અનુવાદ અને ટ્રાન્સક્રિપ્શન પારિભાષિક શબ્દકોશ

  • ASR: ઑટોમૅટિક વાણી ઓળખ. વીડિયોમાં ઑટોમૅટિક કૅપ્શન ઉમેરવા માટે YouTube ઑટોમૅટિક વાણી ઓળખનો ઉપયોગ કરે છે. સુવિધા અંગ્રેજી, ડચ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ, રશિયન અને સ્પેનિશમાં ઉપલબ્ધ છે. ASR બધા વીડિયો માટે ઉપલબ્ધ નથી.
  • ઑટોમૅટિક સબટાઇટલ: ઑટોમૅટિક વાણી ઓળખ વડે બનાવવામાં આવેલો કૅપ્શન ટ્રૅક.
  • કૅપ્શન: બન્ને સમાન-ભાષાઓના ટ્રાન્સક્રિપ્શન અને અનુવાદિત સબટાઇટલનો સંદર્ભ આપવા માટે ઉપયોગમાં લેવાય છે, જે વીડિયોમાં ટેક્સ્ટ તરીકે બતાવવામાં આવે છે. ડિફૉલ્ટ તરીકે, "કૅપ્શન"નો અર્થ થાય છે સમાન-ભાષામાં ટ્રાન્સક્રિપ્શન. 
  • ઉપશીર્ષક: ઉપશીર્ષક વીડિયોમાંના ઑડિયોનું ટેક્સ્ટમાં વર્ણન કરે છે. આ કન્ટેન્ટ પ્રાથમિક રીતે સાંભળવામાં સમસ્યા અુભવતા અને બહેરા દર્શકો માટે છે. કન્ટેન્ટમાં બોલાયેલા શબ્દનું ટ્રાન્સક્રિપ્શન અને [મ્યુઝિક વાગી રહ્યું છે]" અથવા "[હાસ્ય]" જેવા સાઉન્ડ સંકેતો "શામેલ હોય છે. ઉપશીર્ષક બોલનારની પણ ઓળખ કરી શકે છે, જેમ કે "માઇક: કેમ છો!" અથવા સ્ક્રીનના સ્થિતિ નિર્ધારણનો ઉપયોગ કરીને.
  • કન્ટ્રિબ્યૂટ: મેટાડેટા અનુવાદો અથવા વીડિયો પર પબ્લિશ કરેલો નવો કૅપ્શન ટ્રૅક બનાવવો અથવા તેમાં ફેરફાર કરવો.
  • યોગદાન: એક નવો અથવા ફેરફાર કરાયેલો મેટાડેટા અનુવાદ, સબટાઇટલ અથવા ઉપશીર્ષક, જેનો રિવ્યૂ થયેલો હોય અને વીડિયો પર પબ્લિશ કરેલું હોય.
  • કન્ટ્રિબ્યૂટર: એક સ્વયંસેવી જેમણે નવું સબટાઇટલ કન્ટેન્ટ, ઉપશીર્ષક કન્ટેન્ટ, અથવા મેટાડેટા અનુવાદ સબમિટ કર્યો હોય અથવા જેમણે અન્ય કન્ટ્રિબ્યૂટરના કન્ટેન્ટમાં ફેરફાર અથવા તેનો રિવ્યૂ કર્યો હોય.
  • નિર્માતા: વીડિયો અપલોડકર્તા/માલિક.
  • સબમિટ કરવું: કોઈ વીડિયો પર પબ્લિશ થનારા પૂર્ણ થયેલા અથવા આંશિક રીતે લખાયેલા ટ્રૅકને રિવ્યૂ માટે મોકલવો.
  • સબમિશન: પૂર્ણ અથવા આંશિક રીતે લખાયેલો અનુવાદ કે ટ્રાન્સક્રિપ્શન કે જેને વીડિયો પર પબ્લિશ કરવા રિવ્યૂ માટે મોકલવામાં આવે છે.
  • સબટાઇટલ: વીડિયોમાં બોલાઈ રહેલી ભાષા કરતાં જુદી ભાષામાં વીડિયો પર દેખાતા ટેક્સ્ટ ટ્રૅક. આ કન્ટેન્ટ પ્રાથમિક રીતે વિદેશી ભાષાના દર્શકો માટે છે. કન્ટેન્ટ એ બોલાયેલા શબ્દો અને લખાયેલી ટેક્સ્ટનો અનુવાદ હોય છે, જે એકદમ નીચે અથવા વીડિયોની નીચે (સબટાઇટલ) બતાવવામાં આવે છે.
  • સમય સેટ કરવો: જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાન્સક્રિપ્ટ સબમિટ કરે છે, ત્યારે અમે ટાઇમસ્ટેમ્પ પ્રમાણેનો કૅપ્શન ટ્રૅક બનાવીને ટ્રાન્સક્રિપ્ટને વીડિયો સાથે ઑટોમૅટિક રીતે સંરેખિત કરવા માટે અમારા સિંક સર્વરનો ઉપયોગ કરીએ છીએ.
  • ટ્રાન્સક્રિપ્ટ: ફૉર્મેટ વિનાની (અને ટાઇમસ્ટેમ્પ વિનાની) ટેક્સ્ટ, જેને વીડિયોમાંથી અક્ષરશ: ટ્રાન્સ્ક્રાઇબ કરવામાં આવે છે.
  • અનુવાદ: શીર્ષક, વર્ણન અથવા સબટાઇટલ જેને હાલના મેટાડેટા, સબટાઇટલ અથવા ઉપશીર્ષકનો અનુવાદ કરીને બનાવવામાં આવે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17299315298922294516
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false