Nintendo Switch પર YouTube જુઓ

હવે તમે Nintendo Switch પર YouTube વીડિયો જોઈ શકો છો. તમે તમારી સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલો જોઈ શકો છો, કન્ટેન્ટ શોધો અને તમારા મોબાઇલ ડિવાઇસને રિમોટ તરીકે વાપરો.

YouTube ઍપ્લિકેશન ડાઉનલોડ કરો

શરૂઆત કરવા YouTube ઍપ ડાઉનલોડ કરો.

YouTube પર સાઇન ઇન કે સાઇન આઉટ કરો

  1. સાઇન ઇન પેજ પર જાઓ.
  2. તમારા Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો. જો તમારી પાસે એક કરતાં વધુ Google એકાઉન્ટ હોય, તો તમે YouTubeમાં તમે જે એકાઉન્ટ વાપરતા હોય, તેને પસંદ કર્યું હોવાની ખાતરી કરો.
  3. સાઇન ઇન કર્યા પછી, તમને તમારા એકાઉન્ટ સાથે જોડાયેલી Googleની ઓળખોની સૂચિ દેખાય શકે છે. તમારી YouTube ચૅનલ સાથે લિંક થયેલું એકાઉન્ટ પસંદ કર્યું હોવાની ખાતરી કરો. જો તમે YouTube ચૅનલ ન હોય તેવું કોઈ બ્રાંડ એકાઉન્ટ પસંદ કરો છો, તો તમે સાઇન ઇન કરી શકશો નહીં.
નોંધ: ઍપ ખોલતી વખતે તમને Nintendo એકાઉન્ટ વાપરવાનું કહેવામાં આવશે. YouTube વાપરવા માટે તમે Nintendo :એકાઉન્ટ વાપરી શકો છો.

તમારી Nintendo Switchમાંથી તમારું એકાઉન્ટ કેવી રીતે અનલિંક કરવું, તેના વિશે જાણો.

વીડિયો નિયંત્રણો

કોઈ પણ કનેક્ટ થયેલા નિયંત્રક પર ડાબી જૉયસ્ટિક કે ડી-પૅડ વડે YouTube અજમાવો. YouTube ઍપ પર હાલ સંકેત સ્વાઇપ કરવાને સપોર્ટ કરવામાં આવતો નથી.
તમે ચલાવવા માટેનો કોઈ વીડિયો પસંદ કરી લો એટલે પ્લેયરના નિયંત્રણોનું બાર તમને એ બતાવશે કે જે તમને નીચેની ક્રિયાઓ કરવા દે છે:
  • હોમ: B પર ટૅપ કરીને હોમ સ્ક્રીન પર પાછા ફરો.
  • Play icon ચલાવો: તમારો વીડિયો ચલાવો કે ફરી શરૂ કરો. તમે A પર પણ ટૅપ કરી શકો છો.
  • કૅપ્શન : જો ઉપલબ્ધ હોય, તો વીડિયોનાં ઉપશીર્ષકો બતાવે છે.

વીડિયો ચલાવતી વખતે, વધુ વિકલ્પો ઓળખવા માટે “વધુ ક્રિયાઓ” પસંદ કરો:

  • ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.
  • વીડિયોને રેટ કરો.
  • સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ વીડિયોની જાણ કરો.
નોંધ: YouTube ઍપમાં Nintendo Switch પર સ્ક્રીનશૉટ ફંક્શનને સપોર્ટ કરવામાં આવતો નથી.

વીડિયો શોધો

YouTubeના મુખ્ય મેનૂમાં, વીડિયો શોધવા માટે X પર દબાવો. જોધતી વખતે, જગ્યા ઉમેરવા માટે Y દબાવો અને અક્ષરો ડિલીટ કરવા માટે B દબાવો.
  • વીડિયો બ્રાઉઝ કરો: તમે જેમ શોધો છો તેમ તમારી સ્ક્રીનના નીચેના ભાગે સંબંધિત વીડિયો બતાવશે. વીડિયોના પરિણામો બ્રાઉઝ કરવા માટે, ડી-પૅડ અથવા ડાબી સ્ટિક પર ડાબી અથવા જમણી બાજુએ દબાવો.
  • તમારી શોધમાં ફેરફાર કરો: ટાઇપ કરવા માટે કીબોર્ડ ખોલવા ફરીથીX પર દબાવો અથવા કીબોર્ડ આઇકન પર ક્લિક કરો.
નોંધ: જ્યારે ડિવાઇસ હૅન્ડહેલ્ડ મોડ પર વાપરવામાં આવતું હોય ત્યારે શોધ કીબોર્ડ સાથે ટચસ્ક્રીનની સુવિધા કામ કરે છે.

તમારો જોવાયાનો ઇતિહાસ અને શોધ ઇતિહાસ સાફ કરો

તમે જોવાયાનો ઇતિહાસ કે શોધ ઇતિહાસ સાફ કરવા માટે:
  1. સેટિંગ પર જાઓ.
  2. જોવાયાનો ઇતિહાસ સાફ કરો અથવા શોધ ઇતિહાસ સાફ કરો પસંદ કરો.

આ ક્રિયા બધા ડિવાઇસ પરથી તમારા એકાઉન્ટનો જોવાયાનો ઇતિહાસ અથવા શોધ ઇતિહાસ અને તમારો સ્ટોરી જોવાયાનો ઇતિહાસ સાફ કરશે.

Nintendo માતાપિતાના યોગ્ય નિયંત્રણો અને સાઇન-ઇન

Nintendo Switch ઍપમાં કન્સોલના સિસ્ટમ સેટિંગમાં માતાપિતાના યોગ્ય નિયંત્રણો હોય છે. જો માતાપિતાના યોગ્ય નિયંત્રણો ચાલુ હોય, તો YouTube ઍપ લૉક હોઈ શકે છે.

તમારી Nintendo Switch પર માતાપિતાના યોગ્ય નિયંત્રણો ચાલુ અથવા બંધ કરવા માટે:

  1. સિસ્ટમ સેટિંગ પર જાઓ.
  2. માતાપિતાના યોગ્ય નિયંત્રણો પસંદ કરો.
  3. માતાપિતાના યોગ્ય નિયંત્રણોનાં સેટિંગ પસંદ કરો.
  4. મેં ઍપ ઇન્સ્ટૉલ કરેલી છે. આગળ શું? અથવા મારી પાસે સ્માર્ટ ડિવાઇસ નથી! પસંદ કરો અને પ્રૉમ્પ્ટ મુજબ કરો.
  5. તમારું અપેક્ષિત નિયંત્રણનું લેવલ પસંદ કરો.

“કિશોરાવસ્થા કરતાં નાની વય” અને “બાળક” માટેનાં પ્રતિબંધના લેવલ માટે Nintendo Switch ઍપ લૉક હોય છે. “કિશોર” અને “પ્રતિબંધિત નથી” માટે ઍપ અનલૉક કરેલી હોય છે.

નોંધ: જો તમે માતાપિતાના યોગ્ય નિયંત્રણો ચાલુ કરવા માગતા હો પરંતુ YouTube ઍપ માટે તેની જરૂરી ન હોય, તો પ્રતિબંધનું લેવલ અને પછી કસ્ટમ સેટિંગઅને પછી પ્રતિબંધિત સોફ્ટવેર. પર જાઓ

તમારા મોબાઇલ ડિવાઇસનું જોડાણ કરો

રિમોટ કન્ટ્રોલ તરીકે તમારા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરો. તમે m.youtube.com, Android માટે YouTube ઍપ અથવા YouTube iOS ઍપ મારફતે તેનું જોડાણ કરી શકો છો.

ખરીદેલું કન્ટેન્ટ જુઓ

તમને YouTube ઍપના લાઇબ્રેરી ટૅબમાં તમારું ખરીદી કરેલું કન્ટેન્ટ દેખાશે અને ત્યાંથી તમે તે ચલાવી શકો છો.
નોંધ: અત્યારે, તમે ડિવાઇસ પરથી સીધું જ કન્ટેન્ટ ખરીદી શકતા નથી.

360 વીડિયો જુઓ

તમે Nintendo Switch પર 360 ડિગ્રી વ્યૂવાળા વીડિયો જોઈ શકો છો. 360 વીડિયો જોતી વખતે જોડેલા નિયંત્રક પર ડાબી અને જમણી બન્ને જૉયસ્ટિકને વીડિયો ફરતે પૅન કરવા માટે વાપરી શકાય છે.

વીડિયોની ક્વૉલિટી

હેન્ડલ્ડ મોડમાં આપેલી ડિસ્પ્લેમાં મહત્તમ 720p રિઝોલ્યુશન હોય છે. ડૉક કરેલા મોડમાં, મહત્તમ 1080p રિઝોલ્યુશન હોય છે.
વીડિયો જોતી વખતે તેની ક્વૉલિટી બદલવા માટે:
  1. વીડિયો પ્લેયરમાં, વધુ 3 dot menu icon પસંદ કરો.
  2. ક્વૉલિટી  પસંદ કરો
  3. તમારી પસંદગીની વીડિયો ક્વૉલિટી પસંદ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9859038694947501630
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false