મોબાઇલ ડિવાઇસ પર છૂપા મોડમાં રહીને YouTube બ્રાઉઝ કરવું

જ્યારે YouTube ઍપમાં લૉગ ઇન કરેલું હોય, ત્યારે તમે છૂપા મોડમાં રહેવાનું ચાલુ કરી શકો છો. છૂપા મોડમાં રહેવાથી તમે સત્રમાં એ બ્રાઉઝ કરી શકશો જે તમારા એકાઉન્ટના શોધ અને જોવાયાના ઇતિહાસથી પ્રભાવિત થશે નહીં કે તેમાં પ્રતિબિંબિત થશે નહીં.

Android પર છૂપા રહેવું! 😎| YouTube સહાયમાંથી પ્રો ટિપ

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

છૂપા મોડમાં બ્રાઉઝ કરવાની રીત

છૂપા મોડમાં બ્રાઉઝ કરવા માટે, તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો, ત્યાર બાદ છૂપો મોડ ચાલુ કરો પર ટૅપ કરો. જો તમે સાઇન ઇન કર્યું હોય તો જ તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. છૂપા મોડમાં તમે સાઇન થયેલા રહેશો, પરંતુ તમે સાઇન આઉટ કરેલું હોય તે રીતે તે વર્તશે.

જેમ તમે બ્રાઉઝ કરો તેમ, તમે છૂપા મોડમાં છો તે યાદ અપાવવા માટે સ્ક્રીનની નીચે એક સતત રિમાઇન્ડર કાળા બાર તરીકે દેખાશે.
શોધ ઇતિહાસ છૂપા મોડમાં સાચવવામાં આવશે નહીં.

છૂપા મોડમાં બ્રાઉઝ કરતી વખતે શું થાય છે

છૂપા મોડમાં હોવા પર, YouTube ઍપ એવી રીતે વર્તે છે કે લાગે કે તમે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું નથી. તમારા સબ્સ્ક્રિપ્શન અથવા જોવાયાનો ઇતિહાસ જેવી તમારી એકાઉન્ટ પ્રવૃત્તિ તમારા YouTube અનુભવને પ્રભાવિત કરશે નહીં.

જ્યારે તમે છૂપો મોડ બંધ કરો છો, ત્યારે તમારા છૂપા સત્રમાંથી તમારો શોધ અને જોવાયાનો ઇતિહાસ સાફ થઈ જાય છે. આનો અર્થ એ છે કે તમારી કોઈપણ છૂપા સત્રની પ્રવૃત્તિ તમારા એકાઉન્ટમાં પ્રતિબિંબિત થશે નહીં. તમે છૂપા સત્રને ચાલુ કરતા પહેલાં ઉપયોગમાં લીધેલા છેલ્લા એકાઉન્ટ પર પાછા આવશો. ઉપરાંત, જો તમે 90 મિનિટથી વધુ સમય માટે નિષ્ક્રિય રહેશો તો તમારું છૂપું સત્ર સમાપ્ત થઈ જશે. પછી તમને ઉપયોગમાં લીધેલા છેલ્લા એકાઉન્ટ પર પાછા મોકલવામાં આવશે. આગલી વખતે જ્યારે તમે YouTube ખોલશો, ત્યારે તમને એક મેસેજ મળશે જે તમને જણાવશે કે તમે હવે છૂપા મોડમાં નથી.

છૂપા મોડમાં તમે જે કરો છો તે બધું ખાનગી છે. જ્યારે તમે કૉમેન્ટ કરવા અથવા સબ્સ્ક્રાઇબ કરવા જેવું કંઈક સાર્વજનિક કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમને તે ક્રિયા પૂર્ણ કરવા માટે સાઇન ઇન કરવાનું કહેવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6672319446611838957
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false