બ્રાંડ એકાઉન્ટ પર સ્થાનાંતરણ કરેલી ચૅનલ

2014 પહેલાં બનાવેલા એકાઉન્ટમાં ફેરફારો

2014 પહેલાં બનાવેલી ચૅનલ પાસે નવા એકાઉન્ટ માટે ઉપલબ્ધ તમામ સુવિધાઓનો ઍક્સેસ ન હતો. બધી ચૅનલ સમાન સુવિધાઓ ધરાવે છે તેની ખાતરી કરવા માટે, અમે તમારી ચૅનલને બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ કરીને અપડેટ કરી છે. તમારી ચૅનલનું નામ, વીડિયો અને સબ્સ્ક્રાઇબર પહેલાં જેવા જ છે, પણ તે અલગ ઓળખની મંજૂરી આપે છે. આ ઓળખ સાથે લોકો તમારું વ્યક્તિગત નામ અને ઇમેઇલ ઍડ્રેસ જોઈ શકતા નથી.

જો તમને ખાતરી ન હોય કે તમારી પાસે કયા પ્રકારનું એકાઉન્ટ છે, તો તમે YouTube પર ચેક કરી શકો છો.

શું બદલાયું છે:

  • તમારી YouTube ચૅનલ હવે બ્રાંડ એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે કનેક્ટેડ છે. તમારી YouTube ચૅનલ હવે તમારા Google એકાઉન્ટથી અલગ નામ અને ફોટો ધરાવી શકે છે.
  • તમારી પાસે હવે કૉમેન્ટ કરવાની, તમારી ચૅનલનું નામ અથવા હૅન્ડલ બદલવાની અને ચૅનલના મેનેજર ઉમેરવાની સુવિધાનો સંપૂર્ણ ઍક્સેસ છે.
  • તમને તમારા કેટલાક ચૅનલ સેટિંગમાં તમારું ઇમેઇલ ઍડ્રેસ જોવા મળી શકે છે, પણ તે સાર્વજનિક રીતે બતાવવામાં આવતું નથી. તમારી YouTube ચૅનલ મેનેજ કરવા વિશે વધુ જાણો.
  • તમારી ચૅનલમાં પહેલા જેવું જ કન્ટેન્ટ હશે. જો તમે તમારી ચૅનલની સૂચિ અથવા સબ્સ્ક્રિપ્શન શોધી ન શકતા હો, તો એકાઉન્ટ સ્વિચરનો ઉપયોગ કરીને એકાઉન્ટ સ્વિચ કરવાનો પ્રયાસ કરી જુઓ.
નોંધ: જ્યારે તમે બ્રાંડ એકાઉન્ટનો ઉપયોગ કરતા હો, ત્યારે તમને કેટલીક જગ્યાએ અસામાન્ય ઇમેઇલ ઍડ્રેસ જેમ કે channel-name-1234@pages.plusgoogle.com પણ જોવા મળી શકે છે. આ ઇમેઇલ ઍડ્રેસ વાસ્તવિક નથી, તે માત્ર બ્રાંડ એકાઉન્ટ માટેનું ઓળખકર્તા છે. Google+ હવે ઉપલબ્ધ ન હોવા છતાં તમારી પાસે બ્રાંડ એકાઉન્ટ હોઈ શકે છે.
બ્રાંડ એકાઉન્ટ માટે તમે સેટ કરી શકો તે નોટિફિકેશન માટેના ઍડ્રેસ પર YouTube ચૅનલ માટેના ઇમેઇલ નોટિફિકેશન જાય છે. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7664799142208908233
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false