તમારા વીડિયોને બ્લર કરો

તમે કમ્પ્યૂટર પર YouTube Studioમાં તમારા વીડિયોના ભાગોને બ્લર કરી શકો છો.

નોંધ

  • એકવાર વીડિયો બ્લર થઈ જાય, પછી ટ્રિમ કરવાની સુવિધા બંધ થઈ જાય છે. તેવી જ રીતે, એકવાર વીડિયો ટ્રિમ થઈ જાય, પછી બ્લર કરવાની સુવિધા બંધ થઈ જાય છે. આ મર્યાદા બધા નિર્માતાઓ પર લાગુ પડે છે.
  • 1,00,000થી વધુ વ્યૂ ધરાવતા ફેરફાર કર્યા વિનાના વીડિયો માટે, તમે ચહેરા બ્લર કરવા સિવાયના ફેરફારો કદાચ સાચવી શકશો નહીં. આ પ્રતિબંધ YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ હોય એવી ચૅનલ પર લાગુ થતો નથી.

વીડિયો એડિટર ખોલો

તમારા વીડિયોના વિભાગને બ્લર કરવા માટે, વીડિયો એડિટર ખોલો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે જેમાં ફેરફાર કરવા માગો છો, તે વીડિયોના શીર્ષક અથવા થંબનેલ પર ક્લિક કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, એડિટર પસંદ કરો.

ચહેરો બ્લર કરવાનો વિકલ્પ ઉમેરો

  1. બ્લર કરો  પછી ચહેરો બ્લર કરો પસંદ કરો.
  2. એકવાર પ્રક્રિયા પૂરી થઈ જાય, પછી તમે જે ચહેરાને બ્લર કરવા માગતા હો તેને પસંદ કરો, પછી લાગુ કરો પર ક્લિક કરો.
  3. બ્લર કરેલા ભાગની ગોઠવણ કરવા માટે, ક્લિક કરીને બૉક્સને ખેંચો.
  4. સાચવો પર ક્લિક કરો.

કસ્ટમ બ્લર ઉમેરો

  1. બ્લર કરો  પછી કસ્ટમ બ્લર કરો પસંદ કરો.
  2. બ્લર કરેલા ભાગની ગોઠવણ કરવા માટે, ક્લિક કરીને બૉક્સને ખેંચો.
  3. સાચવો પર ક્લિક કરો.

વધુ વિકલ્પો

  • બ્લર કરેલા બૉક્સને અન્ય જગ્યાએ ખસેડો: બૉક્સમાં ક્લિક કરીને ખેંચો.
  • બ્લર કરેલા આકારમાં ફેરફાર કરો: બ્લર કરવા માટેના તમારા આકાર તરીકે લંબચોરસ અથવા લંબગોળ પસંદ કરો.
  • બ્લર કરેલા ભાગનું કદ બદલો: વધુ મોટા કે નાના ભાગને બ્લર કરવા માટે બૉક્સના કોઈપણ ખૂણા પર ક્લિક કરીને ખેંચો.
  • ક્યારે બ્લર કરવામાં આવે તેમાં ફેરફાર કરો: બ્લર કરવાનું ક્યારે શરૂ થાય અને સમાપ્ત થાય, તે સેટ કરવા માટે ટાઇમલાઇનના છેડા પર ક્લિક કરીને ખેંચો.
  • બ્લર કરેલા ભાગને ખસવાની મંજૂરી આપો: બ્લર કરેલો ભાગ આસપાસ ખસે છે, તેની ખાતરી કરવા માટે ઑબ્જેક્ટ ટ્રૅક કરો પસંદ કરો.
  • બ્લર કરેલા ભાગને જરા પણ ખસવાથી અટકાવો: બ્લર કરેલો ભાગ હંમેશાં તે જ જગ્યાએ રહે છે તેની ખાતરી કરવા માટે, બ્લર કરેલા ભાગની સ્થિતિને ઠીક કરો પસંદ કરો.
  • અમુક જ ભાગોને બ્લર કરો: ક્લિક કરીને નવા બૉક્સને એ ભાગો પર ખેંચીને લઈ જાઓ, જેને તમે બ્લર કરવા માગો છો.
  • તમે તમારો ફેરફાર કરેલો વીડિયો ડાઉનલોડ કરી શકો છો અને તમે કરેલા ફેરફારો પબ્લિશ કરવા માટે તેને ફરી અપલોડ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12421935744722375919
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false