ભાષા અથવા લોકેશન સેટિંગ બદલો

 

તમે તમારા કમ્પ્યૂટર, YouTube ઍપ કે તમારા મોબાઇલ બ્રાઉઝર વડે YouTube પરથી તમારી પસંદગીની ભાષા અને લોકેશન પસંદ કરી શકો છો. 

જ્યારે ઉપલબ્ધ હોય, ત્યારે ભાષાના સેટિંગ ચૅનલનું નામ અને વીડિયોના શીર્ષક જેવા વીડિયોના મેટાડેટામાં અને વૉઇસ શોધની ભાષામાં ફેરફાર કરે છે. તમે પસંદ કરશો તે લોકેશનની અસર અહીંના વીડિયો પર થાય છે: 

  • સુઝાવો
  • વલણમાં
  • ન્યૂઝ

જ્યાં પણ YouTube ઉપલબ્ધ હોય, તે બધા દેશો, પ્રદેશો અને ભાષાઓ માટે, YouTube ભાષા અને કન્ટેન્ટની પસંદગીઓ પ્રદાન કરે છે. અમે વધુને વધુ વપરાશકર્તાઓને અમારી પ્રોડક્ટ પહોંચી શકે, તે માટે અમારી ક્ષમતાને સતત વધારી રહ્યાં છીએ. જો તમે તમારી ભાષા, દેશ કે પ્રદેશ શોધી ન શકો, તો તમારી જરૂરિયાતો અને રુચિઓથી મેળ થતા શ્રેષ્ઠ વિકલ્પને પસંદ કરો.

જો YouTube તમારો દેશ કે પ્રદેશ શોધી શકતું ન હોય, તો ડિફૉલ્ટ લોકેશન યુનાઇટેડ સ્ટેટ્સ હોવું જોઈએ.

વેબ પર કે YouTube ઍપમાં તમારી ભાષા બદલવા

YouTube ઍપ અથવા મોબાઇલ સાઇટ માટે નીચેની સૂચનાઓ ફૉલો કરો.

YouTube ઍપ

  1. તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો .
  2. સેટિંગ  પર ટૅપ કરો.
  3. સામાન્ય પર ટૅપ કરો.
  4. લોકેશન અથવા ઍપની ભાષા પર ટૅપ કરો.
  5. તમે જે લોકેશન અથવા ભાષાનો ઉપયોગ કરવા માગતા હો, તેના પર ટૅપ કરો.

મોબાઇલ વેબ

ડિફૉલ્ટ તરીકે, YouTube મોબાઇલની આ સાઇટ તમારા ડિવાઇસની ભાષાના સેટિંગને અનુસરે છે. તમે મોબાઇલ સાઇટ પર ભાષા અને લોકેશન સેટિંગ બદલી શકો છો.

  1. તમારા એકાઉન્ટ પર જાઓ 
  2. સેટિંગ  પર ટૅપ કરો.
  3. એકાઉન્ટ  ટૅપ કરો
  4. અલગ ભાષા પસંદ કરવા માટે ભાષા પર ટૅપ કરો.
  5. અલગ લોકેશન પસંદ કરવા માટે લોકેશન પર ટૅપ કરો.

ટીવી પર YouTube

  1. ટીવી પર YouTube ઍપ પર સેટિંગ  પર ક્લિક કરો.
  2. “ભાષા અને લોકેશન” વિભાગ પર સ્ક્રોલ કરો.
  3. ભાષા પસંદ કરો.
  4. ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. તમારી પસંદ કરેલી ભાષા પર સ્ક્રોલ કરો.
  6. ફેરફાર કન્ફર્મ કરો પર ક્લિક કરો.

How to change the language and country settings on YouTube from your mobile device

ઇમેઇલ નોટિફિકેશનની ભાષામાં ફેરફાર કરવા

તમારા દેશ માટે YouTubeના તમારા ઇમેઇલ, ડિફૉલ્ટ ભાષામાં ડિલિવર કરવામાં આવે છે. જો તમે તમારા YouTubeના ભાષા સેટિંગમાં કોઈ ફેરફાર કર્યો હોય, તો તમે તેનો મેળ કરવા માટે તમારા ઇમેઇલ સંબંધિત સેટિંગમાં પણ ફેરફાર કરી શકો છો:

  1. તમારા ઇમેઇલ સેટિંગ પર જાઓ.
  2. તમારા ઇમેઇલ નોટિફિકેશનની ભાષા અપડેટ કરવા માટે, "ભાષા" પર સ્ક્રોલ કરો.

સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ અને ગેમ કન્સોલ પર તમારી ભાષા કે લોકેશનમાં ફેરફાર કરવા


ડિફૉલ્ટ તરીકે, સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ અને ગેમ કન્સોલ પર YouTube ઍપ તમારા ડિવાઇસમાંની ભાષા અને લોકેશન સેટિંગને અનુસરે છે. તમે કોઈપણ સમયે YouTube માટે આ સેટિંગમાં ફેરફાર કરી શકો છો. આ સેટિંગ બદલવા માટે:

  1. તમારા ઉપકરણ પર YouTube એપ્લિકેશન ખોલો.
  2. સેટિંગ પસંદ કરો.
  3. અલગ ભાષા પસંદ કરવા માટે ભાષા પસંદ કરો.
  4. અલગ સ્થાન પસંદ કરવા માટે સ્થાન પસંદ કરો.

તમારા કીબોર્ડ માટે શોધ ભાષા બદલો

તમે શોધ કીબોર્ડ માટે શોધ ભાષા સેટિંગ પણ બદલી શકો છો:

  1. તમારા સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ ડિવાઇસ અથવા ગેમ કન્સોલ પર YouTube એપ ખોલો.
  2. Search પસંદ કરો, પછી કોઈ ભાષા પસંદ કરો.

શોધ કીબોર્ડ નીચે જણાવેલી ભાષાઓને સપોર્ટ આપે છે:
 

  • અરબી
  • કોરિયન
  • ચાઇનીઝ સરળ બનાવેલી 
  • નૉર્વેજિયન
  • ચાઇનીઝ પરંપરાગત (હોંગકોંગ)
  • પોલિશ
  • ચાઇનીઝ પરંપરાગત (તાઇવાન)
  • પોર્ટુગીઝ
  • ડેનિશ
  • પોર્ટુગીઝ (બ્રાઝિલ)
  • ડચ
  • રશિયન
  • અંગ્રેજી
  • સ્પેનિશ
  • ફ્રેન્ચ
  • સ્પેનિશ (મેક્સિકો)
  • ફ્રેન્ચ (કેનેડા)
  • સ્પેનિશ (યુએસ)
  • જર્મન
  • સ્વીડિશ
  • ગ્રીક
  • થાઇ
  • હીબ્રુ
  • ટર્કિશ
  • હંગેરિયન
  • યુક્રેનિયન
  • ઇટાલિયન
  • વિયેતનામીસ
  • જાપાનીઝ

 

નોંધ: જો તમારી ઍપની ભાષા સપોર્ટેડ ન હોય, તો શોધ કીબોર્ડ ડિફૉલ્ટ તરીકે અંગ્રેજીમાં જ રહેશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14960534374616656949
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false