YouTube અને YouTube Studio ઍપ અપડેટ કરવી

YouTube અને YouTube Studio ઍપનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે, અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે ઍપને નવીનતમ વર્ઝન પર અપડેટ કરો. અમે તમને અપડેટ મોકલીશું, જેથી તમે નવી સુવિધાઓ, વધુ ઝડપી અનુભવ, સમસ્યાઓના નિવારણ અને બીજા ઘણા વિકલ્પો મળી શકે.  

  1. Google Play Store ઍપ  Play Store ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  3. મારી ઍપ અને ગેમ પર ટૅપ કરો.
  4. જે ઍપ માટે અપડેટ ઉપલબ્ધ હોય, તેને "અપડેટ કરો" તરીકે લેબલ કરવામાં આવે છે.
  5. બધી ઍપને અપડેટ કરવા માટે, બધી અપડેટ કરો પર ટૅપ કરો. વ્યક્તિગત ઍપ માટે, તમારે જે ચોક્કસ ઍપ અપડેટ કરવી હોય, તેને શોધો અને અપડેટ કરો પર ટૅપ કરો.​

અમુક કિસ્સામાં, ઍપને અપડેટ કરવા માટે તમારે તમારા ડિવાઇસને ફરી શરૂ કરવું જરૂરી હોય છે. ઑટોમૅટેડ અપડેટ વિશે વધુ જાણો.

નોંધ: અપડેટ કર્યા બાદ કેટલીક ઍપ માટે, નવી પરવાનગીઓ લેવી જરૂરી હોય છે. તમે નવી પરવાનગીઓ સ્વીકારો છો કે નહીં એ વિશે પૂછતું નોટિફિકેશન કદાચ તમને દેખાઈ શકે છે.

તમારા Apple TV પર YouTube ઍપ અપડેટ કરો

  1. તમારા Apple TV પરથી ઍપ સ્ટોર પર જાઓ.  
  2. YouTube ઍપ શોધો.
  3. YouTube ઍપ પસંદ કરો.
  4. અપડેટ કરો પસંદ કરો. જો તમને આ વિકલ્પ દેખાતો ન હોય, તો તેનો અર્થ એ થાય છે કે તમારી YouTube ઍપ અપ ટૂ ડેટ છે.

તમારા Android TV પર YouTube ઍપ અપડેટ કરો

તમારા Android TV પર Google Play Storeને ડિફૉલ્ટ તરીકે, 'કોઈપણ સમયે ઍપને ઑટોમૅટિક રીતે અપડેટ કરો' પર સેટ કરવું જોઈએ અને તમારી YouTube ઍપ ઑટોમૅટિક રીતે અપડેટ થતી રહેવી જોઈએ. જો તમે ઍપને ઑટોમૅટિક રીતે અપડેટ થવાના સેટિંગને બંધ કરી દીધા હોય અને તેને ફરી ચાલુ કરવા માગતા હો, તો:

  1. તમારા રિમોટ કન્ટ્રોલ પર હોમ બટન દબાવો.
  2. પહેલા ઍપ અને પછી Google Play Store પસંદ કરો.
  3. સેટિંગ પસંદ કરો.
પહેલા ઍપને ઑટોમૅટિક રીતે અપડેટ કરો અને પછી કોઈપણ સમયે ઍપને ઑટોમૅટિક રીતે અપડેટ કરો પસંદ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4384047745089166788
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false