પબ્લિશરનો દૃષ્ટિકોણ સમજાવતી માહિતી પૅનલ

જો કોઈ ચૅનલ એવા ન્યૂઝ પબ્લિશરની માલિકીની હોય કે જેને સરકાર દ્વારા અથવા સાર્વજનિક રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે, તો તે ચૅનલ પરના વીડિયોના જોવાના પેજ પર પબ્લિશરનો દૃષ્ટિકોણ સમજાવતી માહિતી પૅનલ બતાવી શકાય છે.
 
પબ્લિશરનો દૃષ્ટિકોણ સમજાવતી માહિતી પૅનલ પબ્લિશરને કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે તે સમજાવે છે અને પબ્લિશરના વિકિપીડિયા પેજની લિંક પ્રદાન કરે છે. તમે માહિતી માટેના આઇકનની બાજુમાં વીડિયોની નીચે સીધા જ પબ્લિશરનો દૃષ્ટિકોણ સમજાવતી માહિતી પૅનલ જોશો .
 
પબ્લિશરનો દૃષ્ટિકોણ સમજાવતી માહિતી પૅનલનો હેતુ તમે YouTube પર જુઓ છો તે ન્યૂઝ કન્ટેન્ટના સ્ત્રોતોને વધુ સારી રીતે સમજવામાં તમારી સહાય કરવા માટે વધારાની માહિતી પ્રદાન કરવાનો છે. પબ્લિશરનો દૃષ્ટિકોણ સમજાવતી માહિતી પૅનલનો સમાવેશ વિકિપીડિયા અને અન્ય સ્વતંત્ર ત્રીજા પક્ષના સ્રોતો દ્વારા પૂરી પાડવામાં આવેલી ન્યૂઝ પબ્લિશર વિશેની માહિતી પર આધારિત છે. આ YouTube દ્વારા વીડિયોના પબ્લિશર અથવા એડિટોરિયલ દિશાનિર્દેશ પર અથવા સરકારના એડિટોરિયલ પ્રભાવ પરની કૉમેન્ટ નથી.
 
પબ્લિશરનો દૃષ્ટિકોણ સમજાવતી માહિતી પૅનલને YouTube શોધ પરિણામોમાં બતાવવામાં આવતા નથી.
 
માહિતી પૅનલ કદાચ બધા દેશો/પ્રદેશો અને ભાષાઓમાં ઉપલબ્ધ ન હોય. અમે વધુ દેશો/પ્રદેશોમાં માહિતી પૅનલ ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહ્યાં છીએ.
 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17970215162428110464
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false