કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીમાં સંપર્ક માહિતી

જ્યારે તમે અમારા વેબફોર્મ દ્વારા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો છો ત્યારે ચોક્કસ વ્યક્તિગત માહિતી જરૂરી છે.

તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે

  • જો કોઈ વીડિયોને કૉપિરાઇટના ઉલ્લંઘન માટે કાઢી નાખવામાં આવે, તો YouTube પર વીડિયોની જગ્યાએ કૉપિરાઇટના માલિકનું નામ દેખાશે.
  • કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી પૂર્ણ કરવા માટે તમારું પૂરું કાનૂની નામ આવશ્યક છે. તેને કદાચ કૉપિરાઇટના ઉલ્લંઘન માટે કાઢી નાખવામાં આવેલા વીડિયોના અપલોડકર્તા સાથે શેર કરવામાં આવી શકે છે.
  • કૉપિરાઇટના ઉલ્લંઘન માટે કાઢી નાખવામાં આવેલા વીડિયોના અપલોડકર્તા સાથે તમારી કાઢી નાખવાની વિનંતીમાંથી તમારું પ્રાથમિક ઇમેઇલ ઍડ્રેસ શેર કરવામાં આવી શકે છે. અપલોડકર્તા તેમની સંબંધિત કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ કરવા માટે તમારો સંપર્ક કરી શકે છે.
  • જ્યાં સુધી મુકદ્દમાના કોઈ ભાગ તરીકે વિનંતી કરવામાં ન આવે, ત્યાં સુધી તમારું ભૌતિક સરનામું અને ફોન નંબરને ગોપનીય રાખવામાં આવશે. જો YouTubeને કોઈપણ માહિતી શેર કરવાની આવશ્યકતા જણાય, તો અમે તે શેર કરતા પહેલાં તમને સૂચિત કરીશું.
  • કૉપિરાઇટના ઉલ્લંઘન માટે કાઢી નાખવામાં આવેલા વીડિયોના અપલોડકર્તા સાથે કથિત રીતે ઉલ્લંઘન કરતા કાર્યનું વર્ણન શેર કરવામાં આવશે જેથી તેમનો વીડિયો કાઢી નાખવા પાછળનું કારણ તેઓ સમજી શકે. 

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓનો સાર્વજનિક રેકોર્ડ

ઉલ્લંઘન કરતા વીડિયોના અપલોડકર્તા તમારી કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીની એક નકલ માટેની વિનંતી કરી શકે છે. આ સાર્વજનિક રેકોર્ડમાં દર્શાવેલી માહિતીમાં શામેલ છે:

  • કૉપિરાઇટના માલિકનું નામ
  • પ્રાથમિક ઇમેઇલ ઍડ્રેસ
  • સેકન્ડરી ઇમેઇલ ઍડ્રેસ (વેબફોર્મમાંનું વૈકલ્પિક ફીલ્ડ)
  • તમારું પૂરું કાનૂની નામ
  • કથિત રીતે ઉલ્લંઘનકારી કાર્યનું તમારું વર્ણન
  • વધુ માહિતી માટે YouTubeની વિનંતીઓ પરના તમારા પ્રતિસાદો. જો તમારી કાઢી નાખવાની પ્રારંભિક વિનંતી અધૂરી હોય અથવા અમાન્ય જણાય તો YouTube વધુ માહિતીની વિનંતી કરશે.

સંપર્ક માહિતી શેર કરવા અંગેની ચિંતાઓ

જો તમે ચિંતિત હો કે YouTube પર કોઈ તમને હેરાન કરી રહ્યું છે, તો તમે કૉપિરાઇટના ઉલ્લંઘનને બદલે ઉત્પીડન અને સાઇબર ધમકીઓની જાણ કરવા વિશે વધુ જાણી શકો છો.

જોકે ઉત્પીડન અને કૉપિરાઇટના ઉલ્લંઘન વિશેની ચિંતાઓ ક્યારેક ઓવરલેપ થાય છે, આ કિસ્સાઓમાં કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીની પ્રક્રિયા શ્રેષ્ઠ વિકલ્પ ન પણ હોય. કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરતા પહેલાં ઉચિત ઉપયોગ જેવા કૉપિરાઇટના અપવાદો વિશે પણ વધુ જાણી શકો છો.

ધ્યાનમાં રાખો કે અધિકૃત પ્રતિનિધિ (જેમ કે વકીલ) કૉપિરાઇટના માલિક વતી કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકે છે. અધિકૃત પ્રતિનિધિએ વિનંતી સબમિટ કરવા માટે તેમના પોતાના YouTube એકાઉન્ટનો ઉપયોગ કરવો આવશ્યક છે. ઉપરાંત, તેમણે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીમાં કૉપિરાઇટના માલિક સાથેના તેમના સંબંધોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2645733064088860518
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false