તમારી આધિકારિક કલાકાર ચૅનલ મેનેજ કરવી

તમારી ચૅનલના નામ તરીકે તમારા કલાકારના નામનો ઉપયોગ કરવો

ચૅનલના અસરકારક નામ ચાહકોને શોધ પરિણામોમાં તમારી આધિકારિક ચૅનલ અને સમગ્ર YouTube પર તમારા આધિકારિક વીડિયોને સરળતાથી શોધવામાં મદદ કરી શકે છે. ચૅનલના નબળા નામ તમારી ચૅનલ અને તમારા વીડિયોની શોધને ચાહકો માટે વધુ મુશ્કેલ બનાવી શકે છે અને સંભવિતપણે તમારા વિશ્લેષણો પર નકારાત્મક અસર કરી શકે છે. તમારી OAC માટે તમારું આધિકારિક કલાકાર નામ, બૅન્ડનું નામ અથવા તમારા સૌથી નવા રિલીઝનું નામ વાપરવાનું વિચારો.

ઉદાહરણ તરીકે, Big Light બૅન્ડ માટે ચૅનલનું ઉમદા નામ Big Light હશે. તમારી સૌથી નવી રિલીઝ પર હોય તે નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

તમારી ચૅનલનું નામ લખવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ

YouTube પર ચાહકો માટે તમારી ચૅનલનું નામ બહેતર છે તેની ખાતરી કરવા માટે આ શ્રેષ્ઠ પદ્ધતિને અનુસરો:
  • યોગ્ય કૅપિટલાઇઝેશનનો ઉપયોગ કરો: ઉદાહરણ તરીકે, "big light" અથવા "BIG LIGHT" નો ઉપયોગ કરશો નહીં, સિવાય કે તમારી બ્રાંડ સ્પષ્ટપણે સ્ટાઇલના ભાગ તરીકે કૅપિટલાઇઝેશનનો ઉપયોગ કરે.
  • યોગ્ય સ્પેસનો ઉપયોગ કરો: ઉદાહરણ તરીકે, "BigLight" નો ઉપયોગ કરશો નહીં, સિવાય કે તમારી બ્રાંડ સ્પષ્ટપણે સંકલિત નામોનો ઉપયોગ કરે.
  • વધારાના શબ્દો ટાળો: ઉદાહરણ તરીકે, તમારા નામમાં "આધિકારિક", "ટીવી", "ચૅનલ", "YouTube" અથવા "પ્રોડક્શન" જેવા શબ્દો ઉમેરશો નહીં.
  • પ્રાથમિક ભાષા પસંદ કરો: જો તમારા ઑડિયન્સ ઘણી ભાષાઓમાં વિસ્તરેલા હોય તો તમારા નામ માટે એક ભાષા પસંદ કરો. તમે વૈકલ્પિક અનુવાદો ઉમેરી શકો છો જે ચાહકોની ભાષા પસંદગીના આધારે દેખાશે.
નોંધ: તમારી ચૅનલનું નામ બદલવાથી અન્ય Google પ્રોડક્ટ પર પણ તમારું નામ બદલાઈ જશે, સિવાય કે તમે તમારી ચૅનલને બ્રાંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોય. બ્રાંડ એકાઉન્ટ તમને એક નામ રાખવાની મંજૂરી આપશે જે ફક્ત YouTubeને જ લાગુ પડે છે. તે તમને તમારી ટીમના અન્ય લોકોને ચૅનલની પરવાનગીઓ આપવાની પણ મંજૂરી આપે છે.

નોટિફિકેશન

એકવાર ચાહકો સબ્સ્ક્રાઇબ કરે તે સાથે તેમને તમે નવા વીડિયો પબ્લિશ કરો તેના નોટિફિકેશન પણ મળવાનું શરૂ થઈ શકે છે. ડિફૉલ્ટ તરીકે, અમે ચૅનલમાંથી માત્ર હાઇલાઇટ મોકલીશું.

જો તમારી પાસે આધિકારિક કલાકાર ચૅનલ હોય તો દર્શકો તેમની સબ્સ્ક્રિપ્શન ફીડમાં માત્ર આધિકારિક ચૅનલમાંથી આવતા નોટિફિકેશન જ જોઈ શકશે.

તેઓને આધિકારિક કલાકાર ચૅનલમાંથી જે પ્રકારના નોટિફિકેશન મળશે તે તમારી અન્ય ચૅનલ માટે તેમની પાસે રહેલી નોટિફિકેશન પસંદગીઓ પર આધાર રાખે છે. ટૉપિક ચૅનલની પસંદગીઓ આધિકારિક કલાકાર ચૅનલ માટે નોટિફિકેશન સેટિંગને અસર કરતી નથી.

દર્શક સેટિંગ નોટિફિકેશનને કેવી રીતે અસર કરે છે તે જાણો

  • જો દર્શકો OAC પર બેલનું નોટિફિકેશન સેટ કરે તો તેઓ અન્ય ચૅનલ પર તેમના સેટિંગને ધ્યાનમાં લીધા વગર બેલનું નોટિફિકેશન મેળવશે.
  • જો દર્શકો OAC પર હાઇલાઇટ સેટ કરે તો તેઓ અન્ય ચૅનલ પર તેમના સેટિંગને ધ્યાનમાં લીધા વિના હાઇલાઇટ મેળવશે. 
  • જો કોઈ દર્શક તમારી હાલની ચૅનલ માટે નોટિફિકેશનના સેટિંગ પસંદ કરે અને પછી તમારા OAC પર સબ્સ્ક્રાઇબ કરે તો તેમના નોટિફિકેશનના સેટિંગ OAC પર લઈ જવામાં આવશે.

કલાકારો માટેના YouTube Analytics જુઓ

જો તમે YouTube પર કલાકાર હો અને તમારી પાસે આધિકારિક કલાકાર ચૅનલ હોય તો તમે Analytics જોવા માટે YouTube Studio ઍપનો ઉપયોગ કરી શકો છો. તમારું મ્યુઝિક જ્યાં હોય તે તમામ ચૅનલમાં Analytics તમારો ડેટા બતાવશે (ઉદાહરણ તરીકે, કલાકારની માલિકીની અને સંચાલિત ચૅનલ, ટૉપિક ચૅનલ અને VEVO).

કલાકારો માટે YouTube Analyticsવિશે વધુ જાણો.

તમારી કલાકાર ડિસ્કોગ્રાફી અપડેટ કરો

જો તમને તમારી ડિસ્કોગ્રાફીમાં ભૂલો દેખાય છે, જેમ કે ખોટા આલ્બમ શીર્ષકો અથવા ગીત મેટાડેટા, તો તમારા લેબલ અથવા વિતરકનો સંપર્ક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9048591852179248778
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false