શા માટે મારા વીડિયોનો એક ઉચ્ચ ક્લિક-થ્રૂ રેટ અને જોવાનો સરેરાશ સમયગાળો ઉચ્ચ હોવા છતાં તે ઓછી ઇમ્પ્રેશન ધરાવે છે?
મારે મારા ક્લિક-થ્રૂ રેટ ડેટાની સાથે શું કરવાનું ટાળવું જોઈએ?
- પૂરતાં ડેટા વિના નિર્ણય કરવાનું. એ મહત્વનું છે કે એક નોંધપાત્ર સંખ્યાની ઇમ્પ્રેશન મળી ગયા બાદ તમારા ક્લિક-થ્રૂ રેટ પર નજર ફેરવો. તમારા ક્લિક-થ્રૂ રેટને અપલોડ કરી લીધા બાદ તરત જ તપાસવાનું ટાળો.
- ક્લિક-થ્રૂ રેટમાં થયેલા નાના ફેરફારો માટે સુધારા કરવાનું. ક્લિક-થ્રૂ રેટમાં નાના ફેરફારો થવા એ સામાન્ય છે, અને તે તરત જ પગલાં લેવા માટેનું કારણ નથી. જો ક્લિક-થ્રૂ રેટમાં આંકડાકીય રીતે નોંધપાત્ર ફેરફાર થયો હોય તો કદાચ સુધારા કરવાથી સહાય મળી શકે છે.
- એ જ સમાન વીડિયો પર વિવિધ થંબનેલનું પરીક્ષણ કરવાનું. એ જ સમાન ઑડિયન્સ દ્વારા દરેક વીડિયો જોવામાં આવે છે તેવું સુનિશ્ચિત કરવું મુશ્કેલ છે. ક્લિક-થ્રૂ રેટમાં રહેલો તફાવત કદાચ શિર્ષક અથવા થંબનેલને બદલે ટ્રાફિક સૉર્સને લીધે હોઈ શકે છે.
હું મારો ઇમ્પ્રેશન ક્લિક-થ્રૂ રેટ ઉચ્ચ છે કે ઓછો છે એ કઈ રીતે જાણી શકું?
દર્શકોએ YouTube પર એક વીડિયોની નોંધણી થયેલી ઇમ્પ્રેશન જોઈને તેને કેટલી વાર જોયેલો તેનું માપ ઇમ્પ્રેશન ક્લિક-થ્રૂ રેટ લે છે. તે તમારી ચૅનલના કુલ વ્યૂના એક સબસેટનું પ્રતિનિધિત્વ કરતું હોય તેવી શક્યતા છે, કારણ કે આ મેટ્રિકમાં બહારની વેબસાઇટ અથવા સમાપ્તિ સ્ક્રીનની જેમ, બધી જ ઇમ્પ્રેશનની ગણતરી કરવામાં આવતી નથી.
એ ઇમ્પ્રેશનને YouTube પર કઈ જગ્યાએ દેખાડવામાં આવેલ, તેમાં રહેલી કન્ટેન્ટના પ્રકાર, અને ઑડિયન્સના આધારે ઇમ્પ્રેશન ક્લિક-થ્રૂ રેટ બદલાશે. ધ્યાનમાં રાખો કે તમારા વીડિયો થંબનેલ હોમપેજ પર હોય, જોવાના પેજ પર "અપ-નેક્સ્ટ" પર હોય, શોધ પરિણામ પર હોય કે પછી સબ્સ્ક્રિપ્શન ફીડમાં હોય, તે હંમેશા અન્ય વીડિયો સાથે સ્પર્ધામાં હોય છે.
YouTube પરના વીડિયો અને બધી ચૅનલમાંથી અડધાનો ઇમ્પ્રેશન CTR 2% અને 10% ની વચ્ચે હોય છે.
નવા વીડિયો અથવા ચૅનલ (જેમ કે એવી ચૅનલ કે વીડિયો જે એક અઠવાડિયાથી પણ ઓછા સમય પહેલાં બનાવેલ હોય) અથવા એવા વીડિયો કે જેને 100 થી ઓછાં વ્યૂ મળ્યાં હોય, તેમને વધુ બહોળી શ્રેણી જોવા મળે છે. જો કોઈ એક વીડિયો ખૂબ જ મોટા પ્રમાણમાં ઇમ્પ્રેશન મેળવે છે (જેમ કે તે હોમ પેજ પર જોવા મળે છે), તો સ્વાભાવિક છે કે તેનો CTR પ્રમાણમાં ઓછો હશે. એવા વીડિયો કે જેને તમારી ચૅનલના પેજ જેવા સ્ત્રોતમાંથી મોટાભાગની ઇમ્પ્રેશન મળતી હોય તેનો રેટ કદાચ ઉચ્ચતર હોઈ શકે છે.
આખરે, લાંબા સમય-ગાળા પર વીડિયો વચ્ચેના CTR ની સરખામણી કરવી શ્રેષ્ઠ રહેશે અને તેમનો ટ્રાફિક સૉર્સ તેમના CTR ને કઈ રીતે અસર કરશે તે બાબતને ધ્યાનમાં રાખો.
મારી પાસે શા માટે ઇમ્પ્રેશન કરતાં વધારે વ્યૂ છે?
શા માટે ક્લિક-થ્રૂ રેટ મેટ્રિકનો મારી ગણતરીઓ સાથે મેળ થતો નથી?
કમાણી કરવાની પ્રક્રિયા સાથે ઇમ્પ્રેશન કઈ રીતે સંબંધ ધરાવે છે?
નોંધ: એ ધ્યાનમાં રાખો કે આ બધાં સૂચનો સંપૂર્ણ YouTube પર સફળતાના એગ્રીગેટ રેટને આધારે આપવામાં આવે છે. તેઓ તમારા ચોક્કસ કેસ માટે કોઈપણ સચોટ પરિણામની ગૅરંટી આપતાં નથી.