મ્યુઝિક ચાર્ટ અને જાણકારી

YouTube ચાર્ટ વડે તમે વિશ્વભરના સૌથી વધુ લોકપ્રિય કલાકારો, ગીતો અને મ્યુઝિક વીડિયો જોઈ શકો છો. અમે અવારનવાર અમારા ચાર્ટના માપદંડને અપડેટ કરતા રહીએ છીએ — અપડેટ માટે અહીં પાછા ચેક કરો.

દૈનિક YouTube ચાર્ટ

નીચે આપેલા ચાર્ટને YouTube વ્યૂના આધારે દરરોજ અપડેટ કરવામાં આવે છે.

વલણમાં ચાર્ટ

વલણમાં ચાર્ટ મ્યુઝિકમાં નવું અને લોકપ્રિય શું છે તે તમને જણાવે છે. ગીતોને રિલીઝ દરમિયાનની લોકપ્રિયતાના આધારે રેંક આપવામાં આવે છે. વલણમાં ચાર્ટને દિવસમાં અમુક વખત અપડેટ કરવામાં આવે છે.

દૈનિક લોકપ્રિય મ્યુઝિક વીડિયો

દૈનિક લોકપ્રિય મ્યુઝિક વીડિયો ચાર્ટ દરરોજ રિફ્રેશ થાય છે અને YouTube પર સૌથી વધુ જોવાયેલા આધિકારિક મ્યુઝિક વીડિયો હાઇલાઇટ કરે છે.

Shorts પર દૈનિક લોકપ્રિય ગીતો

Shorts પર લોકપ્રિય ગીતો વડે સમગ્ર YouTube Shorts પરના ગીતના પર્ફોર્મન્સ વિશે માહિતી મેળવી શકાય છે. ગીત બતાવતા હોય તેવા Shorts બનાવવાની કુલ સંખ્યાના આધારે ગીતોને દરરોજ રેંક આપવામાં આવે છે.

સાપ્તાહિક YouTube ચાર્ટ

નીચે આપેલા ચાર્ટને સાપ્તાહિક YouTube વ્યૂના આધારે અપડેટ કરવામાં આવે છે.

સાપ્તાહિક લોકપ્રિય ગીતો

સાપ્તાહિક લોકપ્રિય ગીતોનું ચાર્ટ YouTube પર સૌથી વધુ ચલાવવામાં આવેલા ગીતોને હાઇલાઇટ કરે છે. આ ચાર્ટમાં ગીતના દરેક આધિકારિક વર્ઝનના કુલ વ્યૂ સંયોજિત થાય છે, જેમાં આ શામેલ છે:
  • આધિકારિક મ્યુઝિક વીડિયો
  • આધિકારિક ગીત સાથે વપરાશકર્તા દ્વારા બનાવાયેલા વીડિયો
  • લિરિક વીડિયો

સાપ્તાહિક લોકપ્રિય કલાકારો

સાપ્તાહિક લોકપ્રિય કલાકારોનું ચાર્ટ YouTube પર સૌથી વધુ લોકપ્રિય હોય એવા કલાકારોની માહિતી આપે છે. આ ચાર્ટમાં કલાકારોને રેંક આપવા માટે, સમગ્ર ડિસ્કોગ્રાફી પરના કુલ વ્યૂની સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આ શામેલ છે:
  • આધિકારિક મ્યુઝિક વીડિયો
  • આધિકારિક ગીત સાથે વપરાશકર્તા દ્વારા બનાવાયેલા વીડિયો
  • આધિકારિક લાઇવ પર્ફોર્મન્સ
  • રિમિક્સ
  • લિરિક વીડિયો
  • આલ્બમ ગીત
  • સહયોગ

સાપ્તાહિક લોકપ્રિય મ્યુઝિક વીડિયો

સાપ્તાહિક લોકપ્રિય મ્યુઝિક વીડિયોનું ચાર્ટ સૌથી વધુ લોકપ્રિય આધિકારિક વીડિયો હાઇલાઇટ કરે છે, આ વ્યૂની સંખ્યા પર આધારિત હોય છે.

Shorts પર સાપ્તાહિક લોકપ્રિય ગીતો

Shorts પર લોકપ્રિય ગીતો વડે YouTube Shorts હેઠળના ગીતના પર્ફોર્મન્સ વિશે માહિતી મેળવી શકાય છે. ગીત બતાવતા હોય તેવા Shorts બનાવવાની કુલ સંખ્યાના આધારે ગીતોને દર અઠવાડિયે રેંક આપવામાં આવે છે.

YouTube ચાર્ટ વિશે વધુ જાણો

ઉપલબ્ધ લોકેશન

YouTube ચાર્ટ વિશ્વભરના 61 દેશ અથવા પ્રદેશ માટે ઉપલબ્ધ છે:

  • આર્જેન્ટીના
  • ઑસ્ટ્રેલિયા
  • ઑસ્ટ્રિયા
  • બેલ્જિયમ
  • બોલિવિયા
  • બ્રાઝિલ
  • કેનેડા
  • ચિલી
  • કોલંબિયા
  • કોસ્ટા રિકા
  • ચેક રિપબ્લિક
  • ડેનમાર્ક
  • ડોમિનિકન રિપબ્લિક
  • એક્વાડોર
  • ઇજિપ્ત
  • ઍલ સાલ્વાડોર
  • એસ્ટોનિયા
  • ફિનલૅન્ડ
  • ફ્રાંસ
  • ગ્વાટેમાલા
  • જર્મની
  • હોન્ડુરસ
  • હંગેરી
  • આઇસલૅન્ડ
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • આયર્લૅન્ડ
  • ઇઝરાઇલ
  • ઇટાલી
  • જાપાન
  • કેન્યા
  • લક્ઝમબર્ગ
  • મેક્સિકો
  • નેધરલૅન્ડ
  • ન્યૂઝીલૅન્ડ
  • નિકારાગુઆ
  • નાઇજીરિયા
  • નૉર્વે
  • પનામા
  • પેરાગ્વે
  • પેરુ
  • પોલેન્ડ
  • પોર્ટુગલ
  • રોમાનિયા
  • રશિયા
  • સાઉદી અરેબિયા
  • સર્બિયા
  • દક્ષિણ કોરિયા
  • દક્ષિણ આફ્રિકા
  • સ્પેન
  • સ્વીડન
  • સ્વિટ્ઝર્લૅન્ડ
  • તાન્ઝાનિયા
  • તુર્કી
  • યુગાંડા
  • યુકે
  • યુક્રેન
  • સંયુક્ત અરબ અમીરાત
  • ઉરુગ્વે
  • યુએસ
  • ઝિમ્બાબ્વે

તમારા મનપસંદ ગીતો અને કલાકારો વિશેના વધુ ચાર્ટની અપેક્ષા રાખો, જેની ટૂંક સમયમાં સાર્વજનિક રિલીઝ થશે.

તમારા YouTube ચાર્ટની ગણતરી કેવી રીતે થાય છે?

YouTube ચાર્ટ YouTube પર સૌથી વધુ જોવાયેલા મ્યુઝિકને ગીત, વીડિયો, કલાકાર અને Shorts મુજબ વિભાજિત કરે છે.

  • લોકપ્રિય ગીતોના ચાર્ટમાં YouTube પર ગીતના આધારે રેંક આપવામાં આવે છે, જે વ્યૂની કુલ સંખ્યા પર આધારિત હોય છે. YouTube દ્વારા લોકપ્રિય ગીતો માટે દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ જનરેટ કરવામાં આવે છે, આના માટે નીચે આપેલા વીડિયોના પ્રકારો પરના આધિકારિક ગીત વ્યૂને સંયોજિત કરવામાં આવે છે:
    • આધિકારિક મ્યુઝિક વીડિયો
    • વપરાશકર્તા દ્વારા જનરેટ કરવામાં આવેલું કન્ટેન્ટ જેમાં આધિકારિક ગીતનો ઉપયોગ કરવામાં આવે છે
    • લિરિક વીડિયો
  • લોકપ્રિય મ્યુઝિક વીડિયોના ચાર્ટમાં વીડિયો વ્યૂની સંખ્યા મુજબ આધિકારિક મ્યુઝિક પર્ફોર્મન્સને રેંક આપવામાં આવે છે. YouTube દ્વારા લોકપ્રિય મ્યુઝિક વીડિયો માટે દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ જનરેટ કરવામાં આવે છે.
  • Shorts પર લોકપ્રિય ગીતોમાં Shortsમાં બતાવેલા લોકપ્રિય 50 ગીતને રેંક આપવામાં આવે છે. ગીત બતાવતા હોય તેવા Shorts બનાવવાની કુલ સંખ્યાના આધારે ગીતોને રેંક આપવામાં આવે છે. YouTube દ્વારા Shorts પર લોકપ્રિય ગીતો માટે દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ જનરેટ કરવામાં આવે છે.
  • સાપ્તાહિક લોકપ્રિય કલાકારોને કુલ વ્યૂ મુજબ લોકપ્રિય 100 કલાકારને રેંક આપે છે. કલાકારના કુલ વ્યૂ YouTube પર કલાકારને ગીતમાં બતાવવા પર મળેલા વ્યૂની સંયોજિત સંખ્યા પર આધારિત હોય છે.

YouTube ચાર્ટ મ્યુઝિક સંબંધિત સૌથી વધુ સુસંગત હિલચાલને પ્રતિબિંબિત કરે છે તેની ખાતરી કરવા માટે, જે કેટલાક મહિનાથી ચાર્ટમાં બતાવવામાં આવી રહ્યાં હોય અને દર્શકોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ બતાવતા ન હોય, તેને અમારી પૉલિસીઓ મુજબ YouTube ચાર્ટમાંથી કાઢી નાખવામાં આવી શકે છે.

નોંધ: YouTube પરના સશુલ્ક જાહેરાત વ્યૂને YouTube ચાર્ટમાં ગણવામાં આવતા નથી.

YouTube Music Insights

અમે YouTube Music Insights ટૂલને અપડેટ કરી રહ્યાં છીએ, જે 2024માં YouTube Charts હેઠળ ઉપલબ્ધ રહેશે. થોડા સમય માટે થયેલી આ અસુવિધા બદલ અમને ખેદ છે, પણ અપડેટ માટે જોડાયેલા રહો. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12708575601811118425
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false