YouTube Analyticsમાં મર્યાદિત ડેટા સમજવો

અમે નિર્માતાઓને તેમની ચૅનલ વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે ઉપયોગી ડેટા આપવા માગીએ છીએ, પરંતુ YouTube Analyticsમાં અમુક ડેટા મર્યાદિત હોઈ શકે છે.

નોંધ: જો તમારા વીડિયો અથવા ચૅનલમાં પસંદ કરેલા સમયગાળા દરમિયાન પૂરતો ટ્રાફિક ન હોય, તો તમે તમારો ડેટા જોઈ શકશો નહીં. જો તમે કોઈ ચોક્કસ ફિલ્ટર પસંદ કર્યું હોય, જેમ કે ભૂગોળ અથવા લિંગ, તો તેને લીધે પણ તમે ડેટા જોઈ શકતા નથી.

તમે શું જોશો

તમે જોઈ શકો છો:

  • Analyticsમાં એવો એક મેસેજ કે તમે સંપૂર્ણ રિપોર્ટને ઍક્સેસ કરી શકતા નથી, જેમ કે, "વસ્તી વિષયકનો પર્યાપ્ત ડેટા નથી".
  • રિપોર્ટ અથવા કાર્ડ માટે "કુલ" અને તેની વ્યક્તિગત પંક્તિઓના સરવાળા વચ્ચેનો તફાવત. આ ઘટના ત્યારે બને છે જ્યારે ડેટાની પંક્તિ ઉપલબ્ધ ન હોય, છતાં પણ ચોક્કસ ગણતરી માટે કુલમાં સમાવેશ તેનો થાય. તમે ટેબલના તળિયે એક નોંધ જોશો કે ફક્ત મુખ્ય પરિણામો જ ઉપલબ્ધ છે.

જો તમે વધુ જોવા માગતા હો, તો સમયગાળો વધારવાનો અથવા ફિલ્ટર અને બ્રેકડાઉનને કાઢી નાખીને ફરી પ્રયાસ કરો. આ સેટિંગ બદલવાથી સંપૂર્ણ રિપોર્ટમાં ડેટાની માત્રા વધી શકે છે.

મર્યાદિત ડેટાના પ્રકાર

નીચેની માહિતી મર્યાદિત હોઈ શકે છે:

વસ્તી વિષયક માહિતીનો ડેટા

YouTube Analyticsમાં વય અને લિંગ જેવા વસ્તી વિષયક માહિતીનો ડેટા મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે, જો ડિસ્પ્લે કરવા માટે પૂરતો ડેટા ન હોય તો તમને વ્યક્તિગત વીડિયો અથવા દેશ માટે વસ્તી વિષયક માહિતીના મેટ્રિક જોતી વખતે મેસેજ દેખાઈ શકે છે.
તમારી ચૅનલ પરના વધુ પડતી ટ્રાફિક હોય તો પણ, તમે ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો માટે વસ્તી વિષયક માહિતીનો ડેટા જોઈ શકશો નહીં.

ઑડિયન્સનો ડેટા

તમે YouTube Analyticsમાં મર્યાદિત ઑડિયન્સનો ડેટા જોઈ શકો છો જો:

ભૂગોળનો ડેટા

દેશ સંબંધિત મેટ્રિક અથવા પરિમાણો મર્યાદિત હોઈ શકે છે. દેશ પ્રમાણે આવકનો ડેટા મર્યાદિત નથી.

તમારી ચૅનલ પર ટ્રાફિકની માત્રાને ધ્યાનમાં લીધા વિના, તમે નીચેના માટે કોઈપણ દેશનો ડેટા જોઈ શકશો નહીં:

  • રિઅલટાઇમના રિપોર્ટ
  • ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો

શોધ શબ્દો અને URL

તમે ટ્રાફિક સૉર્સ, પ્લેબૅક લોકેશન અને સબ્સ્ક્રાઇબર સૉર્સના રિપોર્ટ પર શોધ શબ્દો અને બાહ્ય URL માટે મર્યાદિત ડેટા જોઈ શકો છો. દાખલા તરીકે, ઓછા ટ્રાફિકને ચલાવતા એકમાત્ર શોધ શબ્દો અને URL કદાચ દેખાતા નથી. છતાં તમે એ જોશો કે જે સામાન્યપણે દર્શકોને તમારા કન્ટેન્ટ તરફ દોરી જાય છે.
નોંધ: તમે પ્લૅટફૉર્મ પર આધારિત YouTube Analyticsમાં વિવિધ મેટ્રિક જોઈ શકો છો - કમ્પ્યૂટર પર YouTube Studio અથવા YouTube Studio ઍપ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5439845247938100013
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false