YouTube Priority Flagger પ્રોગ્રામ વિશે

YouTube Priority Flagger પ્રોગ્રામ સરકારી એજન્સી અને બિન-સરકારી સંગઠનો (NGO)ને સશક્ત ટૂલ પૂરા પાડવામાં સહાય કરે છે. આ એજન્સી અને NGO અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટ વિશે YouTubeને જાણ કરવામાં વિશેષ કરીને અસરકારક છે.

YouTube Priority Flagger પ્રોગ્રામમાં સમાવિષ્ટ છે:

  • YouTubeનો સીધો સંપર્ક કરવા માટે સરકારી એજન્સી અને NGO ઉપયોગમાં લઈ શકે તે વેબ ફોર્મ
  • જાણ કરવામાં આવેલા કન્ટેન્ટ વિશેના નિર્ણયોમાં દૃશ્યતા
  • વધારેલી ક્રિયાત્મકતા માટે અયોગ્ય કન્ટેન્ટની જાણ કરવાની પ્રાધાન્યતાવાળા રિવ્યૂ
  • YouTube કન્ટેન્ટના વિસ્તારો વિશે ચાલી રહેલી ચર્ચાઓ અને પ્રતિસાદ
  • પ્રસંગોપાત ઑનલાઇન પ્રશિક્ષણ

પ્રોગ્રામ માટેની યોગ્યતા

સરકારી એજન્સી અને NGO YouTube Priority Flagger પ્રોગ્રામમાં ભાગ લેવા માટે યોગ્યતા ધરાવે છે. આદર્શ ઉમેદવારો:

  • ઓછામાં ઓછા એક પૉલિસી વર્ટિકલ માટે કુશળતા ધરાવે
  • ઉચ્ચ સચોટતા દર સાથે વારંવાર અયોગ્ય કન્ટેન્ટની જાણ કરે
  • કન્ટેન્ટના વિષયે YouTube સાથે ચાલી રહેલી ચર્ચા અને પ્રતિસાદ વિશે હકારાત્મક હોય

જ્યાં માનવાધિકારોના દુરુપયોગ અથવા વાણી પરના દમનનો ઇતિહાસ હોય તેવા દેશો/પ્રદેશોના સંગઠનો સહિત, અમુક ચોક્કસ સંગઠનો વધુ રિવ્યૂને આધીન છે.

YouTube Priority Flagger પ્રોગ્રામમાં જોડાવાની રીત

જો તમે NGO અથવા સરકારી એજન્સીના પ્રતિનિધિ હો તો YouTube અથવા Googleના સંપર્ક માટેની તમારી સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરો.

ટિપ: Priority Flagger બનતા પહેલાં, સરકાર અને NGOના સહભાગીઓએ અમારા સમુદાયના દિશાનિર્દેશો અને અમલીકરણની પ્રક્રિયાઓ જાણવા માટે YouTube પ્રશિક્ષણમાં હાજરી આપવી જરૂરી છે.

પ્રોગ્રામની આવશ્યકતાઓ

અમારા સમુદાયના દિશાનિર્દેશોને અમલમાં મૂકવા માટે Priority Flagger પ્રોગ્રામની રચના થઈ. આવશ્યક છે કે સહભાગીઓ:

  • અમારા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટ વિશે પ્રતિબદ્ધતાથી નિયમિત જાણ કરે. YouTube આ પ્રોગ્રામમાં નોંધપાત્ર રીતે ભાગ ન લેનાર કોઈપણ સહભાગીને દૂર કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે.
  • વિવિધ YouTube કન્ટેન્ટના વિષયે ચાલી રહેલી ચર્ચા અને પ્રતિસાદ વિશે હકારાત્મક હોય.
  • Priority Flagger પ્રોગ્રામના ભાગ તરીકે કન્ટેન્ટ અયોગ્ય હોવાની જાણ કરવા માટે YouTubeમાં સાઇન ઇન કરે.
  • Priority Flagger પ્રોગ્રામ માટેના નિરંતર સંપર્ક માટેની વ્યક્તિ તરીકે પોતાનું ઇમેઇલ ઍડ્રેસ અથવા તેમની સંસ્થામાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિનું ઇમેઇલ ઍડ્રેસ આપે. અમે આ ઇમેઇલ ઍડ્રેસ પર Priority Flagger પ્રોગ્રામ વિશે સમયાંતરે ઇમેઇલ મોકલીશું.

Priority Flagger પ્રોગ્રામમાંના બધા સહભાગીઓ બિન-પ્રકટીકરણ કરાર (NDA)ને આધીન છે.

YouTube આ પ્રોગ્રામમાં ભાગ લેવાનું નકારવાનો, પ્રોગ્રામની આવશ્યકતાઓમાં ફેરફાર કરવાનો અથવા માત્ર અમારી વિવેકબુદ્ધિ અનુસાર પ્રોગ્રામને સસ્પેન્ડ કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે.

રિવ્યૂ પ્રક્રિયાને ચિહ્નિત કરો

YouTubeના કન્ટેન્ટ મોડરેટર Priority Flaggers દ્વારા ચિહ્નિત થયેલા વીડિયોને YouTubeના સમુદાયના દિશાનિર્દેશો અનુસાર રિવ્યૂ કરે છે. Priority Flaggers દ્વારા જાણ કરવામાં આવેલું કન્ટેન્ટ ઑટોમૅટિક રીતે કાઢી નખાતું નથી કે કોઈ ભિન્ન પૉલિસી લાગુ થવાને આધીન નથી - અન્ય વપરાશકર્તાઓ તરફથી કરવામાં આવેલી અયોગ્ય કન્ટેન્ટની જાણ માટે એકસમાન ધોરણો લાગુ થાય છે. પણ, તેમની ઉચ્ચ કોટિની સચોટતાના કારણે, અમારી ટીમ વPriority Flaggers તરફથી થયેલી અયોગ્ય કન્ટેન્ટની જાણને રિવ્યૂ કરવા માટે પ્રાધાન્યતા આપે છે.

Priority Flagger પ્રોગ્રામ વિશેષ કરીને સમુદાયના દિશાનિર્દેશોના સંભવિત ઉલ્લંઘનોની જાણ કરવા માટે અસ્તિત્વમાં છે. આ સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરતું હોય તેવા કન્ટેન્ટની જાણ કરવાની પ્રક્રિયા નથી. સ્થાનિક કાયદા આધારિત વિનંતીઓ અહીં આપેલી સૂચનાઓને અનુસરીને ફાઇલ કરી શકાય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11324004545265300783
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false