ખાનગી તરીકે લૉક કરેલા વીડિયો

YouTube ખાતે, સમગ્ર વિશ્વના નિર્માતાઓ અને દર્શકો માટે સાઇટને ઉત્તમ બનાવવાની સાથે-સાથે અમે દુરુપયોગ સામે એવી રીતે કામ કરવામાં માનીએ છીએ કે જેનાથી વાસ્તવિક, સકારાત્મક અસર ઊભી થાય. અસંબદ્ધ અથવા ગેરમાર્ગે દોરતા ટૅગને પ્રતિબંધિત કરીને અમે અનેકમાંની એક રીત અજમાવીને આ કરીએ છીએ.

જો તમારો વીડિયો અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતો હોય એવી રીતે ઓળખવામાં આવે છે, તો તેને કદાચ ખાનગી તરીકે લૉક કરવામાં આવી શકે છે. જ્યારે વીડિયોને ખાનગી તરીકે લૉક કરવામાં આવે છે, ત્યારે સાર્વજનિક લોકો તેને જોઈ શકશે નહીં. જો દર્શક પાસે તે વીડિયોની લિંક હોય, તો તે અનુપલબ્ધ તરીકે દેખાશે.

આ પગલાં વિશે મને કેવી રીતે સૂચિત કરવામાં આવશે?

તમારા વીડિયોમાંથી એકને ખાનગી તરીકે લૉક કરવામાં આવ્યો છે તેવું સમજાવતો એક ઇમેઇલ તમને પ્રાપ્ત થશે. કેટલાક કિસ્સાઓમાં, તમે કદાચ અપીલ કરી શકો. જો આવું થાય, તો અપીલની પ્રક્રિયાના ભાગ તરીકે ઇમેઇલ મારફતે પ્રક્રિયા કરવા કરવાની રીત સમજાવતા વધુ મેસેજ તમને મોકલવામાં આવી શકે.

જ્યારે મારા વીડિયોને ખાનગી તરીકે લૉક કરવામાં આવે, ત્યારે શું થઈ શકે?

જ્યારે વીડિયોને ખાનગી તરીકે લૉક કરવામાં આવે, ત્યારે તે તમારી ચૅનલ પર કે શોધ પરિણામોમાં દેખાશે નહીં અને અન્ય વપરાશકર્તાઓ તેને જોઈ શકશે નહીં. ખાનગી તરીકે લૉક કરેલા વીડિયોને તમારા કોઈપણ સબ્સ્ક્રાઇબર જોઈ શકશે નહીં. વપરાશકર્તા દ્વારા પસંદ કરાયેલા ખાનગી વીડિયોથી વિપરીત, જ્યાં સુધી ફરીથી રિવ્યૂ કરવા માટે તમે સફળતાપૂર્વક વીડિયો સબમિટ ન કરો, ત્યાં સુધી તમે વીડિયોનું સ્ટેટસ બદલી શકશો નહીં.

આવું થાય ત્યારે તમારા એકાઉન્ટ પર કોઈ સ્ટ્રાઇક લાગુ કરવામાં આવતી નથી. તમે કોઈપણ સમસ્યા ઠીક કરી શકો છો અને સીધા તમારા વીડિયો મેનેજરમાંથી તમારા વીડિયોનો ફરીથી રિવ્યૂ કરવા માટેની અપીલ સબમિટ કરી શકો છો. અપીલ સબમિટ કરવાની રીત વિશે નીચેના પગલાં જુઓ.

હું આને કેવી રીતે ઠીક કરી શકું?

  1. YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનો રિવ્યૂ કરો.
  2. તમારું બધું કન્ટેન્ટ અમારા દિશાનિર્દેશો અનુસાર છે તે બે વાર ચેક કરો.
  3. જો તમે કોઈ સમસ્યાને ઠીક કરી હોય અથવા તમને લાગતું હોય કે અમે કોઈ ભૂલ કરી છે, તો YT Studioમાં અપીલ કરો.

ચકાસણી ન કરાયેલી API સેવા મારફતે અપલોડ કરવાને લીધે ખાનગી તરીકે લૉક કરાયેલા વીડિયો માટે, તમે અપીલ કરી શકશો નહીં. તમારે ચકાસણી કરાયેલી API સેવા મારફતે અથવા YouTube ઍપ/સાઇટ મારફતે વીડિયો ફરીથી અપલોડ કરવાની જરૂર રહેશે. ચકાસણી ન કરાયેલી API સેવા પણ API ઑડિટ માટે અરજી કરી શકે છે.

તમારા વીડિયોને ફરીથી ખાનગી તરીકે લૉક ન કરવામાં આવે તેની ખાતરી કરવા માટે, એવું કન્ટેન્ટ પોસ્ટ કરશો નહીં, જે: 

  • તમારા વીડિયોના “વર્ણન” અને “ટૅગ” વિભાગોમાંથી અસંબદ્ધ અને ગેરમાર્ગે દોરતા ટૅગ ધરાવતું હોય. મેટાડેટા સંબંધિત શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશેના અમારા લેખમાં વધુ જાણો.
  • ત્રીજા પક્ષની ચકાસણી ન કરાયેલી API સેવા દ્વારા અપલોડ કરવામાં આવ્યું હોય.

નોંધો કે આ સંપૂર્ણ સૂચિ નથી. 

જો મારી અપીલ સફળ થાય, તો શું મારા વીડિયોને ઑટોમૅટિક રીતે સાર્વજનિક બનાવવામાં આવશે?

ના. જો તમે અપીલ કરી શકો અને તમારા વીડિયોનો સફળતાપૂર્વક રિવ્યૂ કરવામાં આવે, તો તમે તેને સાર્વજનિક બનાવી શકશો. જોકે, તેને ઑટોમૅટિક રીતે સાર્વજનિક બનાવવામાં આવશે નહીં. જ્યાં સુધી તમે વીડિયોના પ્રાઇવસી સેટિંગ બદલશો નહીં, ત્યાં સુધી તે ખાનગી રહેશે. આવું એ વાતની ખાતરી કરવા માટે છે કે જે પળે તમારા વીડિયો સાર્વજનિક કરવામાં આવે, તે પળે તમે નિયંત્રણ લઈ શકો.

આની મારી કમાણી કરવાની પ્રક્રિયા પર શું અસર થશે?

ખાનગી તરીકે લૉક કરેલા વીડિયો કમાણી કરવાની પ્રક્રિયા માટે યોગ્યતા ધરાવતા નથી. એકવાર અપીલ સબમિટ થઈ જાય અને એવું જાણવા મળે કે વીડિયો હવેથી અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતો નથી, તો વીડિયો કમાણી કરવાની પ્રક્રિયા ફરી શરૂ કરી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6250381097362649911
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false