આધિકારિક કલાકાર ચૅનલના વિભાગો

ટૂંક સમયમાં તમારા વીડિયો ટૅબ હેઠળ આપેલી તમારી આધિકારિક કલાકાર ચૅનલમાંથી "મ્યુઝિક" અને "કલાકાર તરફથી વધુ" શેલ્ફ કાઢી નાખીશું. તમારી ચૅનલ પર તમારું કન્ટેન્ટ દેખાવાનું ચાલુ રહેશે.

આધિકારિક કલાકાર ચૅનલ તમને તમારી ચૅનલનાં લેઆઉટ માટે નવા વિકલ્પો ઑફર કરે છે. સ્ટૅન્ડર્ડ ચૅનલના વિભાગો ઉપરાંત, તમે તમારી આધિકારિક કલાકાર ચૅનલ પર નીચે આપેલા વિભાગો પણ શામેલ કરી શકો છો:

વીડિયો બતાવો

તમે તમારી આધિકારિક કલાકાર ચૅનલ પર સૌથી ઉપર બતાવવા માગતા હોય તે વીડિયો પસંદ કરી શકો છો—પછી ભલે તે વીડિયો તમે અપલોડ ન કર્યો હોય. નવા મુલાકાતીઓ અને પાછા આવનારા સબ્સ્ક્રાઇબર માટે અલગ વીડિયો પસંદ કરો.

રિલીઝ

રિલીઝ એ ઑટો-જનરેટેડ વિભાગ છે જેમાં તમારી બધી રિલીઝનો સમાવેશ થઈ જાય છે. આ વિભાગ તમારા દર્શકો માટે તમારું મ્યુઝિક વધુ ઝડપથી શોધવાનું વધુ સરળ બનાવે છે.

મ્યુઝિકના વીડિયો

મ્યુઝિકનાં વીડિયો વિભાગ એ ઑટો-જનરેટેડ વિભાગ છે જે તમારી સમગ્ર YouTube ચૅનલમાંથી તમારા આધિકારિક મ્યુઝિક વીડિયો કન્ટેન્ટને એકત્ર કરે છે. આ વીડિયોની ગોઠવણી આ મુજબ કરવામાં આવે છે:

  • અપલોડની તારીખ
  • લોકપ્રિયતા

વીડિયો

વીડિયો વિભાગ એ ઑટો-જનરેટેડ વિભાગ છે જેમાં તમારી આધિકારિક કલાકાર ચૅનલ પર વીડિયો ટૅબનાં તમારા સૌથી તાજેતરના વીડિયો કન્ટેન્ટનો સમાવેશ હોય છે.

કસ્ટમાઇઝ યોગ્ય વિભાગો

ઑટો-જનરેટેડ "મ્યુઝિકના વીડિયો", “રિલીઝ” અને "વીડિયો" વિભાગોની નીચે, તમે તમારી પસંદગીનાં પ્લેલિસ્ટ અને ચૅનલને વધારાની શેલ્ફ ઉમેરી શકો છો.

સામાન્ય પ્રશ્નો

હું મારી આધિકારિક કલાકાર ચૅનલ પર મારી Vevo ચૅનલ કેવી રીતે ઉમેરી શકું?

જો તમારી પાસે Vevo ચૅનલ હોય અને તમે તેને આધિકારિક કલાકાર ચૅનલ સાથે મર્જ કરવા માગતા હો, તો અમારો સંપર્ક કરવા માટે આ ફોર્મનો ઉપયોગ કરો.

શું મારી Vevo ચૅનલ પરનાં કન્ટેન્ટમાં આવતી સમસ્યાઓની જાણ કરી શકું?

જો તમને તમારી Vevo ચૅનલ પરનાં કન્ટેન્ટમાં સમસ્યાઓ જણાય, તો કૃપા કરીને Vevoનો સીધો content@vevo.com પર સંપર્ક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6400505837181824626
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false