તમારું લિંક કરેલું YouTube માટે AdSense એકાઉન્ટ બદલો

જો તમને પહેલેથી જ YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે મંજૂરી મળેલી હોય, તો તમે તમારી YouTube ચૅનલ સાથે સંકળાયેલું YouTube માટે AdSense એકાઉન્ટ બદલી શકો છો. સક્રિય YouTube માટે AdSense એકાઉન્ટ અને YouTube પાર્ટનર પ્રોગ્રામ સાથે યોગ્યતા મેળવવા માટે તેને તમારી ચૅનલ સાથે લિંક કરો.

ધ્યાનમાં રાખો કે તમે 32 દિવસમાં માત્ર એકવાર તમારું લિંક કરેલું YouTube માટે AdSense એકાઉન્ટ બદલી શકો છો.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂ પર કમાણી કરો વિભાગ પસંદ કરો.
  3. YouTube પાર્ટનર પ્રોગ્રામના વિકલ્પો હેઠળ, તમે હાલમાં તમારી YouTube ચૅનલ સાથે લિંક કરેલા YouTube માટે AdSense એકાઉન્ટ વિશે વિગતો જોશો. 
  4. YouTube માટે AdSense પર રીડાયરેક્ટ થવા માટે બદલો પસંદ કરો. તમારે તમારો પાસવર્ડ દાખલ કરવો પડશે અને તમે પસંદ કરેલી પદ્ધતિ વડે ફરીથી પ્રમાણીકરણ કરવું પડશે. તમારા YouTube એકાઉન્ટનું ફરીથી પ્રમાણીકરણ કરવાની રીત વિશે જાણો.
  5. તમને તમારા હાલના એકાઉન્ટ સાથે લિંક કરવા અથવા એક નવું એકાઉન્ટ બનાવવા માટે YouTube માટે AdSense પર લઈ જવામાં આવશે. 
    • વર્તમાન એકાઉન્ટ: જો તમારી પાસે પહેલેથી AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ હોય, તો તમારે તમારું વર્તમાન એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે જે Google એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તેનાથી જ સાઇન ઇન કરવું જરૂરી છે. ધ્યાનમાં રાખો કે તમે YouTubeમાં લૉગ ઇન કરવા માટે જે લૉગ ઇન વિગતનો ઉપયોગ કરો છો તેનાથી આ અલગ હોઈ શકે છે. 
    • નવું એકાઉન્ટ: જો તમે નવું YouTube માટે AdSense એકાઉન્ટ બનાવી રહ્યાં હો, તો કૃપા કરીને યાદ રાખો કે અમે વપરાશકર્તા દીઠ માત્ર એક એકાઉન્ટને મંજૂરી આપીએ છીએ. 
  6. તમે પસંદ કરેલું એકાઉન્ટ સ્ક્રીનની ટોચ પર હશે અને તમારી YouTube ચૅનલનું URL "તમારી વેબસાઇટ" હેઠળ હશે. જો આ માહિતી સાચી હોય, તો જોડાણ સ્વીકારો પસંદ કરો. તમને પાછા YouTube પર રીડાયરેક્ટ કરવામાં આવશે (જો તમને રીડાયરેક્ટ કરવામાં ન આવે તો 'રીડાયરેક્ટ કરો' પસંદ કરો).
  7. તમે YouTube માટે AdSenseનું સેટઅપ પૂર્ણ કરી લીધું છે! તમારી કમાણી કરવાની પ્રક્રિયા માટેની પસંદગીઓ સેટ કરવા માટે, સ્ક્રીન પરના આગળના પગલાં અનુસરો.

તમે તમારા YouTube માટે AdSense એકાઉન્ટને તમારી YouTube ચૅનલ સાથે લિંક કરી લો તે પછી અમારી સિસ્ટમ પર આ જોડાણ દેખાવામાં 24 કલાક સુધીનો સમય લાગી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
971896078790257383
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false