ખાનગી વીડિયો જોઈ શકતા નથી

ખાનગી વીડિયો માત્ર એવા જ લોકો જોઈ શકે છે જેમને વીડિયો જોવાનું આમંત્રણ મળ્યું હોય.

અહીં એવા કેટલાંક સંભવિત કારણો આપેલાં છે જેના લીધે તમે અથવા તમે જેની સાથે એ વીડિયો શેર કર્યો છે તેવી કોઈ વ્યક્તિ એક ખાનગી વીડિયોને જોઈ શકતાં નથી:

  • દર્શકો જ્યારે એ વીડિયો જોવાનો પ્રયત્ન કરી રહ્યાં હોય ત્યારે તેઓ YouTube પર સાઇન ઇન થયેલાં હોવા જોઈએ.
  • એ દર્શક એ જ એકાઉન્ટ પર સાઇન ઇન થયેલાં હોવા જોઈએ જેના પર એ વીડિયોને શેર કરવામાં આવેલો (એક દર્શક પાસે એક કરતાં વધુ એકાઉન્ટ હોઈ શકે છે).
  • ચૅનલનું હોમપેજ ખાનગી વીડિયો નહીં દેખાડતું હોવાથી, એ વ્યક્તિએ ખાનગી વીડિયો માટેની ચોક્કસ લિંકનો ઉપયોગ કરવો પડશે. તમે તેઓને એક વખત આમંત્રણ આપી દીધાં પછી YouTube તેમને એ લિંક સાથેનો એક ઇમેઇલ મોકલશે, પરંતુ તમે તમારી જાતે પણ તેને મોકલી શકો છો.

નોંધ: ખાનગી YouTube વીડિયોને Google Workspace for Education ની Classroom જેવી સેવાઓ પર ચલાવી શકાતાં નથી. Google Workspace for Education ની સેવાઓ પર ખાનગી વીડિયોને ચલાવી શકાય તેવા બનાવવા માટે, એ વીડિયોના માલિક તેના પ્રાઇવસી સેટિંગ બદલીને ફક્ત લિંક સાથે દેખાવવું પર સેટ કરી શકે છે, જેનાથી એ વીડિયો ઍક્સેસિબલ બનશે, પરંતુ તેની શોધ કરી શકાશે નહીં. વિગતો મેળવવા માટે, વીડિયોના પ્રાઇવસી સેટિંગ બદલો પર જાઓ.

જો કોઈ વીડિયોને Google Workspace for Education ની સેવાઓ પર ચલાવી શકાતો નથી અને એ વપરાશકર્તા પાસે youtube.com ઉપલબ્ધ છે, તો એ દર્શકને તેઓ જ્યારે વીડિયો ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે YouTube ની એક લિંક આપી શકાય છે.

સંબંધિત મુદ્દા

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6875076679452094450
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false