તમારા વીડિયો ટ્રિમ કરો

તમે કમ્પ્યૂટર પર તમારા વીડિયોને શરૂઆતમાં, વચ્ચે કે અંતમાં કટ કરી શકો છો. વીડિયોને ટ્રિમ કરવા માટે, તમારે તેને ફરીથી અપલોડ કરવો જરૂરી નથી. વીડિયોનું URL, વ્યૂની સંખ્યા અને કૉમેન્ટ એ જ રહેશે. આ સુવિધા છ કલાકથી ઓછી અવધિના વીડિયો માટે ઉપલબ્ધ છે.

YouTube Studioમાં વીડિયો એડિટર વડે તમારા વીડિયોને ટ્રિમ અને કટ કરવાની રીત

નોંધ:

  • એકવાર વીડિયો બ્લર થઈ જાય, પછી ટ્રિમ કરવાની સુવિધા બંધ થઈ જાય છે. તેવી જ રીતે, એકવાર વીડિયો ટ્રિમ થઈ જાય, પછી બ્લર કરવાની સુવિધા બંધ થઈ જાય છે. આ મર્યાદા બધા નિર્માતાઓ પર લાગુ પડે છે.
  • 100,000થી વધુ વ્યૂ ધરાવતા ફેરફાર કર્યા વિનાના વીડિયો માટે, તમે ચહેરા બ્લર કરવા સિવાયના ફેરફારો કદાચ સાચવી શકશો નહીં. આ પ્રતિબંધ YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ ચૅનલ પર લાગુ થતો નથી.

તમારા વીડિયોનો વિભાગ ટ્રિમ કરવા અથવા કાઢી નાખવા માટે વીડિયો એડિટર ખોલો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે જેમાં ફેરફાર કરવા માગો છો, તે વીડિયોના શીર્ષક અથવા થંબનેલ પર ક્લિક કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, એડિટર પસંદ કરો.

તમારા વીડિયોને શરૂઆતમાં કે અંતમાં ટ્રિમ કરો

 

  1. ટ્રિમ કરો અને કટ કરો  પસંદ કરો. એડિટરમાં વાદળી બૉક્સ દેખાશે.
  2. વાદળી બૉક્સને બાજુઓ પરથી ખેંચો. જ્યારે બૉક્સ વીડિયોના એ ભાગને આવરી લે જેને તમે રાખવા માગો છો, ત્યારે અટકી જાઓ. બૉક્સમાં ન હોય તેવું કંઈપણ, વીડિયોમાંથી કાઢી નાખવામાં આવશે.
  3. સાચવો પર ક્લિક કરો.

તમારા વીડિયોનો કોઈ વિભાગ બહાર કાઢો

  1. ટ્રિમ અને કટ કરો  પસંદ કરો, પછી નવા કટ પર ક્લિક કરો. એડિટરમાં લાલ બૉક્સ દેખાશે.
  2. લાલ બૉક્સની બાજુઓને ખેંચો. જ્યારે લાલ બૉક્સ વીડિયોના એ ભાગને આવરી લે જેને તમે કાઢી નાખવા માગો છો, ત્યારે અટકી જાઓ. જે કંઈપણ લાલ બૉક્સમાં નથી, તે વીડિયોમાં રહેશે.
  3. તમારા ફેરફારો કન્ફર્મ કરવા માટે, કટ કરો  પસંદ કરો.
  4. સાચવો પર ક્લિક કરો.

જો તમે કોઈ ચોક્કસ સમયે તમારા વીડિયોને ટ્રિમ અથવા કટ કરવા માગતા હો, તો તમે બૉક્સમાં તે સમય દાખલ કરી શકો છો. તમારા ફેરફારોનો રિવ્યૂ કરવા માટે, પ્રીવ્યૂ કરો પસંદ કરો. તે વિભાગ માટે કટ કરવાનો છેલ્લો ફેરફાર રદ કરવા માટે, છેલ્લો ફેરફાર રદ કરો પર ક્લિક કરો. તમે તમારા ફેરફારો રદ કરવા માટે કોઈપણ સમયે ફેરફારો કાઢી નાખો પર ક્લિક કરી શકો છો.

વધુ વિકલ્પો

  • તમે તમારા ડ્રાફ્ટમાં કરેલો કોઈપણ ફેરફાર જેને સાચવવામાં આવ્યો નથી, તેને કાઢી નાખવા માટે વધુ '' અને પછી ઑરિજિનલ પર પાછા કરો પસંદ કરી શકો છો.
  • તમે તમારો ફેરફાર કરેલો વીડિયો ડાઉનલોડ કરી શકો છો અને તમે કરેલા ફેરફારો પબ્લિશ કરવા માટે તેને ફરી અપલોડ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9898188175485601082
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false