંગકોંગ
  • હંગેરી
  • આઇસલૅન્ડ
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • આયર્લૅન્ડ
  • ઇઝરાઇલ
  • ઇટાલી
  • જાપાન
  • જોર્ડન
  • કેન્યા
  • કુવૈત
  • લાતવિયા
  • લેબનોન
  • લિકટેંસ્ટેઇન
  • લિથુઆનિયા
  • લક્ઝમબર્ગ
  • મેસેડોનિયા
  • મલેશિયા
  • માલ્ટા
  • મેક્સિકો
  • મોરોક્કો
  • નેધરલૅન્ડ્સ
  • ન્યૂઝીલૅન્ડ
  • નિકારાગુઆ
  • નાઇજીરિયા
  • નોર્ધર્ન મારિયાના આઇલેન્ડ્સ
  • નૉર્વે
  • ઓમાન
  • પનામા
  • પપુઆ ન્યૂ ગિની
  • પેરાગ્વે
  • પેરુ
  • ફિલિપિન્સ
  • પોલૅન્ડ
  • પોર્ટુગલ
  • પોર્ટો રિકો
  • કતાર
  • રોમાનિયા
  • સાઉદી અરેબિયા
  • સેનેગલ
  • સર્બિયા
  • સિંગાપુર
  • સ્લોવાકિયા
  • સ્લોવેનિયા
  • દક્ષિણ આફ્રિકા
  • દક્ષિણ કોરિયા
  • સ્પેઇન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલૅન્ડ
  • તાઇવાન
  • થાઇલૅન્ડ
  • તુર્કી
  • તુર્ક્સ અને કાઇકોસ આઇલૅન્ડ્સ
  • યુ.એસ વર્જિન આઇલેન્ડ્સ
  • યુગાંડા
  • યુનાઇટેડ અરબ એમિરેટ્સ
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ
  • ઉરુગ્વે
  • વિયેતનામ

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2559980004970268075
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false