ઇમ્પ્રેશન અને ક્લિક-થ્રૂ રેટ વિશે સામાન્ય પ્રશ્નો

નીચે આપેલાં સામાન્ય પ્રશ્નો સાથે ઇમ્પ્રેશન અને ક્લિક-થ્રૂ રેટ ડેટા સંબંધિત ટોચના પ્રશ્નોના જવાબ મેળવો.

શા માટે મારા વીડિયોનો એક ઉચ્ચ ક્લિક-થ્રૂ રેટ અને જોવાનો સરેરાશ સમયગાળો ઉચ્ચ હોવા છતાં તે ઓછી ઇમ્પ્રેશન ધરાવે છે?

નિર્માતાઓ તેમની પોતાની ચૅનલની અંદરના અન્ય વીડિયો સાથે સરખામણી કરતાં હોય છે, જ્યારે YouTube ની સિસ્ટમ દરેક વીડિયોની એક દર્શક જોઈ શકે તેવા બધાં જ અન્ય વીડિયો સાથે સરખામણી કરીને રેંક આપે છે. તમારી ચૅનલ પર રહેલાં અન્ય વીડિયો કરતાં એક વીડિયો સારી રીતે પર્ફૉર્મ કરતો હોવા છતાં, કદાચ એવું બની શકે છે કે અન્ય ચૅનલના વીડિયો તેનાથી પણ વધુ સારી રીતે પર્ફૉર્મ કરતા હોય. એ પણ સામાન્ય છે કે ઓછી ઇમ્પ્રેશન અને ઓછા વ્યૂ ધરાવતા વીડિયો પણ ઉચ્ચતર ક્લિક-થ્રૂ રેટ અને ઉચ્ચતર જોવાનો સરેરાશ સમયગાળો ધરાવતા હોય. એક મર્યાદિત, વધુ વફાદાર ઑડિયન્સ દ્વારા તેમને જોવામાં આવેલા હોવાથી આ સંખ્યાઓ ઉચ્ચતર હોય છે. વીડિયોનું પર્ફોર્મન્સ સરખાવતી વખતે એ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કે એ ડેટા કદાચ ઑડિયન્સમાં રહેલા તફાવતોને વધારે પ્રતિબિંબિત કરતો હોઈ શકે છે.

મારે મારા ક્લિક-થ્રૂ રેટ ડેટાની સાથે શું કરવાનું ટાળવું જોઈએ?

  • પૂરતાં ડેટા વિના નિર્ણય કરવાનું. એ મહત્વનું છે કે એક નોંધપાત્ર સંખ્યાની ઇમ્પ્રેશન મળી ગયા બાદ તમારા ક્લિક-થ્રૂ રેટ પર નજર ફેરવો. તમારા ક્લિક-થ્રૂ રેટને અપલોડ કરી લીધા બાદ તરત જ તપાસવાનું ટાળો.
  • ક્લિક-થ્રૂ રેટમાં થયેલા નાના ફેરફારો માટે સુધારા કરવાનું. ક્લિક-થ્રૂ રેટમાં નાના ફેરફારો થવા એ સામાન્ય છે, અને તે તરત જ પગલાં લેવા માટેનું કારણ નથી. જો ક્લિક-થ્રૂ રેટમાં આંકડાકીય રીતે નોંધપાત્ર ફેરફાર થયો હોય તો કદાચ સુધારા કરવાથી સહાય મળી શકે છે.
  • એ જ સમાન વીડિયો પર વિવિધ થંબનેલનું પરીક્ષણ કરવાનું. એ જ સમાન ઑડિયન્સ દ્વારા દરેક વીડિયો જોવામાં આવે છે તેવું સુનિશ્ચિત કરવું મુશ્કેલ છે. ક્લિક-થ્રૂ રેટમાં રહેલો તફાવત કદાચ શિર્ષક અથવા થંબનેલને બદલે ટ્રાફિક સૉર્સને લીધે હોઈ શકે છે.

હું મારો ઇમ્પ્રેશન ક્લિક-થ્રૂ રેટ ઉચ્ચ છે કે ઓછો છે એ કઈ રીતે જાણી શકું?

દર્શકોએ YouTube પર એક વીડિયોની નોંધણી થયેલી ઇમ્પ્રેશન જોઈને તેને કેટલી વાર જોયેલો તેનું માપ ઇમ્પ્રેશન ક્લિક-થ્રૂ રેટ લે છે. તે તમારી ચૅનલના કુલ વ્યૂના એક સબસેટનું પ્રતિનિધિત્વ કરતું હોય તેવી શક્યતા છે, કારણ કે આ મેટ્રિકમાં બહારની વેબસાઇટ અથવા સમાપ્તિ સ્ક્રીનની જેમ, બધી જ ઇમ્પ્રેશનની ગણતરી કરવામાં આવતી નથી.

એ ઇમ્પ્રેશનને YouTube પર કઈ જગ્યાએ દેખાડવામાં આવેલ, તેમાં રહેલી કન્ટેન્ટના પ્રકાર, અને ઑડિયન્સના આધારે ઇમ્પ્રેશન ક્લિક-થ્રૂ રેટ બદલાશે. ધ્યાનમાં રાખો કે તમારા વીડિયો થંબનેલ હોમપેજ પર હોય, જોવાના પેજ પર "અપ-નેક્સ્ટ" પર હોય, શોધ પરિણામ પર હોય કે પછી સબ્સ્ક્રિપ્શન ફીડમાં હોય, તે હંમેશા અન્ય વીડિયો સાથે સ્પર્ધામાં હોય છે.

YouTube પરના વીડિયો અને બધી ચૅનલમાંથી અડધાનો ઇમ્પ્રેશન CTR 2% અને 10% ની વચ્ચે હોય છે.

નવા વીડિયો અથવા ચૅનલ (જેમ કે એવી ચૅનલ કે વીડિયો જે એક અઠવાડિયાથી પણ ઓછા સમય પહેલાં બનાવેલ હોય) અથવા એવા વીડિયો કે જેને 100 થી ઓછાં વ્યૂ મળ્યાં હોય, તેમને વધુ બહોળી શ્રેણી જોવા મળે છે. જો કોઈ એક વીડિયો ખૂબ જ મોટા પ્રમાણમાં ઇમ્પ્રેશન મેળવે છે (જેમ કે તે હોમ પેજ પર જોવા મળે છે), તો સ્વાભાવિક છે કે તેનો CTR પ્રમાણમાં ઓછો હશે. એવા વીડિયો કે જેને તમારી ચૅનલના પેજ જેવા સ્ત્રોતમાંથી મોટાભાગની ઇમ્પ્રેશન મળતી હોય તેનો રેટ કદાચ ઉચ્ચતર હોઈ શકે છે.

આખરે, લાંબા સમય-ગાળા પર વીડિયો વચ્ચેના CTR ની સરખામણી કરવી શ્રેષ્ઠ રહેશે અને તેમનો ટ્રાફિક સૉર્સ તેમના CTR ને કઈ રીતે અસર કરશે તે બાબતને ધ્યાનમાં રાખો.

ક્લિક કરવા આકર્ષિત કરતું કન્ટેન્ટ હોય તેવા થંબનેલ અથવા શિર્ષકોનો ઉપયોગ કરીને તમારો CTR | ક્લિકનો દર (CTR) વધારવાનું ટાળો. જો વીડિયો દર્શક માટે સુસંગત હોય અને જો વીડિયો જોવાની સરેરાશ અવધિ સૂચવે છે કે દર્શકને તે રસપ્રદ લાગે તેમ છે તો YouTube દર્શકોને વીડિયોની ભલામણ કરશે. ક્લિક કરવા આકર્ષિત કરતું કન્ટેન્ટ ધરાવતા વીડિયોમાં જોવાનો સરેરાશ સમયગાળો ઓછો હોય છે અને તેથી તેની YouTube દ્વારા ભલામણ કરવામાં આવે તેવી શક્યતા ઓછી હોય છે. જો તમારી થંબનેલ ઊંચી CTR મેળવી રહી છે પરંતુ જોવાનો સરેરાશ સમયગાળો ઓછો છે અને ઇમ્પ્રેશન અપેક્ષા કરતાં ઓછી છે તો તમે કહી શકો છો કે તમારી થંબનેલ ક્લિકબેટ છે. 

મારી પાસે શા માટે ઇમ્પ્રેશન કરતાં વધારે વ્યૂ છે?

જો તમારા વીડિયોને મોટા પ્રમાણમાં YouTube ની બહારથી ટ્રાફિક મળે, તો કદાચ તમારી પાસે ઇમ્પ્રેશન કરતાં વધારે વ્યૂ હોઈ શકે છે. એક દર્શક જ્યારે પણ એક વીડિયો થંબનેલને જોશે ત્યારે તેની ગણતરી કરવામાં આવે તેવું નથી અને બધાં જ વ્યૂ થંબનેલ ઇમ્પ્રેશનમાંથી મળતાં નથી. શીખો નોંધણી પામેલ ઇમ્પ્રેશન તરીકે શેની ગણતરી થાય છે.

શા માટે ક્લિક-થ્રૂ રેટ મેટ્રિકનો મારી ગણતરીઓ સાથે મેળ થતો નથી?

ક્લિક-થ્રૂ રેટ એવા વ્યૂના આધારે બનાવવામાં આવે છે જે ગણવામાં આવેલ ઇમ્પ્રેશનમાંથી મળ્યાં હોય. જો તમે તમારા વીડિયોને મળેલા કુલ વ્યૂની સંખ્યાને ઇમ્પ્રેશનની સંખ્યા વડે ભાગશો તો કદાચ તમને એ જ સમાન ક્લિક-થ્રૂ રેટ નહીં મળે. કેટલાક વ્યૂ થંબનેલ ઇમ્પ્રેશનમાંથી ઉદભવતા નથી.

કમાણી કરવાની પ્રક્રિયા સાથે ઇમ્પ્રેશન કઈ રીતે સંબંધ ધરાવે છે?

જો કોઈ એક વીડિયો અમારા સમુદાયના દિશાનિર્દેશો પ્રમાણે બહોળા ઑડિયન્સ માટે સાનુકુળ ન હોય તો તે વીડિયોને મળતી ઇમ્પ્રેશનની સંખ્યા મર્યાદિત કરી શકે છે. આ મર્યાદા બહુ થોડા વ્યૂ અને ઓછી આવક તરફ પણ દોરી જઈ શકે છે. એ ઉપરાંત, જો કોઈ એક વીડિયો જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા પ્રમાણે મોટાભાગના જાહેરાતકર્તા માટે સાનુકુળ ન હોય તો એ વીડિયોને કદાચ મર્યાદિત જાહેરાત મળશે અથવા કોઈપણ જાહેરાત ન મળે તેવું બની શકે છે.

નોંધ: એ ધ્યાનમાં રાખો કે આ બધાં સૂચનો સંપૂર્ણ YouTube પર સફળતાના એગ્રીગેટ રેટને આધારે આપવામાં આવે છે. તેઓ તમારા ચોક્કસ કેસ માટે કોઈપણ સચોટ પરિણામની ગૅરંટી આપતાં નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4957636565718994505
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false